મને વિરોધ પક્ષોએ સંત કહ્યો છે એટલે એ બિરુદની ગરિમા જાળવવાનો તથા ઘાટકોપરના પરિવર્તન અને વિકાસનો હું સંકલ્પ કરું છું

વૉર્ડ-નંબર ૧૩૨ના BJPના ઉમેદવાર પરાગ શાહ લોકોની ફરિયાદ સાંભળવા અને એનું નિરાકરણ લાવવા શરૂ કરશે ઍડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસ : તેઓ કહે છે કે દરેક બિલ્ડિંગની એક વ્યક્તિ મારી સાથે નગરસેવક બનીને ઘાટકોપરના પરિવર્તન અને વિકાસ માટે કાર્યશીલ બને

parag1

ઘાટકોપરના વિકાસ માટે અને એમાં પણ મુખ્યત્વે ગારોડિયાનગરની ૪૦ વર્ષ જૂની સમસ્યાઓને સુલઝાવવા માટે BMCના વૉર્ડ-નંબર ૧૩૨ના નૉન-પૉલિટિકલ પણ ડાયનૅમિક કૅન્ડિડેટ પરાગ શાહ કટિબદ્ધ છે. એમાં સફળતાપૂર્વક પાર ઊતરવા માટે પરાગ શાહે ગારોડિયાનગરના વિકાસનો સંકલ્પ કર્યો છે. પરાગ શાહે એના માટે રહેવાસીઓની, BJPના કાર્યકરોની, આર્કિટેક્ટો જેવી વિશેષ વ્યક્તિઓની જુદી-જુદી ટીમ બનાવવાનો નિર્ધાર કર્યો છે. આ સાથે તેમણે ભવિષ્યમાં પણ લોકોની સમસ્યાઓ સાંભળવા અને એનું નિરાકરણ લાવવા માટે ઍડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસ શરૂ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. શુક્રવારે સવારે તેમના સંકલ્પને વધાવવા અને તેમને શુભેચ્છા આપવા અનેક શુભેચ્છકોની ભીડ જામી હતી.

પરાગ શાહે ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં BJPમાં પ્રવેશ કર્યો અને તેમને પાર્ટીએ વૉર્ડ-નંબર ૧૩૨ના નગરસેવકના ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી ઘાટકોપરમાં આવી સામાજિક અને રઈસ વ્યક્તિ તેમના વિસ્તારોની ગટરોની સાફસફાઈ કરાવવા રસ્તા પર ઊતરશે કે નહીં, ગંદા પાણીમાં ચાલશે કે નહીં જેવા અનેક વિષયો ચર્ચાસ્પદ બન્યા છે. આની સામે પરાગ શાહે ઘાટકોપરના એમાં પણ મુખ્યત્વે ગારોડિયાનગરના વિકાસનો સંકલ્પ કર્યો હતો.

પોતાના સંકલ્પ વિશે અને મિશન પરિવર્તન અંતર્ગત તેઓ નગરસેવક બન્યા પછી રોડ, ગટર, પાણી, ટૉઇલેટનાં કાર્યો કેવી રીતે કરશે એના માટે પરાગ શાહે મિડ-ડે LOCALને એક ખાસ મુલાકાત આપી હતી. આ મુલાકાતમાં પરાગ શાહે કરોડપતિ વ્યક્તિ સમાજસેવાનો ભેખ ધરીને લોકસેવા-સમાજસેવાનાં કાર્યો કેવી રીતે કરી શકે એના વિશે મન મૂકીને વાતો કરી હતી.

હું ગારોડિયાનગરની ૩૦ વર્ષ જૂની સમસ્યાઓના નિરાકરણને સરળ બનાવવા એક ટીમ બનાવીશ એમ જણાવતાં પરાગ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ ટીમમાં સ્થાનિક રહેવાસીઓ જેની નિમણૂક કરશે એવી બે વ્યક્તિઓ, BJPના બે અનુભવી કાર્યકરો અને મારા તરફથી બે વ્યક્તિઓ સાથે મળીને કામ કરશે એટલું જ નહીં, મારા પ્લાનને સફળ બનાવવા ઘાટકોપરના પ્રતિષ્ઠિત આર્કિટેક્ટો પણ આ ટીમમાં જોડાશે. આ વિસ્તારની સમસ્યા ૪૦ વર્ષ જૂની છે એનું નિરાકરણ કરવા નગરસેવક અને રહેવાસીઓએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. આ કારણે જ આ સમસ્યાઓના નિરાકરણ માટે જુદી-જુદી ટીમ રચવામાં આવશે.’

લોકો નગરસેવકને ચૂંટીને તેના પર નર્ભિર રહે છે એમ જણાવતાં પરાગ શાહે કહ્યું હતું કે ‘ઘાટકોપરના વિકાસ માટે દરેક વ્યક્તિ જ્યારે પોતાને નગરસેવક સમજતી થઈ જશે ત્યારે એ વિકાસની સ્પીડ વધી જશે. દરેક બિલ્ડિંગમાં એક વ્યક્તિ નિ:સ્વાર્થપણે સમાજ માટે, ઘાટકોપર માટે, ગારોડિયાનગર માટે સક્રિય બનીને કાર્ય કરશે તો એ સમય દૂર નથી કે ઘાટકોપર મુંબઈનું એક અનોખું ઉપનગર બની રહેશે.’

હું વિકાસના ઉદ્દેશ સાથે મેદાનમાં ઊતર્યો છું એ સંદર્ભમાં પરાગ શાહે કહ્યું હતું કે ‘જ્યારે હું કોઈ ઉદ્દેશ સાથે મેદાનમાં ઊતરું છું ત્યારે એ ઉદ્દેશ પૂર્ણ કરવા મારી જાતને એમાં હોમી દઉં છું. હું કાર્યમાં ઓતપ્રોત થઈ જાઉં છું. આ જ કારણોથી મેં નગરસેવક બન્યા પછી ઘાટકોપરમાં લોકોની ફરિયાદ સાંભળવા અને એના નિરાકરણ માટે એક ઍડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસ શરૂ કરવાનો પણ અત્યારથી જ પ્લાન બનાવી લીધો છે જેમાં મારા કાર્યકરો હાજર રહેશે. આ સિવાય લોકો મને ઈ-મેઇલ પર પણ ફરિયાદ કરી શકશે.’

તમને વિરોધ પક્ષો સંત કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ પરાગ શાહે રાજ્યસભામાં જવાની જરૂર હતી એવી ટિપ્પણી સામે હસતાં-હસતાં જવાબ આપતાં પરાગ શાહે કહ્યું  હતું કે ‘મેં જ્યારથી આ વાતો મીડિયાના માધ્યમથી જાણી ત્યારથી મને ખૂબ જ આનંદ થયો છે. મારો એવો ખ્યાલ હતો કે રાજનીતિમાં એકબીજા પર છાંટા ઉડાડવામાં આવતા હોય છે, પરંતુ વિરોધ પક્ષોએ મને સંત કહીને મારી પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાવી દીધા છે. તેમણે સંત સાથે મારી સરખામણી કરી છે. હવે સંતોના એ બિરુદની ગરિમા જાળવવા માટેનો હું સંકલ્પ લઉં છું. ૪૭ વર્ષની કારર્કિદીમાં મારી પર કોઈ જ કાળો ડાઘ લાગ્યો નથી. હું ભવિષ્યમાં એક પણ ડાઘ લાગવા દઈશ નહીં. મને મળેલા બિરુદની ગરિમાનું હું પૂર્ણપણે પાલન કરીશ એટલે જ મારી કાર્ય કરવાની પદ્ધતિ પારદર્શક જ રહેશે જે મને સફળતાના રાહ પર લઈ જશે. લોકોએ મારા પર મૂકેલા વિશ્વાસને હું પરિપૂર્ણ કરીશ.’

મારાં કાયોર્માં સફળતા મળે અને પારદર્શકતા રહે એના માટે જ મારી જેમ પારદર્શકતા રાખીને સમાજલક્ષી ધ્યેય સાથે જે વ્યક્તિઓ કામ કરવા ઇચ્છતી હશે તેમને મારી સાથે જોડીશ એમ જણાવતાં પરાગ શાહે કહ્યું હતું કે ‘આવી વ્યક્તિઓને અન્ય રહેવાસીઓની મંજૂરી અને વિશ્વાસ સાથે મારી ટીમમાં સામેલ કરીશ. આ જ રીતે પાર્ટીના જે બે કાર્યકરો અનુભવી હશે અને સેવાનો ઉદ્દેશ ધરાવતા હશે તેમને પણ મારી ટીમમાં સામેલ કરવામાં આવશે. આ ટીમ સાથે મળીને વિવિધ કામોની સ્ટડી કરીને એના પર ધ્યાન રાખશે. હું સૌની સાથે મળીને કામ કરીશ. મારી તો મહત્વાકાંક્ષા છે કે હું એકલો જ નહીં, દરેક બિલ્ડિંગની એક વ્યક્તિ મારી સાથે નગરસેવક બનીને ઘાટકોપરના પરિવર્તન અને વિકાસ માટે કાર્યશીલ બને.’

હું મોટો માણસ છું એટલે ગટરના ગંદા પાણીમાં ચાલીશ નહીં એવો વિરોધ પક્ષો મારી સામે પ્રચાર કરી રહ્યા છે એમ જણાવતાં પરાગ શાહે કહ્યું હતું કે ‘આ બધી ભ્રામક વાતો છે. લોકોને મિસગાઇડ કરવાની આ રાજનીતિ છે. મુંબઈમાં જીવન જીવતી એક પણ એવી વ્યક્તિ બતાવો જેને સંજોગોને આધીન ગંદા પાણીમાં ચાલવું ન પડ્યું હોય. દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક ગંદા પાણીમાં ચાલવું પડે છે એટલે સમય આવ્યે મારે ચાલવું પડે તો મને એમાં સહેજ પણ સંકોચ નહીં થાય.’

પ્રકાશ મહેતાના પ્રતિભાવ

પરાગ શાહના ટીમવર્ક-પ્લાનિંગ બાબત સામે પ્રતિભાવ આપતાં ઘાટકોપર-ઈસ્ટના BJPના વિધાનસભ્ય અને હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પહેલાં તો પરાગ શાહ રઈસ છે એટલે નહીં પણ તે એક સંનિષ્ઠ સામાજિક કાર્યકર છે એટલે તેમને BJPમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. પરાગ શાહ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસના સિદ્ધાંતો અને ઉદ્દેશ ધરાવે છે. પરાગ શાહ નૉન-પૉલિટિકલ, સ્વચ્છ ચરિત્રવાળા, નીતિવાન તથા કર્મવીર છે. તેઓ પોકળ વચનો આપીને નહીં પણ લોકોને તેમનાં સામાજિક કાયોર્થી આકર્ષિત કરી રહ્યા છે. તેમના રાજકારણમાં આવવાથી રાજકારણને એક નવી દિશા મળશે. પરાગ શાહ શુદ્ધ રાજકારણનું પ્રતીક છે. તેમના જેવી વ્યક્તિ ઘાટકોપરના વિકાસ માટે સક્ષમ છે. પરાગ શાહે મિશન પરિવર્તન સાથે ઘાટકોપરના વિકાસનો જે સંકલ્પ લીધો છે એ આવકારદાયક છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK