દહિસરમાં એકસાથે ૧૭ રિક્ષાના કાચની તોડફોડ

અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા આ કામ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગણી

auto1

દહિસર (ઈસ્ટ)માં રસ્તા પર ઊભેલી એક-બે નહીં, ૧૭ રિક્ષાના કાચ તોડીને એને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો બનાવ બન્યો છે. આ બનાવને કારણે આ વિસ્તારના રિક્ષા-ડ્રાઇવરો રોષે ભરાયા છે અને પોતાની નારાજગી પણ બતાવી છે. અસામાજિક તત્વો દ્વારા તેમની રોજી-રોટી પર લાત મારવામાં આવી હોવાથી તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ કરવામાં આïવી છે. રવિવારે રાતે લગભગ એક વાગ્યાની આસપાસ બનેલા આ બનાવને કારણે દહિસર પોલીસનો કોઈ ડર આવાં અસામાજિક તત્વોમાં શું નથી એવો પ્રશ્નો રિક્ષા-ડ્રાઇવરો દ્વારા કરવામાં આવ્યો છે.

દહિસર (ઈસ્ટ)માં આનંદનગર પાસે આવેલા ભાબલી પાડા વિસ્તારમાં રહેતા રિક્ષા-ડ્રાઇવરો તેમની રિક્ષા દહિસરમાં ઈસ્ટમાંથી વેસ્ટમાં જતા બ્રિજ નીચે વર્ષોથી પાર્ક કરે છે. જોકે કેટલાંક અસામાજિક તત્વોએ ત્રણેક દિવસ પહેલાં અહીં પાર્ક કરેલી ત્રણથી ચાર રિક્ષાની સીટનું રેક્ઝિન કાપી નાખ્યું હતું અને એને નુકસાન કર્યું હતું. ત્યાર બાદ ફરી ૧૭ રિક્ષાના કાચ તોડીને ભારે નુકસાન કરવામાં આવ્યું છે એટલે આખા વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આ વિસ્તારમાં રહેતા અને સમાજસેવાનું કામ કરતા ભંવર કુમાવતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ભાબલી પાડામાં રહેતા રિક્ષાવાળાઓની રિક્ષા વર્ષોથી બ્રિજ નીચે પાર્ક કરવામાં આવે છે. એમ છતાં અમુક અસામાજિક તત્વો હપ્તાના નામે રિક્ષાવાળાઓને હેરાન કરે છે. આ લોકોએ જ અહીંની ૧૭ રિક્ષાઓના કાચ તોડવા સાથે અન્ય નુકસાન કર્યું છે. રિક્ષાવાળાઓની રોજી-રોટી રિક્ષા પર હોય છે અને આ રીતે નુકસાન થતાં તેઓ ચિંતામાં આવી ગયા છે. આ વિશે દહિસર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જોકે ખુલ્લેઆમ આ રીતે થયેલા આતંક સામે સુરક્ષા સામે પણ ઘણા પ્રfનો ઊભા થઈ રહ્યા છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને સખત કાર્યવાહી કરવાની ખાસ જરૂર છે.’

auto

કાંદિવલીમાં બાઇકો સળગાવવામાં આવી

એક બાજુ દહિસરમાં રિક્ષાઓને ટાર્ગેટ બનાવવામાં આવી હતી ત્યારે બીજી બાજુ કાંદિવલી (વેસ્ટ)માં શિવસેના મેદાનમાં ઊભી રાખેલી બાઇકોને રવિવારે રાતે કોઈકે સળગાવી દીધી હતી. એને કારણે બાઇકની હાલત ભંગાર થઈ ગઈ હતી. આગની જ્વાળાએ ત્રણ બાઇકને સળગાવી દીધી હતી. આગની જાણકારી મળતાં સ્થાનિક લોકોએ સાવચેતી દાખવીને ત્યાં ઊભેલી અન્ય બાઇકને આગની લપેટોમાં જતાં બચાવી દીધી હતી. આ વિસ્તારમાં BMC દ્વારા લગભગ બધા જ રસ્તાઓનું રિનોવેશન એકસાથે હાથ ધરવામાં આવ્યું છે અને છેલ્લા ત્રણ મહિનાથી રસ્તાઓ ખોદીને પડ્યા હોવાને કારણે બાઇક પાર્ક કરવા જગ્યા ન હોવાથી નાછૂટકે લોકો શિવસેના મેદાનમાં પાર્ક કરે છે. બાઇકોને આગ ચાંપવાની ઘટના સામે આવ્યા બાદ કાંદિવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ કરી રહી હતી. બાઇકોને કોણે સળગાવી કે શું બન્યું એ વિશે તપાસ કરવામાં આવી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK