૪૦ વર્ષ જૂની સમસ્યાનો અંત ૧૮ મહિનામાં જ લાવીશ ગારોડિયાનગરને સુંદર, સ્વચ્છ,સુશોભિત ને રમણીય બનાવીશ

પ્રવીણ છેડા કૉન્ગ્રેસ છોડશે એવી અફવાનો આખરે આવ્યો અંત

pravin1

ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગર-રાજાવાડીના વિસ્તારો જે વૉર્ડ હેઠળ આવે છે એ વૉર્ડ-નંબર ૧૩૨ના કૉન્ગ્રેસના નગરસેવકના ઉમેદવાર પ્રવીણ છેડા છે. તેમની ગારોડિયાનગર અને રાજાવાડીમાં એમ બે વિસ્તારોમાં ઇલેક્શન-ઑફિસોનું રવિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ લાંબા સમયથી ચાલી રહેલી પ્રવીણ છેડા કૉન્ગ્રેસ છોડશે એ અફવાનો અંત આવ્યો હતો.

આ પ્રસંગે પ્રવીણ છેડાએ જનમેદનીને સંબોધતાં ગારોડિયાનગરની ૪૦ વર્ષ જૂની સમસ્યાઓને ચૂંટાયા પછી ફક્ત ૧૮ મહિનામાં જ ઉકેલી આપવાની ખાતરી આપી હતી એટલું જ નહીં, ૨૪ મહિનામાં આ વિસ્તારને સુંદર, સ્વચ્છ, સુશોભિત અને રમણીય બનાવીશ એવું પણ વચન આપ્યું હતું. શહેર અને ઉપનગરોમાં ઘાટકોપરનો આ વિસ્તાર અનોખો બની રહેશે એવી પણ ખાતરી પ્રવીણ છેડાએ આપી હતી.

આ પ્રસંગે જનતા દલ (સેક્યુલર)ના અધ્યક્ષ ઍડ્વોકેટ અંકિત ગાલાએ કૉન્ગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. આ બાબતની જાણકારી આપતાં પ્રવીણ છેડાએ જનમેદનીને કહ્યું હતું કે ‘કચ્છના રાજનેતા બાબુભાઈ મેઘજી શાહની પ્રેરણાથી અંકિત ગાલાએ કૉન્ગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલાં અંકિત ગાલાએ વૉર્ડ-નંબર ૧૩૨માં જ જનતા દલ (સેક્યુલર) તરફથી નગરસેવક બનવા માટે ઉમેદવારી નોંધાવી હતી જે તેમણે પાછી ખેંચી લીધી હતી.’

pravin2


આ સમયે કચ્છી વાગડ સમાજ અને ગારોડિયાનગરના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BMCનું ઇલેક્શન જાહેર થયું એ પહેલાંથી જ ઘાટકોપરમાં જ નહીં, પૂરા મુંબઈમાં પ્રવીણ છેડા કૉન્ગ્રેસ છોડી દેશે એવી અફવાએ જોર પકડ્યું હતું. ઇલેક્શનના દિવસોમાં તો રોજ અવનવાં મુરતો વૉટ્સઍપ અને અન્ય સોશ્યલ સાઇટના માધ્યમથી જાહેર થતાં હતાં. મેસેજો ફરતા હતા કે પ્રવીણ છેડા ફલાણા-ફલાણા દિવસે ફલાણા સમયે અન્ય પક્ષમાં જોડાશે અને ગારોડિયાનગરની ઉમેદવારીમાંથી પાછા ખસી જશે. આના કારણે ગારોડિયાનગર અને રાજાવાડીના વિસ્તારોના રહેવાસીઓ દ્વિધામાં આવી ગયા હતા, જ્યારે વિરોધ પક્ષો આ સમાચાર સાચા પડે એવી રાહ જોતા હતા. 

આ બાબત પર સ્પષ્ટતા કરતાં ગારોડિયાનગર વેલ્ફેર ફેડરેશન ઑફ હાઉસિંગ સોસાયટીના વાઇસ પ્રેસિડન્ટ રાજેશ અજમેરાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં અનેક વિકાસકાર્યો ઘણાં વષોર્થી લટકી રહ્યાં છે. દર પાંચ વર્ષે અમે એક નવી આશા લઈને વોટિંગ કરવા જતા હતા. અમારા વિસ્તારના રસ્તાઓ, ડ્રેનેજ લાઇન, સિવરેજ લાઇનો આજે સુધરશે, કાલે સુધરશે એવા આંધળા વિશ્વાસ સાથે અમે નગરસેવક ચૂંટીને લાવતા હતા, પરંતુ ૪૦-૪૦ વર્ષ વીતી ગયાં પછી પણ અમારી આશા ઠગારી નીવડી છે. અમે આજે બિસમાર રસ્તાઓ, કથળી ગયેલી ફુટપાથો, ગટરોના ગંદા પાણી જેવી અનેક સમસ્યાની વચ્ચે જીવન વિતાવી રહ્યા છીએ.’

pravin3

આવા સંજોગોમાં અમને પ્રવીણ છેડા જેવા બાહોશ, વચનબદ્ધ, ખંતીલા, કાર્યક્ષમતા ધરાવતા નગરસેવકની ખૂબ જ જરૂર છે એમ જણાવતાં રાજેશ અજમેરાએ કહ્યું હતું કે ‘પણ અફવાઓ અમને મિસગાઇડ કરતી હતી જેનો રવિવારે અંત આવ્યો હતો. તેઓ એક લોખંડી પુરુષ છે. તેમનામાં કાર્યશક્તિ રહેલી છે જેનો હવે ગારોડિયાનગર અને રાજાવાડીને ફાયદો મળશે. ગારોડિયાનગરના રહેવાસીઓને નજીકના ભવિષ્યમાં જ એ જોવા મળશે એટલે જ ગારોડિયાનગરના રહેવાસીઓએ આ ચૂંટણીમાં કાર્યક્ષમ, કાર્યશીલ અને BMC સામે લડી શકે એવા નગરસેવક તરીકે પ્રવીણ છેડાને વિજયી બનાવવાનો નિર્ધાર કર્યો છે.’

મારા માટે ગારોડિયાનગરના રહેવાસીઓએ દર્શાવેલા આત્મવિશ્વાસને હું સહેજ પણ ડગમગવા દઈશ નહીં અને ગારોડિયાનગરની ૪૦ વર્ષ જૂની સમસ્યાનો અંત ૧૮ મહિનામાં જ આવી જશે એવા આક્રમક ઉદ્ગારો સાથે રવિવારે ગારોડિયાનગરની ઇલેક્શન-ઑફિસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવીણ છેડાએ જનમેદની અને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું વાતો કરવા ચૂંટણી લડતો નથી. મેં છેલ્લાં ૨૦ વર્ષથી નગરસેવક તરીકે ઘાટકોપરમાં અનેક વિકાસકાર્યો કર્યા છે, લોકચાહના મેળવી છે. મારા પર ઘાટકોપરવાસીઓએ મૂકેલા વિશ્વાસને મેં જીવંત રાખ્યો છે. ઘાટકોપરની અનેક સામાજિક સંસ્થાઓ મારા પડખે ઊભી છે. તેમને ખબર છે કે પ્રવીણ છેડા સ્પષ્ટવક્તા છે અને તે કોઈને ગેરમાર્ગે ક્યારે પણ દોરશે નહીં. જે રીતે મેં અગાઉ મારાં કાયોર્ના માધ્યમથી કાર્યસમþાટનું બિરુદ મેળવ્યું છે એ હું ફરીથી સાબિત કરીને જ જંપીશ.’

pravin

ગારોડિયાનગરના રહેવાસીઓને પ્રાઇવેટ લેઆઉટનો દાવો કરીને વષોર્થી નાગરી સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. એ સંદર્ભમાં જનમેદનીને પ્રવીણ છેડાએ કહ્યું હતું કે ‘વિદ્યાવિહાર-ઈસ્ટના રેલવે-સ્ટેશનની સાવ જ નજીક આવેલી ચિતરંજન કૉલોનીનો વિકાસ પચીસ વર્ષથી આવાં જ કારણોસર રૂંધાયો હતો. કોઈ રાજનેતાને આ કૉલોની સામે જોવાની ફુરસદ નહોતી. આ વિસ્તારના રહેવાસીઓએ મારા પર વિશ્વાસ રાખીને મને નગરસેવક તરીકે BMCમાં મોકલ્યો હતો જેનું રિઝલ્ટ તેમને ૧૮ મહિનામાં જ જોવા મYયું હતું. આ વિસ્તારમાં ૧૮ મહિનામાં મેં ૧૮થી વધુ રસ્તાઓનું રિનોવેશન, ગટરો અને સિવરેજ લાઇનમાં સુધારણા કરાવી આપી હતી. આવી જ રીતે હું ગારોડિયાનગરના રસ્તાઓ અને અન્ય નાગરી સુવિધાઓ ૧૮ મહિનામાં ઉપલબ્ધ કરી આપવા કટિબદ્ધ છું.’ 

ઘાટકોપરમાં એક ગાર્ડનને સેલ્ફી પૉઇન્ટ બનાવી જેમ જોવાલાયક સ્થળ બનાવ્યું એવી જ રીતે ૨૪ મહિનામાં ગારોડિયાનગરનો વિસ્તાર મુંબઈનો એક અનોખો વિસ્તાર બની જશે એમ જણાવતાં પ્રવીણ છેડાએ કહ્યું હતું કે ‘છેલ્લાં ૪૦ વર્ષથી આ વિસ્તારના રહેવાસીઓ કથળી ગયેલા રસ્તાઓ, ઊભરાતી ગટરો, હાડકાં ભાંગી જાય એવી ફુટપાથો જોઈ રહ્યા છે. આ રહેવાસીઓ હું નગરસેવક બન્યા પછી ગારોડિયાનગરને સુંદર, સ્વચ્છ, સુશોભિત અને રમણીય બનેલું જોશે.’

તેમના પ્રવચનમાં તેમણે તીખા શબ્દોમાં મહાનગરપાલિકામાં ચાલી રહેલાં કૌભાંડોની રજૂઆત કરી હતી.

સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓનાં વક્તવ્ય

પ્રવીણ છેડાની ગારોડિયાનગરની ઑફિસના ઉદ્દઘાટન સમયે અનેક સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓએ પ્રવીણ છેડા વિશે તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સાંજના રાજાવાડીમાં ઑફિસના ઉદ્ઘાટન પ્રસંગે ચિતરંજન કૉલોની, શાસ્ત્રીનગર, જવાહરનગર, ડી કૉલોનીના ૮૦૦થી વધુ રહેવાસીઓએ હાજરી આપી હતી.

બાબુભાઈ મેઘજી શાહ, ભૂતપૂર્વ નાણાપ્રધાન, ગુજરાત અને કચ્છી અગ્રણી

પ્રવીણ છેડા સેવાભાવી અને કર્મઠ નગરસેવક છે. કચ્છી સમાજનો પહેલો નગરસેવક વિરોધ પક્ષનો નેતા બન્યો છે. તેઓ સમગ્ર ઘાટકોપરમાં છવાયેલા છે. કચ્છી સમાજમાં પણ તેમનો સારો દબદબો રહેલો છે. તેમની પ્રતિભા ઊંચી છે. વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે નામ ઉજાYયું છે.

વિજય સેજવાલ, રહેવાસી, નાથ પૈ નગર

અમે ૪૫ વર્ષથી નાથ પૈ નગરમાં રહીએ છીએ. અમારા વિસ્તાર તરફ આજદિન સુધી કોઈએ જોયું નથી, પરંતુ થોડા દિવસ પહેલાં અમે પ્રવીણ છેડા સાથે મીટિંગ કરી અને અમારી સમસ્યાઓની તેમને જાણકારી આપી હતી. તેમણે અમારી સમસ્યાની તરત જ નોંધ લીધી હતી અને એ સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી શરૂ કરી હતી. અમને વિશ્વાસ છે કે આવી વ્યક્તિ નગરસેવક બનીને અમારા વિસ્તારની સમસ્યાઓ જરૂર દૂર કરશે.

સંતોષ તોમાર, શાંતિ પાર્કના રહેવાસી

અમે ઘણાં વર્ષથી મજબૂરીથી વોટ આપીએ છીએ, પરંતુ આ ચૂંટણીમાં પ્રવીણ છેડા ઉમેદવાર હોવાથી અમારી કોઈ જ મજબૂરી નથી. અમારી અનેક સમસ્યાઓ ૨૦ વર્ષ જૂની હતી જે પ્રવીણ છેડાએ ૨૪ કલાકમાં સૉલ્વ કરી આપી હતી. આથી અમે તેમને હવે ચૂંટીને ન લાવીએ તો અમારા જેવા મૂરખ કોઈ નહીં.

દિલીપ ગાંધી, ટ્રસ્ટી, હિંગવાલા જૈન ઉપાશ્રય

બુદ્ધિવાન અને કાર્યશીલ નગરસેવક. તેઓ ઘાટકોપરમાં ત્રણ વર્ષમાં પરિવર્તન લાવ્યા છે. વિરોધ પક્ષના નેતા તરીકે તેઓ સફળ રહ્યા છે.

- ઍડ્વોકેટ અંકિત ગાલા, વલ્લભબાગ લેન

ઘાટકોપરના ડેવલપમેન્ટ પ્લાનનું BMCમાં કોઈને સંપૂર્ણ જ્ઞાન હોય તો એ પ્રવીણ છેડા છે. તેમણે ગારોડિયાનગરના રસ્તાઓ માટે જે પ્લાન બનાવ્યો છે એ એટલો સુપર્બ છે કે આજદિન સુધી કોઈએ તૈયાર કર્યો નથી. આ જ તેમની કાર્યશક્તિનું ઉદાહરણ છે. તેઓ જરૂર ગારોડિયાનગર અને ઘાટકોપરમાં પરિવર્તન લાવશે એમાં સહેજ પણ શંકા નથી.

- દિલીપ સંઘવી, આર્કિટેક્ટ, ગારોડિયાનગરના રહેવાસી

છેલ્લા એક વર્ષથી આ વિસ્તારનો રહેવાસી છું. રસ્તાઓ અને પ્રાઇવેટ લેઆઉટની અંદરની ઘણી વાતો હું જાણું છું. આ સમસ્યાનો અંત એક જ વ્યક્તિ લાવી શકે એમ છે અને એ છે પ્રવીણ છેડા.

- દીપેશ ખાટડિયા, ભૂતપૂર્વ પ્રમુખ, હિંગવાલા લેન ઉપાશ્રય


પ્રવીણ છેડા જૈન હોવા છતાં તેઓ નાતજાતના ભેદભાવ વગર કાર્ય કરે છે. તેઓ તેમના વૉર્ડ સિવાયના અન્ય વૉર્ડમાં પણ તેમની કાર્યશક્તિનો પરિચય આપે છે. આ જ તેમની મોટી ખૂબી છે. એક વૉર્ડ નહીં, પૂરા ઘાટકોપરના વિકાસ માટે તેઓ ઍક્ટિવ છે. ઘાટકોપરના વધુ વિકાસ માટે પ્રવીણ છેડાને નગરસેવક બનાવીએ.

- ધર્મેશ સોટા, સુધા પાર્ક

અમારે ત્યાં ઘણા સમયથી રિક્ષા પાર્કિંગની સમસ્યા છે. આ પહેલાં ઘણા આવ્યા અને ઘણા ગયા, પરંતુ કોઈ આ સમસ્યાના નિવારણમાં સફળ થયા નથી. પ્રવીણ છેડા ૨૪ કલાકમાં આ સમસ્યાને દૂર કરશે એવું તેમણે અમને વચન આપ્યું છે. અમને વિશ્વાસ છે કે તેઓ તેમના વચનને પૂર્ણ કરશે.

મહેશ કેનિયા, વલ્લભબાગ લેન

અમારા વિસ્તારની ફૂડ-સ્ટૉલની સમસ્યાનો અંત લાવવાનો કોર્ટનો ઑર્ડર હોવા છતાં BMC ઍક્શન લેતી નથી. દોઢ વર્ષથી ઑર્ડર અભરાઈ પર ચડાવી દેવાયો છે. આવા સમયે હવે અમને ફક્ત પ્રવીણ છેડા પર જ આશા છે. 

રઘુનાથ શેટ્ટી, પ્રમુખ, રોટરી ક્લબ ઑફ મુંબઈ વિદ્યાવિહાર

મહાનગરપાલિકાની સ્કૂલ બચાવવા અને એનું નવનર્મિાણ કરવા જેવું અદ્દભુત કાર્ય પ્રવીણ છેડાએ કર્યું છે. અમારી સંસ્થા ક્યારેય કોઈ રાજનેતા સાથે જોડાતી નથી. ફક્ત સમાજસેવાનાં કાર્યો કરે છે, પણ પ્રવીણ છેડા એમાં અપવાદરૂપ છે. તેમના ઉદ્દેશ અમારી સંસ્થાના ઉદ્દેશ જેવા જ છે જેને કારણે અમે પ્રવીણ છેડાની સાથે ઊભા છીએ. નાઇન્ટી ફીટના એક ગાર્ડનની સમસ્યા તેમણે ૨૪ કલાકમાં સૉલ્વ કરી આપી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK