મીરા રોડના BJPના લીડરો ભાન ભૂલ્યા

મેજર કૌસ્તુભ રાણેની શહીદીની પરવા કર્યા વગર શાનથી ઊજવી બર્થ-ડે પાર્ટી

mira rd

પ્રીતિ ખુમાણ ઠાકુર

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં આતંકવાદીઓ વિરુદ્ધની કાર્યવાહી દરમ્યાન મીરા રોડમાં રહેતા આર્મી મેજર કૌસ્તુભ રાણે સોમવારે શહીદ થયા હતા. બીજી બાજુ સોશ્યલ મીડિયા પર એવો એક વિડિયો વાઇરલ થયો છે જેના કારણે BJP સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે તેમ જ એણે નાગરિકોના રોષ અને નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે.

BJPના વૉર્ડ-ક્રમાંક ૧૭(અ)ના નગરસેવક અને પ્રભાગ સમિતિના ભૂતપૂર્વ સભાપતિનો જન્મદિવસ મીરા-ભાઈંદરમાં હર્ષોલ્લાસથી મંગળવારે સાંજે ઊજવવામાં આવી રહ્યો હતો, જ્યારે બીજી બાજુ મીરા રોડના સુપુત્રનો પાર્થિવ દેહ મીરા રોડ ક્યારે પહોંચશે એની ચર્ચા હતી. મેજર કૌસ્તુભ રાણેએ દેશની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું એવી લોકોની ભાવુક લાગણી સાથે મીરા-ભાઈંદર શહેરમાં શોકમય વાતાવરણમાં હતું ત્યારે BJPના સ્થાનિક લીડરો પાર્ટી મનાવી રહ્યા હતા.

જોકે આ દરમ્યાન વિડિયો વાઇરલ થતાં મીરા-ભાઈંદરના BJPના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ ભૂલ થઈ હોવાની કબૂલાત કરી હતી અને દિલગીરી વ્યક્ત કરી હતી. જે નગરસેવકનો જન્મદિવસ હતો તેણે મીડિયા સમક્ષ દલીલ કરતાં એવો બચાવ કર્યો હતો કે આ બનાવ વિશે અમને મોડી પછીથી જાણ થઈ હતી.

મીરા-ભાઈંદર BJPના નગરસેવક આનંદ માંજરેકરનો જન્મદિવસ જાંગિડ એસ્ટેટના પરિસરમાં ઊજવવામાં આવ્યો હતો, જે શહીદ મેજર કૌસ્તુભ રાણેના નિવાસસ્થાનની એકદમ નજીક છે. નગરસેવકના જન્મદિવસનાં મોટાં બૅનરો વિવિધ ઠેકાણે અને વિશેષ કરીને તેમના વૉર્ડમાં લગાવવામાં આવ્યાં હતાં. જન્મદિવસના કાર્યક્રમ વખતે સ્ટેજ પર મોટી કેક રાખવામાં આવી હતી. એને મેયર ડિમ્પલ મહેતા અને BJPના અન્ય પદાધિકારીઓ, નગરસેવકો, કાર્યકતાઓની ઉપસ્થિતિમાં કાપવામાં આવી હતી અને એકબીજાને ખવડાવવામાં પણ આવી હતી. નગરસેવકને ફૂલોના બુકે આપીને શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી. ત્યાર બાદ BJPના વિધાનસભ્ય પણ શુભેચ્છા આપવા કાર્યક્રમમાં જોડાયા હતા. કેક સાથે જમવાની પણ વ્યવસ્થા હતી. મેયર અને વિધાનસભ્ય દ્વારા ભાષણ આપીને નગરસેવકને શુભેચ્છા આપવામાં આવી હતી અને બુકે પણ અપાયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK