બારોબાર પગ કરી જાય છે રૅશનિંગની તુવેરદાળ?

મીરા રોડમાં કચરાના ઢગલામાંથી મળ્યાં સરકારી દાળનાં હજારો ખાલી પૅકેટ્સ

dal

પ્રીતિ ખુમાણ ઠાકુર

રૅશનની દુકાનમાં સરકાર દ્વારા ગરીબ વર્ગના લોકોને રાહત મળે એ માટે વિવિધ વસ્તુઓ આપવામાં આવે છે. એ અનુસાર રૅશનની દુકાનોમાં કાર્ડ દેખાડીને રાહતદરે વસ્તુઓ લેવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રૅશનની દુકાને અન્ય વસ્તુઓની જેમ તુવેરદાળ પણ આપવામાં આવે છે જેથી એ રાહતના દરે આ વર્ગના લોકોને મળી રહે, પરંતુ મીરા રોડમાં તો આવી તુવેરદાળનાં ખાલી પૅકેટ કચરાના ઢગલામાં મળી આવ્યાં છે.

મીરા રોડ (ઈસ્ટ)ના પ્લેઝન્ટ પાર્કમાં સોમવારે સાંજે કચરાના ઢગલામાંથી સરકારી તુવેરદાળનાં હજારો ખાલી પૅકેટ મળી આવ્યાં હતાં. સ્થાનિક રહેવાસીઓની એના પર નજર જતાં તેમણે સંબંધિતોને આ વિશે માહિતી આપી હતી. જોકે આ રીતે પૅકેટ મYયાં હોવાથી સ્થાનિક લોકોએ કોઈ મોટી ગરબડ હોવાની શક્યતા વર્તાવી છે તેમ જ રૅશનની દુકાનોમાં સરકાર દ્વારા આપેલી તુવેરદાળ કાર્ડધારકોને આપવાને બદલે બ્લૅકમાં પ્રાઇવેટ દુકાનોને વેચવામાં આવી હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. 

આ વિશે અહીંથી પસાર થતી આ વ્યક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને મારી સાથે અન્ય એક વ્યક્તિ અહીંથી પસાર થતી વખતે અચાનક અમારું ધ્યાન કચરાના ઢગલા વચ્ચે પડેલાં પીળા કલરનાં હજારો પૅકેટ્સ પર ગયું હતું. આ પૅકેટ્સ પર પાસે જઈને ધ્યાનથી નજર નાખી તો એ પૅકેટ રૅશનની દુકાને મળતી તુવેરદાળનાં હોવાનું અને એના પર મહારાષ્ટ્ર શાસન ઉપક્રમ જેવી માહિતી લખેલી હોવાથી અમે આર્યચંકિત થઈ ગયા હતા. એથી અમે તરત જ એની જાણકારી રૅશનિંગ અધિકારીને આપી હતી. અસિસ્ટન્ટ રૅશનિંગ અધિકારી ગણેશ તિરપાને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પૅકેટની તપાસ કરી અને આ બધાં દાળનાં ખાલી પૅકેટ્સ જપ્ત કરી લીધાં હતાં અને આ વિશે તપાસ કરી રહ્યા છે.’

આ વિશે અસિસ્ટન્ટ રૅશનિંગ અધિકારી ગણેશ તિરપાનેએ જણાવ્યું હતું કે ‘મીરા-ભાઈંદરમાં કુલ ૧૨૧ સરકારી રૅશનની દુકાન છે, જેમાં ૨૦ દુકાનમાં કુલ બાવીસ હજાર કિલો તુવેરદાળ આપવામાં આવે છે. એથી આ વિશે તપાસ કર્યા બાદ જ આ કોનું કારસ્તાન છે એની ખબર પડશે.’

આ ખાલી દાળનાં પૅકેટ્સને હાલમાં જ મહારાષ્ટ્રમાં થયેલા દાળગોટાળા સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યાં છે. જોકે આટલી મોટી સંખ્યામાં તુવેરની દાળનાં પૅકેટ કોણે નાખ્યાં છે એ વિશે રહસ્ય ઊભું થયું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK