ફડણવીસને પાછું નડ્યું હેલિકૉપ્ટર, ચોથી વખત ઘાત ગઈ

મીરા રોડમાં હેલિકૉપ્ટરના લૅન્ડિંગ વખતે અકસ્માત થતાં બચ્યો : ચીફ મિનિસ્ટરની ઑફિસ આવું કંઈ બન્યું ન હોવાનું કહે છે

devendra

મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ માટે હેલિકૉપ્ટરનો પ્રવાસ ઘાતક હોય એવું લાગી રહ્યું છે, કેમ કે સતત ચોથી વખત ચીફ મિનિસ્ટરના માથેથી હેલિકૉપ્ટર-ઍક્સિડન્ટની ઘાત ટળી છે. બીજી તરફ ચીફ મિનિસ્ટર ઑફિસે આવું કશું બન્યું ન હોવાનું કહ્યું છે.

ભાઈંદરની વર્સોવા ખાડી પર બનનારા નવા બ્રિજ અને અન્ય વિકાસકાયોર્ના ભૂમિપૂજન માટે દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરી હેલિકૉપ્ટરમાં મીરા-ભાઈંદર રોડ પર આવેલા એક ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં ગયા હતા. તેઓ જે હેલિકૉપ્ટરમાં આવી રહ્યા હતા એનો ઍક્સિડન્ટ થતાં બચ્યો હતો અને તેમના માથેથી ઘાત ટળી ગઈ હતી. હેલિકૉપ્ટરનું લૅન્ડિંગ મીરા-ભાઈંદરના BJPના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાની ભાઈંદરમાં આવેલી સેવન ઇલેવન સ્કૂલમાં અસ્થાયી હેલિપૅડ પર થયું હતું.

હેલિકૉપ્ટરના લૅન્ડિંગ વખતે પાઇલટની નજર અચાનક એક કેબલ વાયર પર પડી હતી એટલે પાઇલટે હેલિકૉપ્ટરનો ટર્ન લીધો અને ગ્રાઉન્ડના અન્ય હિસ્સામાં સુરક્ષિત રીતે એનું લૅન્ડિંગ કરાવ્યું હતું. પાઇલટની નજર પડતાં અને તેની સમયસૂચકતાથી હેલિકૉપ્ટરનો અકસ્માત ટYયો હતો. જો એના પર ધ્યાન ન ગયું હોત તો કદાચ હેલિકૉપ્ટરની પાંખ કેબલ વાયરમાં ફસાઈ શકી હોત અને અકસ્માત સર્જાયો હોત. જોકે કાર્યક્રમ પૂરો થતાં દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરી હેલિકૉપ્ટરને બદલે કારમાં ગયા હતા.

જોકે ચીફ મિનિસ્ટર ઑફિસથી આવી કોઈ દુર્ઘટના ન બની હોવાનું કહેવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાંથી જતી વખતે પાંચ જણ ભેગા હોવાથી તેઓ કારમાં ગયા હોવાનો ખુલાસો કર્યો હતો.

મીરા-ભાઈંદરના BJPના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આવી કોઈ ઘટના બની નથી. દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરી હેલિકૉપ્ટરમાંથી વ્યવસ્થિત ઊતર્યા હતા અને અમે તેમનું ફૂલો વડે સ્વાગત કર્યું હતું. કોઈ પ્રૉબ્લમ હોત તો હેલિકૉપ્ટર ફરી કઈ રીતે શક્યું હોત. કેબલ વાયરની વાત તદ્દન ખોટી છે. અમે ફેસબુક પર આખો વિડિયો અપલોડ કર્યો છે જેથી આ અફવાને વિરામ મળે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK