હૉસ્પિટલની લાપરવાહીને કારણે ટીનેજરે જીવ ગુમાવ્યો? કોઈ ડૉક્ટર હાજર નહોતા

ભાઈંદરમાં રહેતી ૧૭ વર્ષની ટીનેજરને તાવ આવ્યો હોવાથી તેને મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની પંડિત ભીમસેન જોશી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

vaishali


જોકે આ ટીનેજરની સારવાર માટે ડૉક્ટર જ ન હોવાથી તેનું સોમવારે રાતે મૃત્યુ થયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. આ આક્ષેપને કારણે ટીનેજરના મૃતદેહને JJ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જોકે આ ઘટના બન્યા બાદ રોષે ભરાયેલા ટીનેજરના પરિવારજનોની હૉસ્પિટલ પરિસરમાં ભીડ જોવા મળી હતી. એથી ઘટનાસ્થળે પોલીસનો બંદોબસ્ત સુધ્ધાં કરવામાં આવ્યો છે.

ભાઈંદર (વેસ્ટ)માં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર નગરમાં રહેતી ૧૭ વર્ષની વૈશાલી ડુંમરે બારમા ધોરણમાં માલેગાંવની કૉલેજમાં ભણતી હતી. જોકે ગણપતિની રજા હોવાથી તે પોતાના ઘરે મમ્મી-પપ્પા સાથે રહેવા આવી હતી. તેને થોડો તાવ આવવા લાગ્યો હોવાથી તેના પેરન્ટ્સ તેને સોમવારે સવારે નવ વાગ્યાની આસપાસ સારવાર માટે મહાનગરપાલિકાની હૉસ્પિટલમાં લાવ્યા હતા.

વૈશાલીની તપાસ થયા બાદ લગભગ સાડાદસ વાગ્યે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે સાંજ થતાં તેને અસહ્ય વેદના શરૂ થઈને નાક અને મોંમાંથી લોહી આવવા લાગ્યું હતું. તેની હાલત વધુ ખરાબ થતાં તેને કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. એ વખતે તેના પ્લેટલેટ્સ ૩૬ હજાર સુધી હતા. કાંદિવલી સુધી જતાં મોડું થશે એથી વૈશાલીને પાસે આવેલી કસ્તુરી નામની પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં ડૉક્ટરે વૈશાલીને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. તેને ફરી મહાનગરપાલિકાની હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરે છેલ્લો પ્રયત્ન કર્યો, પણ વૈશાલીનું મૃત્યુ થઈ ગયું હતું.

વૈશાલીના મૃત્યુ વિશે માહિતી મળતાં તેના પરિવારજનો અને પાડોશીઓ હૉસ્પિટલમાં ભેગા થઈ ગયા હતા. એ સાથે અનેક નગરસેવિકા અને નગરસેવકો પણ હૉસ્પિટલમાં તરત જ પહોંચ્યાં હતાં. મહાનગરપાલિકાની હૉસ્પિટલમાં ડૉક્ટર ૧૨ કલાક સારવાર માટે ઉપલબ્ધ ન હોવાથી હૉસ્પિટલ અને ડૉક્ટરની લાપરવાહીને કારણે વૈશાલીનું મૃત્યુ થયું હોવાનો આરોપ પરિવારજનોએ લગાડ્યો હતો. મહાનગરપાલિકાના પ્રભારી મેડિકલ ઑફિસર ડૉ. પ્રકાશ જાધવ સહિત અન્ય ડૉક્ટર પણ હૉસ્પિટલમાં પહોંચી ગયા હતા. જોકે તનાવ વધવા લાગ્યો હોવાથી મોટા પ્રમાણમાં પોલીસ હૉસ્પિટલના પરિસરમાં તહેનાત કરવામાં આવી હતી.

જોકે હૉસ્પિટલે ભાઈંદર પોલીસને આ વિશે માહિતી આપી હતી કે પરિવારજનોએ મહાનગરપાલિકાની હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરવાનીં ના પાડતાં મૃતદેહને JJ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. વૈશાલીના પરિવારજનોએ ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં જઈને ગુનો દાખલ કરવાની માગણી સુધ્ધાં કરી છે. ભાઈંદર પોલીસે આ પ્રકરણમાં અકસ્માત મૃત્યુની નોંધ કરી છે તેમ જ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની આવશ્યક કાર્યવાહી કરવામાં આવશે.

મહાનગરપાલિકાનું શું કહેવું છે?

આ ઘટના વિશે માહિતી આપતાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના મેડિકલ ઑફિસર ડૉ. પ્રકાશ જાધવે કહ્યું હતું કે ‘વૈશાલી પર ઉપચાર કરવાની સાથે તેને બચાવવાના બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પેરન્ટ્સની ભાવના અમે સમજી શકીએ છીએ. મહાનગરપાલિકાની ટેંબા હૉસ્પિટલમાં ICU સંબંધિત બધી સામગ્રી તો ઉપલબ્ધ છે, પરંતુ ICU વૉર્ડ નથી. એથી પેશન્ટની ગંભીર અવસ્થામાં તેમને શતાબ્દી અથવા અન્ય હૉસ્પિટલમાં દાખલ કરવાનું કહેવામાં આવે છે.’Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy