વસઈમાં એક જ રાતમાં સાત જગ્યાએ ચોરી

વસઈ તાલુકામાં ચોરીના બનાવો પર પૂર્ણવિરામ મુકાતું જ ન હોય એવું લાગે છે.

vasai

પ્રીતિ ખુમાણ ઠાકુર

ગઈ કાલે વસઈ રેલવે-સ્ટેશન વિસ્તારમાં માણિકપુર પોલીસ-સ્ટેશનની હદમાં ચોરીના ૭ બનાવ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે એક સતર્ક દુકાનદારને કારણે એક આરોપીને પકડવામાં રહેવાસીઓ સફળ થયા હતા. જોકે ચોરીના બનાવોને લીધે સ્થાનિક રહેવાસીઓમાં ભયનું વાતાવરણ પ્રસર્યું છે.

વસઈમાં ગુરુનાનક નગરમાં આવેલી અભિજિત ઝેરોક્સ નામની દુકાનમાં ગઈ કાલે સવારે અમુક અજાણ્યા ચોરો શટર તોડીને સૅમસંગ કંપનીના મોબાઇલ અને ગલ્લામાં રહેલા ૩૦૦૦ રૂપિયા લૂંટી ગયા હતા. ત્યાર બાદ ચોરોએ મોહનલાલ રૂપચંદ જૈનના કુસુમ મેડિકલ નામની દુકાનમાંથી ૩૦૦૦ રૂપિયા ચોર્યા હતા. એ જ રીતે સંજય કુવાવતની દયારામ કચોરી નામની દુકાનમાંથી ૧૩૦૦ રૂપિયા અને બૅન્કનું ATM કાર્ડ ચોર્યું હતું. ત્યાર બાદ પ્રફુલ નારખિડેની પીનેટ કમ્પ્યુટર નામની દુકાનમાં પણ ચોરી કરી હતી. જોકે એ દરમ્યાન પીયૂષ દવે નામના યુવકની દુકાનમાં એક ચોર ઘૂસ્યો ત્યારે બાજુના દુકાનદારને ચોરી થઈ રહી હોવાની શંકા ગઈ એટલે તેણે બિલ્ડિંગના સિક્યૉરિટી ગાર્ડને અને સોસાયટીના પદાધિકારીઓને ફોન કરીને માહિતી આપી હતી. સોસાયટીના પદાધિકારી અને સિક્યૉરિટી ગાર્ડને આવતા જોઈને દુકાનની બહાર ઊભેલા ચોરો નાસી ગયા હતા, પરંતુ દુકાનની અંદર રહેલા ચોરને પકડવામાં સફળતા મળી હતી. તેને માણિકપુર પોલીસને હવાલે કર્યો હતો. એ દરમ્યાન હૅપી પૅલેસ બિલ્ડિંગમાં દુકાન નંબર-પાંચમાં મૉડર્ન ગૅલેરી નામની સાડીની દુકાનમાં પણ રોકડ રૂપિયા અને મોબાઇલ ચોરાયાં હતાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy