મીરા રોડમાં બિલ્ડિંગોમાં તિરાડ પડી, ૮૨ કુટુંબ રસ્તા પર આવી ગયાં

ત્રણ મહિના પહેલાં કરેલી ફરિયાદ સામે પ્રશાસને દુર્લક્ષ કર્યું હોવાનું પરિણામ ભોગવવું પડી રહ્યું હોવાનો રહેવાસીઓનો આક્ષેપ

building

મીરા રોડના હાટકેશ વિસ્તારમાં આવેલી ગ્રીન વુડ સોસાયટીનાં બિલ્ડિંગોમાં તિરાડો પડી છે અને આ બિલ્ડિંગો કોઈ પણ ક્ષણે પડી શકે એવી શક્યતાને ધ્યાનમાં લેતાં સુરક્ષાના દૃષ્ટિકોણથી ગઈ કાલે ચાર માળનાં છ બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યાં છે, જેને કારણે ૮૨ કુટુંબ રસ્તા આવી ગયાં છે. જોકે ૩ મહિનાથી રહેવાસીઓની ફરિયાદ પર દુર્લક્ષ કરીને હવે સાવચેતીના પગલારૂપે બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યાં હોવાથી પ્રશાસન સામે રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરી છે.

મીરા રોડના હાટકેશમાં ગ્રીન વુડ સોસાયટીને ૨૦૦૨માં બાંધવામાં આવી છે અને એમાં સાત બિલ્ડિંગ છે. એમાથી એક સાત માળનું અને બાકીનાં બિલ્ડિંગ ચાર માળનાં છે. અમિતાભ, અમન, શાહરુખ, માધુરી એવાં આ બિલ્ડિંગોનાં નામ હોવાથી એ પરિસરમાં જાણીતાં છે. મંગળવારે મોડી સાંજે અમિતાભ અને અમનના રહેવાસીઓને માટી ધસી રહી હોવાનો અવાજ આવતાં તેમણે તાત્કાલિક મીરા-ભાઈંદર ફાયર-બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. એથી ફાયર-બ્રિગેડ અને પોલીસ-અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરીને બિલ્ડિગ ખાલી કરાવવાનો નિર્ણય લીધો હતો. તપાસમાં દેખાઈ આવ્યું હતું કે આ બન્ïને બિલ્ડિંગમાં મોટી તિરાડ પડી ગઈ છે તેમ જ અમિતાભમાં પિલર અને સીડીઓ પર પણ તડ પડી ગઈ છે. એથી બિલ્ડિંગો થોડાં ક્રૉસ થઈ ગયાં હોવાથી રહેવાસીઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્ન ઊભો થઈ રહ્યો હતો.

building1

રહેવાસીઓ ઘરનો સામાન એમ જ રાખીને બિલ્ડિંગની બહાર આવી ગયા હતા. સોસાયટીને લાગીને જ એક પ્રખ્યાત બિલ્ડર દ્વારા બાંધકામનું પાઇલિંગનું કામ ચાલી રહ્યું હોવાને લીધે ગ્રીન વુડ સોસાયટીમાં ઝટકા લાગે છે અને એના કારણે બિલ્ડિંગમાં તિરાડ પડી રહી હોવાથી જોખમ ઊભું થયાની ફરિયાદ સોસાયટીએ ત્રણ મહિના પહેલાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર અને કાશીમીરા પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારીને કરી હતી એટલું જ નહીં, પણ અહીંથી કોઈ રિસ્પૉન્સ ન મળતાં મહાનગરપાલિકાના મેયરથી લઈને શહેરના મુખ્ય પક્ષોના નેતાઓને પણ આ વિશે ધ્યાન આપવા વિનંતી કરી હતી, પરંતુ કોઈએ પણ ધ્યાન નહોતું આપ્યું એને કારણે આજે રહેવાસીઓએ આવો દિવસ જોવો પડી રહ્યો હોવાનો આરોપ રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

સોસાયટીના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મદદની જરૂર હતી ત્યારે કોઈએ ધ્યાન આપ્યું નહીં અને હવે મદદ કરવા હાથ લાંબો કરીને નાટક કરી રહ્યા છે એથી અમે નારાજ છીએ. આજે લોકો રસ્તા પર આવી ગયા છે અને પોતાનું ઘર હોવા છતાં સામાન છોડીને અમે જ્યાં-ત્યાં ભટકી રહ્યા છીએ.’

ઘટનાસ્થળે મહાનગરપાલિકાના કમિશનરે સિનિયર અધિકારીઓની મુલાકાત લીધી હતી તેમ જ રહેવાસીઓને તાત્પૂરતી રહેવા માટે વ્યવસ્થા અને જમવાની સુવિધા ભાઈંદરમાં પ્રમોદ મહાજન સભાગૃહ અને મીનાતાઈ ઠાકરે સભાગૃહમાં કરવામાં આવી છે. સુરક્ષા-વ્યવસ્થા સંભાળવા માટે રાયટ કન્ટ્રોલ યુનિટ અને ફાયર-બ્રિગેડ પણ તહેનાત કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રક્ચરલ ઑડિટ કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે એવું પણ જાણવા મળ્યું છે.

સોસાયટીના રહેવાસીઓએ ત્રણ મહિના પહેલાં પ્રશાસનને ફરિયાદ કરતો લેટર આપ્યો હતો એ વિશે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર બાલાજી ખતગાવકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે રહેવાસીઓની ફરિયાદના પત્ર વિશે તપાસ કરવી પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK