ખંડણી માગવાના આરોપસર BJPના કાર્યકરની ધરપકડ

મીરા-ભાઈંદર BJPના જિલ્લા ઉપાધ્યક્ષ અને તેના બે સાથીદારની ભાઈંદરના એક બારમાલિક પાસે ૨૦ હજાર રૂપિયા ખંડણી માગવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

BJP1

ખંડણીના ઇન્સ્ટૉલમેન્ટરૂપે પાંચ હજાર રૂપિયા લેતી વખતે આ પદાધિકારી અને તેના બે સાથીને નવઘર પોલીસ દ્વારા રંગેહાથ પકડવામાં આવ્યા હતા. પક્ષે પણ તેની મેમ્બરશિપ રદ કરી છે.

ભાઈંદર (ઈસ્ટ)માં સ્ટેશન પાસે રૂપેશ બાર ઍન્ડ રેસ્ટોરાં છે. આ બારમાં BJPના મીરા-ભાઈંદરના જિલ્લા ઉપાધ્યક્ષ લલિત ભાનેરિયા અને તેના બે સાથીદાર રાજેશ યાદવ અને હરેન્દ્ર સિંહ બારમાં વિડિયો શૂટિંગ કરી રહ્યા હતા. એના દ્વારા એ બારના માલિક અશોક શેટ્ટીને તમારા બાર વિશે ફરિયાદ કરીશ અને બંધ કરાવીશ, પોલીસ સાથે સારો સંબંધ છે એવી ધમકી આપી બારમાલિક પાસે દર મહિને ૨૦ હજાર રૂપિયાની માગણી કરી હતી.

BJP

બારમાલિકે આ વિશે ભાઈંદરના ઍડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અતુલ કુલકર્ણીને ફરિયાદ કરી હતી. તેમના આદેશ અનુસાર નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રામ ભાલસિહની પોલીસ-ટીમે એક ટ્રૅપ ગોઠવ્યો હતો તેમ જ ૨૦ હજાર રૂપિયાની ખંડણીની રકમમાંથી પાંચ હજાર રૂપિયાનો પહેલો હપ્તો લેતી વખતે લલિત, રાજેશ અને હરેન્દ્રની રંગેહાથ ધરપકડ કરવામાં આવી હતી. એ ઉપરાંત પોલીસે BJPના જિલ્લા અધ્યક્ષ અને BJPના જિલ્લા ઉપાધ્યક્ષ એમ બે નામ ધરાવતી એક કાર પણ જપ્ત કરી હતી. પોલીસ-તપાસમાં લલિત ભાનેરિયા BJPના યુવા સેલના ઉપાધ્યક્ષ હોવાનું જણાયું હતું. ઉલ્લેખનીય છે કે આ કેસ નોંધાયા બાદ અન્ય ચાર બારમાલિક પણ ખંડણીની ફરિયાદ કરવા આગળ આવ્યા છે. એથી તપાસ કરીને આરોપી સામે એ વિશે પણ ફરિયાદ નોંધાશે.

BJPના મીરા-ભાઈંદર જિલ્લા અધ્યક્ષ હેમંત મ્હાત્રેએ આ વિશે કહ્યું હતું કે ‘લલિત ભાનેરિયાને મહિના પહેલાં પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને તેની મેમ્બરશિપ પણ રદ કરવામાં આવી છે. તેને પક્ષ સાથે કંઈ લેવા-દેવા નથી છતાં તે પક્ષના પ્રતીક અને પદ વિશે માહિતી ધરાવતી કાર લઈને ફરતો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK