પરાગ શાહ પાસે વિઝનની સાથે પ્રોવિઝન પણ છે

ઘાટકોપરની ૯૫થી વધુ સંસ્થાઓના પદાધિકારીઓનો વૉર્ડ-નંબર ૧૩૨ના BJPના ઉમેદવાર માટેનો સ્પષ્ટ મત એ છે કે...

parag

લોકો ગટરો, ફુટપાથો, રસ્તાઓ જેવી સમસ્યાઓ વચ્ચે અટવાયેલા છે. તેમની આ સમસ્યાઓનું હું નિરાકરણ કરીશ જ, પણ મારું વિઝન સંપૂર્ણ ઘાટકોપરમાં પરિવર્તન લાવીને વિકાસ કરવાનું છે. ઘાટકોપર પછી મુંબઈના પરિવર્તન અને વિકાસની મારી ર્દીઘદૃષ્ટિ છે. હું એક સામાન્ય નગરસેવકની જેમ મર્યાદિત સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે લડતો નથી. હું ઘાટકોપરમાં એક અદ્યતન હૉસ્પિટલ સ્થાપિત કરવા ઇચ્છું છું. ઘાટકોપરને મુંબઈનાં ઉપનગરોનું રોલ-મૉડલ બનાવવા મેદાનમાં ઊતર્યો છું.

આવી અનેક વાતો રવિવારે સાંજના વૉર્ડ-નંબર ૧૩૨ના BJPના ઉમેદવાર પરાગ શાહે તેમની ટિળક રોડની ઑફિસમાં જમા થયેલા ઘાટકોપરની ૯૫થી વધુ સંસ્થાઓના પદાધિકારીઓ અને જનમેદની સમક્ષ રજૂ કરી હતી. અડધો કલાકના વક્તવ્યમાં પરાગ શાહે જનમેદનીને કહ્યું હતું કે ‘ઘાટકોપર મુંબઈનું સૌથી સમૃદ્ધ ઉપનગર છે એની સરખામણીમાં એ સૌથી કથળેલી હાલતમાં છે જેનો આપણે સૌએ સાથે મળીને વિકાસ કરવાનો છે.’

પરાગ શાહે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં BJPમાં પ્રવેશ કર્યો એ દિવસથી જ તેઓ રઈસ છે પણ રાજકારણી નથી, તેઓ ગટરો સાફ કરવા રસ્તાઓ પર ઊતરવા માટે અસમર્થ છે એવી અનેક વહેતી વાતોનો જડબાતોડ જવાબ આપતાં પરાગ શાહે રવિવારની જનસભામાં કહ્યું હતું કે ‘મારાં અત્યારે ૨૯ જગ્યાએ ડેવલપમેન્ટનાં કામ ચાલી રહ્યાં છે. આ બધી જ સાઇટ પર હું જતો નથી છતાં આમાંથી એક પણ બાંધકામમાં મારી સામે કોઈની ફરિયાદ નથી. મારાં એ બધાં જ બાંધકામો સારી રીતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ રહ્યાં છે. આ જ સિસ્ટમ મારી નગરસેવક બન્યા પછી રહેશે. મારી સાથે ૫૦૦થી વધુ યુવાનો અને છથી વધુ આર્કિટેક્ટોની ટીમ કાર્યરત રહેશે જે ઓછા ખર્ચે સારા રોડ કેમ બને, ગટરોની સમયે-સમયે સાફસફાઈ થાય એવી અનેક બાબતો પર નજર રાખશે અને એ કામ કોઈ પણ જાતના અવરોધ વગર પૂર્ણ થાય એનું હું ધ્યાન રાખીશ.’

હું મારા અંગત સ્વાર્થ માટે નહીં, જનતાની સેવા કરવા માટે અને સમાજની સેવા કરવા માટે નગરસેવકનું ઇલેક્શન લડી રહ્યો છું એમ જણાવતાં પરાગ શાહે કહ્યું હતું કે ‘વિરોધ પક્ષો પાસે મારી સામે કાદવ ઉછાળવા માટે કંઈ જ નથી એટલે જ તેઓ હું ગટરો ભરાશે તો એને સાફ કરાવવા માટે રોડ પર ઊતરીશ કે નહીં એવા વાહિયાત સવાલો લોકોના મગજમાં ઘુસાડે છે. હું રાજકારણી નથી, પરંતુ રાજનીતિથી અજાણ પણ નથી. મેં રાજકારણમાં સમાજસેવા માટે પ્રવેશ કર્યો છે, નહીં કે રાજનીતિ રમવા.’

છેલ્લાં ઘણાં વર્ષોથી કતલખાનાના નામે પણ BMCમાં રાજકારણ રમાઈ રહ્યું છે. આવા તો જૈન સમાજના અનેક મુદ્દા છે એમ જણાવતાં પરાગ શાહે કહ્યું હતું કે ‘પયુર્ષણ જેવા તહેવારોના દિવસોમાં કતલખાનાં બંધ કરાવવા માટે જૈન સમાજના સાધુ-સંતો વર્ષોથી લડી રહ્યા છે, પણ એના પર સકારાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી જે અત્યંત દુખદ વાત છે. આથી જ BMCમાં જૈન નગરસેવકો હોવા જોઈએ. જૈન સમાજે રાજકારણમાં સક્રિય બનવું જોઈએ એવી માગણી ઘણા લાંબા સમયથી જૈન સાધુ-સંતો કરી રહ્યા છે. હું નગરસેવક બનીને એ મુદ્દા પર ગંભીરતાપૂર્વક વિચારણા થાય એના માટે પ્રયત્નશીલ રહીશ.’

ઘાટકોપરને મુંબઈના ઉપનગરનું રોલ-મૉડલ બનાવવાનું મારું વિઝન છે એમ જણાવતાં પરાગ શાહે જનમેદનીને કહ્યું હતું કે ‘જે-જે ઘરોમાં ગયો એ ઘરની વ્યક્તિઓએ ઘાટકોપરમાં ટ્રાફિક, ફેરિયાઓ, રસ્તાઓ અને ગટરોની સમસ્યાઓની જ ફરિયાદ કરી. આ લોકોને મારે એટલું જ કહેવાનું છે કે આ બધી સમસ્યાઓનું તો નિરાકરણ થશે જ, સાથે ઘાટકોપરમાં એક અદ્યતન હૉસ્પિટલ બાંધવાનું મારું વિઝન છે. ઘાટકોપરને ગ્રીન ઘાટકોપર બનાવવાનું મારું વિઝન છે. મારે એના પર ધ્યાન આપીને વર્ક કરવું છે જેથી ઘાટકોપર મુંબઈનું રોલ-મૉડલ ઉપનગર બની શકે. મારા આ કાર્યમાં મદદ કરવા અને દિવસની ૧૫ મિનિટથી લઈને એક કલાક સુધીનો સમય આપવા ઘાટકોપરના ૫૦૦થી વધુ યુવાનોએ તેમની તૈયારી બતાવી છે. તેમની જેમ જ દરેક ઘાટકોપરવાસી આગળ આવે તો ઘાટકોપર સમસ્યારહિત બની જશે એમાં શંકાને સ્થાન નથી.’

પરાગ શાહનું વિઝન સાંભળ્યા પછી ઘાટકોપરના ભૂતપૂર્વ નગરસેવક ભાલચંદ્ર શિરસાટ સહિત અનેક નામી સંસ્થાઓના પદાધિકારીઓએ પરાગ શાહને તેમનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.

ઘાટકોપર ઇન્ફ્રા લિમિટેડ

પરાગ શાહ અબ તક મન ઇન્ફ્રા લિમિટેડ ચલા રહે થે અબ વો ઘાટકોપર ઇન્ફ્રા લિમિટેડ ચલાએંગે. તેઓ એના મૅનેજિંગ ડિરેક્ટર રહેશે અને ઘાટકોપર-ઈસ્ટના BJPના અન્ય નગરસેવકો આ કંપનીના ડિરેક્ટર બનશે. જનતા એની શૅરહોલ્ડર બનશે. લિમિટેડ કંપનીમાં વર્ષે એક જ વાર શૅરહોલ્ડર સાથે મીટિંગ કરવામાં આવે છે, જ્યારે ઘાટકોપર ઇન્ફ્રાના શૅરહોલ્ડરોની મીટિંગ દર મહિને કરવામાં આવશે જેમાં તેઓ ઘાટકોપરની સમસ્યાઓ અને અન્ય બાબતોનાં નિરાકરણોની ચર્ચા કરી એનો ઉકેલ લાવવા માટે મદદગાર બનશે. પ્રકાશ મહેતા મહારાષ્ટ્ર સંભાળી રહ્યા છે. પરાગ શાહ ઘાટકોપર સંભાળશે.

ભાલચંદ્ર શિરસાટ, ભૂતપૂર્વ નગરસેવક અને વૉર્ડ-નંબર ૧૩૧ના BJPના ઉમેદવાર

લાફો મારીને કામ કરાવીશ

ઘાટકોપરના ચૂંટાયેલા નગરસેવક કામ ન કરે તો તેમની ફરિયાદ મારી પાસે લઈ આવજો. તમારી સામે તેને લાફો મારીને પૂછીશ કે કામ નહોતું કરવું તો ચૂંટણી સમયે કેમ તેં ખોટાં વચનો આપ્યાં હતાં. મને વિશ્વાસ છે કે તેઓ ઘાટકોપરના વિકાસ માટે કાર્યો કરશે. આથી જ તમારા મુંબઈભરના ઓળખીતાઓને ફોન કરીને કહો કે BJPને વોટ આપે જેથી મેયરપદ BJPના નગરસેવકને મળે.

રાજા મીરાણી, સામાજિક કાર્યકર

સમસ્યાઓ આજની નથી


ઇલેક્શનના સમયે ગારોડિયાનગરની સમસ્યાઓ એવી રીતે ઉછાળવામાં આવી રહી છે જેમ કે એ આજે જ ઊભી થઈ હોય. આ વિસ્તારની સમસ્યા માટે પ્રકાશ મહેતા વર્ષોથી કાર્ય કરી રહ્યા છે. પરાગ શાહ કોઈને ખોટાં વચનો આપીને ભરમાવતા નથી. તેઓ લોકોને મળે છે ત્યારે એક રાજકારણીની જેમ નહીં, એક કૉમનમૅનની જેમ લોકોને સાંભળે છે અને જવાબ આપે છે.

ગિરીશ શેઠ, ગારોડિયાનગર રેસિડન્ટ્સ અસોસિએશનના સ્થાપક અને સામાજિક કાર્યકર

જૈન સમાજ BJPની સાથે


જૈન સમાજ પરાગ શાહ અને BJPની સાથે છે. પરાગ શાહ અમારી સંસ્થા સાથે જોડાયેલા છે જે અમારા માટે ગૌરવની વાત છે. અમારી શુભેચ્છા તેમની સાથે છે.

તારાચંદ ગના, ચૅરમૅન : JITO-ઘાટકોપર

અમે વર્ષોથી BJPની સાથે જ છીએ


ઘાટકોપરનો બ્રાહ્મણ સમાજ વર્ષોથી BJPની સાથે જ છે. આ વખતે અમારા સક્રિય કાર્યકર બિન્દુ ત્રિવેદીને BJPએ ટિકિટ આપી એના માટે અમારો સમાજ BJPનો આભારી છે. ઘાટકોપરમાં બિન્દુ ત્રિવેદી હોય કે પરાગ શાહ BJPના દરેક ઉમેદવારની સાથે અમારો સમાજ સક્રિયપણે ઊભો રહેશે. આ વખતે BJPએ ઘાટકોપરને એકથી એક

ચડિયાતા ઉમેદવારો આપીને સ્થાનિક લોકોની મૂંઝવણ દૂર કરી દીધી છે.

જ્યોતીન્દ્ર દવે, ઘાટકોપર બ્રાહ્મણ સમાજના પ્રમુખ

પરાગ શાહ છે નેક

જૈન સમાજ હંમેશાં BJPની સાથે જ રહ્યો છે. પરાગ શાહે સમાજ માટે ઘણાં સારાં કાર્યો કર્યા છે. એનું કારણ એ છે કે પરાગ શાહ પાસે વિઝન જ નહીં, પ્રોવિઝન પણ છે. ભલે પ્રૉબ્લેમ હોય અનેક; આ નથી કોઈ ફેક, કારણ કે પરાગ શાહ છે નેક.

મુકેશ કામદાર,

હિંગવાલા લેન જૈન ઉપાશ્રય

કોઈની બૂરાઈ કરતા નથી


અહીંયા હાજર રહેલા વક્તાઓ કોઈની બૂરાઈ કરતા નથી. ઉમેદવારોએ પણ તેમની કાબેલિયતની વાતો કરી છે જે અતિ મહત્વની છે. ઘોઘારી સમાજના તમામ સભ્યો પરાગ શાહ અને ઘાટકોપરના અન્ય ઉમેદવારો માટે કાર્યરત રહેશે અને BMC પર BJPનો ઝંડો લહેરાય એવી શુભેચ્છા.

મુકેશ દોશી, બિલ્ડર અને જૈન અગ્રણી : ઘોઘારી જૈન સમાજ

કતલખાનાં બંધ કરાવે તેને મત આપવો


આપણે ફરીથી એક વાર BJPને જિતાડવાની છે. ઘાટકોપરના ઉમેદવારોની એવી જીત થવી જોઈએ કે જીત ઘાટકોપરમાં થાય અને એના પડઘા દિલ્હીમાં સંભળાય. ધાર્મિક તહેવારો દરમ્યાન જે પાર્ટી કતલખાનાં બંધ કરવામાં સફળ રહે તેને જ મત આપવો. અત્યારે પરાગ શાહે આ વાતનો નર્દિેશ આપી દીધો છે. જ્યાં સત્ય છે ત્યાં વિજય નિશ્ચિત છે. આમ BJPના પાંચ ઉમેદવારોનો વિજય નિશ્ચિત જ છે.

મનસુખ પંચમિયા, પ્રમુખ : પંતનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય

પરાગ શાહ જરૂર સફળ થશે


પરાગ શાહ પાસે મૅનપાવર છે. તેમની પાસે વિઝન પણ છે. તેમણે મૅનેજમેન્ટની વાત કરી છે. આજે કોઈ પણ ઉદ્યોગપતિ મૅનેજમેન્ટથી ઊંચાઈ પર પહોંચે છે. તે મૅનેજમેન્ટના માધ્યમથી બધાં કાર્યો કરે છે. પરાગ શાહની પણ એ જ વિચારસરણી છે. તેઓ જરૂર એમાં સફળ થશે. તેઓ નરેન્દ્ર મોદીની વિચારધારા ધરાવે છે. રાજકારણની શરૂઆત નગરસેવકથી જ થાય છે. એનાથી આગળ વધતાં તે વ્યક્તિ વડા પ્રધાન સુધી પહોંચે છે. પરાગ શાહે પહેલા ચરણમાં પગ મૂક્યો છે.

શંકર ભાનુશાલી,  અગ્રણી, ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ

હમ આપ કે સાથ હૈં

અમને આનંદ થાય છે કે પરાગ શાહ જેવી પ્રામાણિક વ્યક્તિ આજે રાજકારણમાં આવી અને તેમને પાર્ટીએ નગરસેવકની ઉમેદવારી આપી. અમારો સમાજ પરાગ શાહ અને ઘાટકોપર-ઈસ્ટના બધા જ BJPના ઉમેદવારોને વિજયી બનાવવા સક્રિય ભાગ ભજવશે. બધા જ ઉમેદવારોને અમારી શુભેચ્છા.

ખ્યાલીભાઈ, અગ્રણી : રાજસ્થાન સમાજ

ન ચૂંટીને મોકલીએ તો એ મોટી ભૂલ છે

પરાગ શાહની વાત સો ટકા સાચી છે કે બિલ્ડરો દરેક સાઇટ પર જતા ન હોવા છતાં સફળતાપૂર્વક તેમના પ્રોજેક્ટ પાર પાડે છે. પરાગ શાહ પૉલિટિશ્યન તરીકે નહીં, સમાજસેવક તરીકે કામ કરવા અત્યારે આ ઇલેક્શન લડી રહ્યા છે. તેમની પાસે રહેલી સંપત્તિ હવે સારાં કાયોર્માં ઉપયોગ કરવા ઇચ્છે છે. આવા પરાગ શાહને આપણે ન ચૂંટીને મોકલીએ તો આપણી મોટી ભૂલ છે.

મનોજ અજમેરા, બિલ્ડર અને જૉલી જિમખાનાના ટ્રસ્ટી

વિજયી ભવ:


ઘાટકોપર-ઈસ્ટના BJPના પાંચેય ઉમેદવારો ભારે બહુમતીથી વિજયી બને એવી અમારા સમાજ વતી શુભકામના.

હસમુખ અજમેરા, ગારોડિયાનગર સ્થાનકવાસી સંઘ

જૈન જાગૃતિ સેન્ટરનો સાથ અને શુભેચ્છા

અમારી બન્ને સંસ્થાઓના સભ્યો BJPના ઉમેદવારો અને પરાગ શાહને જીતાડવા માટે કાર્યરત બનશે એવી હું ખાતરી આપું છું.

રમેશ મહેતા, સક્રિય કાર્યકર - જૈન જાગૃતિ સેન્ટર; સક્રિય કાર્યકર - કચ્છી ગુર્જર જ્ઞાતિ

ક્રાન્તિકારી પરાગ શાહ

જૈન સમાજમાં ક્રાન્તિ લાવવી હોય તો એમાં પરાગ શાહ અગ્રણી બની રહે છે. પરાગ શાહનાં સદ્દકાર્યો અને ગુરુભક્તિથી સૌ વાકેફ છે. અમારી બધી જ સંસ્થાઓ વતી હું BJPને વોટ આપવાની અપીલ કરું છું.

પ્રવીણ પારેખ, કાર્યકર્તા - પારસધામ

વિજય નિશ્ચિત

પરાગ શાહની જીત જે દિવસે તેમણે પ્રકાશ મહેતાની પ્રેરણાથી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર  ફડણવીસની હાજરીમાં BJPમાં પ્રવેશ કર્યો ત્યારથી જ નક્કી છે. હવે આપણું કામ તો એ જીત યાદગાર બની રહે અને વિરોધ પક્ષોના ઉમેદવાર તેમની ડિપોઝિટ ગુમાવે એની છે.  

હરેશ અવલાણી, કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સંઘ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK