શૉકિંગ - રક્ષાબંધનના બીજા જ દિવસે સગીર ભાઈએ ૧૯ વર્ષની બહેનનો જીવ લીધો

બહેન મોડી રાત સુધી ફોન પર વાત કરતી હોવાથી થયેલા ઝઘડા બાદ ગુસ્સામાં દુપટ્ટાથી ગળું દબાવી નાખ્યું

dupatta

પ્રીતિ ખુમાણ ઠાકુર

વાલિવ પોલીસ-સ્ટેશન અંતર્ગત આવેલા વસઈના એક વિસ્તારમાં ૧૬ વર્ષનો ભાઈ તેની ૧૯ વર્ષની બહેન સતત ફોન પર વાત કરતી હોવાથી ચિડાઈ ગયો હતો અને ગુસ્સામાં તેણે રક્ષાબંધનના બીજા જ દિવસે તેનો જીવ લઈ લીધો હતો. વાલિવ પોલીસે ફરિયાદ નોંધીને સગીર વયના ભાઈની ધરપકડ કરી છે અને તેને ગઈ કાલે ભિવંડીના ચિલ્ડ્રન્સ રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો છે.

મુંબઈ-અમદાવાદ હાઇવે પાસે આવેલા પાલનાપાડામાં ૧૯ વર્ષની કાજલ ગૌતમ પગારે તેના બે ભાઈ અને મમ્મી-પપ્પા સાથે રહેતી હતી. પપ્પા જલગાંવમાં પોતાની માતાને મળવા ગયા હતા, જ્યારે મમ્મી બોરીવલીમાં ઘરકામ કરવા ગઈ હતી અને મોટો ભાઈ મુંબઈમાં કામ પર ગયો હતો. કાજલનો નાનો ભાઈ અને તે બન્ને ઘરમાં એકલાં હતાં. આ વિશે માહિતી આપતાં વાલિવ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર ભરત જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૯ વર્ષની યુવતી એક છોકરા સાથે પ્રેમ કરતી હતી અને તે સતત મોબાઇલ પર તેની સાથે વાત કરતી હતી એટલું જ નહીં, રાતે પણ મોડે સુધી તેની સાથે ફોન પર વાત કરતી હતી એથી તેના નાના ભાઈની ઊંઘ ખરાબ થઈ જતી હોવાથી બન્ને વચ્ચે આ વિશે વારંવાર ઝઘડો થતો હતો. સોમવારે બપોરે મોટો ભાઈ અને મમ્મી કામ પર જતાં રહ્યાં ત્યારે બન્ને વચ્ચે ફરી આ વાતને લઈને ઝઘડો થયો હતો. સાંજ સુધીમાં આ ઝઘડો ઘણો વધી ગયો હતો અને એથી ગુસ્સામાં ભાઈએ બહેનની જ ઓઢણીથી તેનું ગળું દબાવી દીધું હતું. એ બાદ ભાઈએ તેના એક મિત્રને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો અને ડેડ-બૉડીને ડિસ્પોઝ કરવાની વાત કરી હતી. જોકે આ વાત પાડોશમાં રહેતી વ્યક્તિ સાંભળી ગઈ અને તેણે ઘરે જઈને જોયું તો યુવતી જમીન પર પડી હતી અને તેના મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું. એથી તે ભાગતી ઘરે ગઈ અને અન્ય લોકોની મદદથી તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને ગઈ કાલે વસઈ કોર્ટમાં રજૂ કર્યો હતો અને ત્યાંથી તેને ચિલ્ડ્રન્સ રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો છે તેમ જ પોલીસે ડેડ-બૉડીને તાબામાં લઈને પોસ્ટ-મૉર્ટમ માટે મોકલી છે અને પોલીસે ઓઢણીને પણ જપ્ત કરીને ફૉરેન્સિક ઍનૅલિસિસ માટે મોકલી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK