કેરળ માટે ઉઘરાણી કરી BJPએ પૈસા ગયા ખાનગી ટ્રસ્ટમાં

મીરા-ભાઇંદરની શૉકિંગ ઘટના : ફાળો આપનારા લોકોને ઈસ્ટ વેસ્ટ ફાઉન્ડેશનના નામની રસીદ આપવામાં આવી

kerala1

પ્રીતિ ખુમાણ ઠાકુર

કેરળમાં આવેલી કુદરતી આફતમાં મદદ કરવા માટે BJP દ્વારા રવિવારે મદદફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ મદદફેરી જ હવે વિવાદોમાં ફસાઈ ગઈ છે. મીરા-ભાઈંદરમાં સત્તાધારી પક્ષ BJP દ્વારા સંપૂર્ણ મીરા-ભાઈંદરમાં કેરળના લોકોને મદદ કરવા માટે મદદફેરી આયોજિત કરવામાં આવી હતી. જોકે આ ફેરી દરમ્યાન વિવિધ જગ્યાએથી મળેલી મદદ સામે પૈસા આપનારાઓને એક ખાનગી સંસ્થાની રસીદ આપવામાં આવી હતી. આ ફેરી BJP દ્વારા આયોજિત કરાય જેમાં દરેક પદાધિકારીથી લઈને નગરસેવકો બધા જ જોડાયા હતા. જોકે ફેરી BJPની અને રસીદ સંસ્થાની અપાઈ હોવાથી એ રસીદ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે, જેના કારણે આખા શહેરમાં આ વિશે અનેક ચર્ચાઓ ઊભી થઈ હોવાથી વાતાવરણ ગરમાયું છે.

મીરા-ભાઈંદરમાં BJPના સ્થાનિક વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાના નેતૃત્વ હેઠળ મદદફેરીનું આયોજન થયું હતું. મીરા-ભાઈંદર શહેરમાં ઠેકઠેકાણે જઈને રસ્તાઓ પર દુકાનદારો, કારમાં પ્રવાસ કરનારા લોકો, વેપારીઓ એમ વિવિધ જગ્યાએથી ફાળો ભેગો કરવા BJP દ્વારા કેરળના નાગરિકો માટે મદદફેરી યોજી હતી. BJPના બધા જ નગરસેવકો, પદાધિકારીઓ વગેરે વિવિધ વિસ્તારોમાંથી મદદ ભેગી કરી રહ્યા હતા તેમ જ લોકો પણ પોતાનું મન મોટું કરીને મદદ કરવા આગળ આવી રહ્યા હતા. જોકે BJPના બૅનર હેઠળ સહાયની રાશિ જમા કરવામાં આવી રહી હતી, પરંતુ મદદ કરનારાઓને રસીદ ઈસ્ટ વેસ્ટ ફાઉન્ડેશનની આપવામાં આવી રહી હતી. એથી આ મુદ્દો સોશ્યલ મીડિયા પર અમુક સમાજસેવકો દ્વારા ઊભો કરવામાં આવ્યો અને પક્ષના પદાધિકારીઓ, નગરસેવકો અને કાર્યકર્તાઓ દ્વારા સહાયતા રાશિ જમા કરાવીને શ્રેય વિધાનસભ્યની ખાનગી સંસ્થાને આપવામાં આવે એ કેટલું યોગ્ય છે એવો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો તેમ જ આ રાજકીય સ્ટન્ટ હોવાનું કહીને મીરા-ભાઈંદરમાં BJP સત્તાધારી પક્ષના ૬૧ નગરસેવકો છે અને તેમના પોતાના વ્યવસાય પણ છે તો પછી મહાનગરપાલિકા દ્વારા મળતું એક મહિનાનું વેતન જ કેરળમાં પૂરગ્રસ્તોની મદદ માટે આપવાની જાહેરાત કરી શકાય એમ હતું એવી ટીકા પણ થઈ રહી છે.

kerala

ઉલ્લેખનીય છે કે જે ફાઉન્ડેશનની રસીદ અપાઈ હતી એ ફાઉન્ડેશનની સ્થાપના અમુક વર્ષ પહેલાં જ ભાઈંદર (ઈસ્ટ)માં ગણપતિ ઉત્સવ માટે કરવામાં આવી હતી અને સ્થાનિક વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા જ એના સર્વે‍સર્વા છે. ભારતના પ્રાઇમ મિનિસ્ટર કૅશલેસ વ્યવહારનું આહ્વાન દેશના નાગરિકોને કરે છે તો પછી એ જ પક્ષના મીરા-ભાઈંદરના નેતા, પદાધિકારીઓ દ્વારા સહાયતા રાશિના નામ પર મોટા પ્રમાણમાં રોકડ રકમ કેમ જમા કરવામાં આવી રહી છે એવો પણ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો તેમ જ પક્ષે આ ફાઉન્ડેશન સાથે મળીને ફેરીનું આયોજન ક્ર્યું હતું એવી દલીલ લોકોને કરી રહ્યા છે તો પછી ફેરી વખતે આ સંસ્થાના નામની જાહેરાત કેમ કરવામાં નહોતી આવી એવા સવાલો નાગરિકો દ્વારા ઊભા કરવામાં આવ્યા છે.

જ્યારે બીજી બાજુ મીરા-ભાઈંદરમાં શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકના નેતૃત્વ હેઠïïળ પણ કેરળના પૂરગ્રસ્તોને મદદ કરવા મદદ ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ શિવસેના દ્વારા રોકડ રકમ એકઠી કરવાને બદલે સામગ્રીઓ જેવી કે ટૉવેલ, બૅટરી, સાડી, બેડશીટ, કુશન, નાનાં બાળકો માટે ડાયપર, ચંપલ-બૂટ, મીણબત્તી વગેરે ભેગી કરવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK