પાંચ વર્ષના છોકરાનો તેના પરિવાર સાથે મેળાપ કરાવવા પોલીસની પાંચ કલાક ભાગદોડ

ખોવાઈ ગયેલા બાળક પાસેથી તેનું ઍડ્રેસ જાણવા માટે તેને ચૉકલેટ, બિસ્કિટ ખવડાવ્યાં અને ગિફ્ટની પણ લાલચ આપી તોય ફાયદો ન થયો

missing

પ્રીતિ ખુમાણ ઠાકુર

મીરા રોડના પોલીસ-અધિકારીઓ આમ પણ પોતાના કામમાં વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ પોલીસ-સ્ટેશનમાં આ વખતે પોલીસ કંઈક અનોખા કેસ માટે જ વ્યસ્ત થઈ ગઈ હતી તેમ જ પાંચ કલાકથી વધુ સમય માટે પોલીસ-અધિકારીઓની દોડાદોડ થઈ ગઈ હતી. આ દોડાદોડી કોઈ ક્રિમિનલ કેસના આરોપીને પકડવા નહીં પરંતુ પાંચ વર્ષના એક બાળકને તેના પેરન્ટ્સ સુધી પહોંચાડવા માટે થઈ હતી. આ પાંચ કલાક પોલીસે બાળકને પેરન્ટ્સ બનીને સાચવ્યો હતો એટલું જ નહીં, બાળકનું ઍડ્રેસ પૂછવા માટે તેને સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનું પણ બાળકને પોલીસે પ્રૉમિસ આપ્યું હતું. પોલીસે બાળકને હેમખેમ તેના પેરન્ટ્સ સુધી પહોંચાડી દીધા બાદ તેને આપેલા પ્રૉમિસ પ્રમાણે ગિફ્ટ તરીકે બાળકોનું સ્કૂટર પણ આપ્યું હતું.

બન્યું એવું હતું કે પાંચ વર્ષનો એરાશ ખાન મીરા રોડના શીતલ નગરમાં તેના ઘરની પાસે રમતો હતો અને ત્યાંથી તે રસ્તો ભૂલી ગયો હતો. રસ્તો ભૂલી જતાં આ છોકરો મીરા રોડના રસ્તાઓ પર ફરી રહ્યો હતો. આટલો નાનો છોકરો રસ્તા પર એકલો ફરી રહ્યો હતો એવામાં મીરા રોડ પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સેલજિત કસ્તુરે પોતાની ડ્યુટી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા. એ વખતે મીરા રોડની ડૉન બૉસ્કો સ્કૂલ પાસે આ છોકરો રડી રહ્યો હોવાથી પોલીસ-અધિકારીનું તરત જ ધ્યાન ગયું હતું. એથી પોલીસ-અધિકારી તરત જ તેની પાસે પહોંચ્યા અને બાળકની પાસે જઈને તેની પૂછપરછ કરી રહ્યા હતા, પરંતુ ગભરાયેલો છોકરો કોઈ જવાબ આપી રહ્યો ન હોવાથી અંતે પોલીસ-અધિકારી બાળકને લઈને ફરી પાછા પોલીસ-સ્ટેશનમાં પહોંચી ગયા હતા.

પોલીસ-સ્ટેશનમાં અધિકારીઓ તેને શાંત કરીને તેનું નામ કે પછી તેના ઘરનું ઍડ્રેસ વગેરે માહિતી પૂછી રહ્યા હતા, પરંતુ છોકરો ડરેલો હોવાથી કંઈ બોલી શકતો નહોતો. તે કંઈ માહિતી આપી શકતો નહોતો એથી પોલીસે પોતાની રીતે તેના પેરન્ટ્સને શોધવાની કોશિશ કરી હતી.

પાંચેક કલાક સુધી છોકરો અમારી સાથે હતો અને તેના ભોળપણે અમારાં દિલ જીતી લીધાં હતાં એમ કહેતાં મીરા રોડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વસંત લબ્ધેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બાળક માહિતી આપી રહ્યો ન હોવાથી અમે આસપાસનાં પોલીસ-સ્ટેશનમાં કોઈ મિસિંગ ફરિયાદ નોંધાઈ છે કે એ વિશે તપાસ કરી હતી, પરંતુ કોઈ મિસિંગની ફરિયાદ થઈ ન હોવાનું અમને જાણવા મળ્યું હતું. એથી અમારા પોલીસ-અધિકારીઓ બાળકને કારમાં બેસાડીને પાસે આવેલી પોલીસ-ચોકી અને આસપાસના વિસ્તારોમાં લઈ ગયા હતા. એ દરમ્યાન બાળકને શાંત રાખવા અને તે કોઈ માહિતી આપે એ માટે પોલીસ-અધિકારીઓએ તેને ચૉકલેટ-બિસ્કિટ જેવી ખાવાની અનેક વસ્તુ આપી હતી તેમ જ તે પોતાનું ઍડ્રેસ બતાવશે તો તેને સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનું પણ પ્રૉમિસ આપ્યું હતું. જોકે એ દરમ્યાન MTNL રોડ પાસે બાળકના કાકા બાળકને શોધતાં નજરે પડ્યા હતા.’

બાળકને આપેલું પ્રૉમિસ પૂરું કરીને તેને સરપ્રાઇઝ ગિફ્ટ આપી હતી એમ જણાવતાં વસંત લબ્ધેએ કહ્યું હતું કે ‘બાળકના કાકા મળ્યા બાદ તેમની બધી પૂછપરછ કરી અને છોકરાને પેરન્ટ્સને બોલાવીને તેમની બધી માહિતી લઈને તપાસ કરી હતી. ખાતરી કર્યા બાદ છોકરાને તેના પેરન્ટ્સને સોંપવામાં આવ્યો હતો. પાંચેક કલાક બાળક પોલીસ પાસે જ હતો અને એ દરમ્યાન પોલીસ-સ્ટેશનના સ્ટાફ, અધિકારીઓએ બાળકને પેરન્ટ્સ બનીને સંભાળ્યો એ માટે હું ગર્વ અનુભવું છું. જોકે બાળકને તેના પેરન્ટ્સ તો મળી ગયા પરંતુ પોલીસે બાળકને સરપ્રાઇઝ ગિફ્ટનું પ્રૉમિસ કર્યું હોવાથી તેને ત્રણ વ્હીલવાળું બાળકોનું સ્કૂટર ગિફ્ટ આપ્યું હતું. આ સ્કૂટર મળતાં છોકરો ખૂબ જ ખુશ થઈ ગયો અને પોલીસ-સ્ટેશનના પ્રિમાઇસિસમાં તેણે સ્કૂટર ચલાવ્યું પણ હતું. આવા મનમાં ઘર કરી જાય એવા બનાવો અમારી સાથે બનતા હોય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK