ભાઇંદરની વર્સોવા ખાડી પર ચાર લેનનો નવો બ્રિજ બાંધવામાં આવશે

૩૦૦૦ કરોડના વિવિધ પ્રોજેષ્ટની જાહેરાત : મીરા-ભાઇંદરના ૭ પ્રોજેષ્ટનું ઈ-ભૂમિપૂજન થયું

bridge

પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈ અને થાણેથી ગુજરાત જતા પ્રવાસીઓની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે એને કારણે મુંબઈ-અમદાવાદ હાઇવે પર હંમેશાં ટ્રાફિક જૅમ રહે છે. જોકે ગઈ કાલે મીરા રોડમાં ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીના હસ્તે ભાઈંદરની વર્સોવા ખાડી પર નવો ચાર લેનનો સિગ્નલ-ફ્રી બ્રિજ બનાવવામાં આïવશે જેથી મુંબઈથી ગુજરાત અને થાણેથી ગુજરાત તેમ જ વસઈ-વિરાર-પાલઘર જેવાં દૂરનાં પરાંઓમાં જનારાઓને ઘણી રાહત થઈ જશે. ૨.૨૫ કિલોમીટર લાંબો નવો બ્રિજ અંદાજે ૨૪૭ કરોડ રૂપિયાના ખર્ચે બંધાશે. અગાઉ આ બ્રિજ ૨૪ મહિનામાં પૂરો કરવામાં આવશે એવું કહેવામાં આવ્યુંહતું, પરંતુ ગડકરીએ રાજ્ય સરકાર ટ્રાફિક-વ્યવસ્થા સંભાળે તો આ કામ ૧૮ મહિનામાં પૂÊરું કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત મીરા-ભાઈંદર, વસઈ-વિરાર અને થાણે શહેર માટે એટલે કે થાણે-પાલઘર જિલ્લા માટે કુલ ૩૦૦૦ કરોડ રૂપિયાનાં વિવિધ કામ મંજૂર કરવાની જાહેરાત કરતાં મીરા-ભાઈંદરના ૭ પ્રોજેષ્ટનું બટન દબાવીને ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરવા દેવેન્દ્ર ફડણવીસની સાથે આવેલા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘રાજ્યમાં સૌથી વ્યસ્ત રહેતા આ નૅશનલ હાઇવે પર નવો પુલ બનતાં ટ્રાફિકની સમસ્યા ઓછી થવાની સાથોસાથ મુંબઈથી અમદાવાદ ઓછા સમયમાં પહોંચી શકાશે. આ બ્રિજનું કામ ૨૪ મહિનામાં પૂરું થશે, પણ રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાનો સહકાર મળે તો આ કામ ૧૮ મહિનામાં પૂÊરું કરવામાં આવશે. દિલ્હી જેવી ટ્રાફિકની મોટી સમસ્યા મુંબઈમાં પણ સર્જાઈ શકે એમ હોવાથી જળમાર્ગ વિકસિત કરવો અને ઇલેટ્રિકલ બેઝ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જરૂરી છે. એ ઉપરાંત સી-પ્લેન તથા નરીમાન પૉઇન્ટથી વસઈ-વિરાર સુધી જળમાર્ગની સુવિધા અને લૉજિસ્ટિક પાર્ક વિકસિત કરવામાં આવશે. મુંબઈ-વડોદરા હાઇવેનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.’

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘સારા માગોર્ને કારણે દેશ સમૃદ્ધ બનશે એટલે રાજ્યના રસ્તાઓનું જોડાણ કરીને આર્થિક વિકાસ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એક લાખ કરોડ રૂપિયાનાં માગોર્નાં કામ ચાલી રહ્યાં છે. જળ, સ્થળ, આકાશ અને પાતાળ એમ દરેકનો ઉપયોગ પરિવહન ક્ષેત્રના વિકાસ માટે થઈ રહ્યો છે.’

બીજી કઈ-કઈ જાહેરાતો કરવામાં આવી...


મુંબઈ-અમદાવાદ હાઇવે પર આવેલા દિલ્હી દરબારથી ફાઉન્ટન હોટેલ સુધી ૬ લેનનો રસ્તો

દહિસર ચેકનાકા પાસે આવેલા લોઢા કૉમ્પ્લેક્સથી સમ્રાટ હોટેલ સુધી ફ્લાયઓવર

દારા’સ ઢાબાથી લક્ષ્મીબાગ સુધી ફુટઓવર બ્રિજ

વેસ્ટર્ન હોટેલથી ઘોડબંદર સુધી ૬૦ મીટર અને ભાઈંદર (વેસ્ટ)ના સુભાષચંદ્ર બોઝ મેદાનથી ર્મોવા ગામ સુધી સિમેન્ટ-કૉન્ક્રીટના રોડ

ભાઈંદર ઈસ્ટ-વેસ્ટ

રેલવે-સ્ટેશનનું સુશોભીકરણ

અમૃત યોજના અંતર્ગત ૯૨ કરોડ રૂપિયાનાં કૉન્ક્રીટનાં નાળાં

કાશીમીરા ફ્લાયઓવરની નીચે સુશોભીકરણ

બાંદરા-સી લિન્કની સુવિધા વર્સોવા સુધી

મુંબઈના બાંદરા-સી લિન્કને વર્સોવા સુધી લંબાવવાના સંકલ્પની જાહેરાત પણ ચીફ મિનિસ્ટરે કરી હતી. બાંદરા-સી લિન્કને વર્સોવા સુધી લાવવાનું કામ માર્ચ મહિના સુધી શરૂ થશે અને ભવિષ્યમાં એને મીરા-ભાઈંદર તથા વસઈ-વિરાર સુધી એક્સ્ટેન્ડ કરવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK