અક્ષયકુમારે મીરા રોડના શહીદ મેજરના પરિવારને ૯ લાખ રૂપિયા આપ્યા હોવાનો મેસેજ બોગસ

ખોટો મેસેજ વાઇરલ થતાં ફૅમિલી નારાજ : રાજ્ય સરકાર દ્વારા ૨૫ લાખ રૂપિયા અને મીરા-ભાઈંદર  સુધરાઈ દ્વારા ૧૧ લાખ રૂપિયા અપાશે એવી વાત પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં નારાજગી

akshay

પ્રીતિ ખુમાણ ઠાકુર

કાશ્મીરમાં શહીદ થયેલા મીરા રોડના મેજર કૌસ્તુભ રાણેના પરિવારને આઘાત અને દુખની લાગણી અનુભવાય એવી હરકતો એક પછી એક થઈ રહી છે. પહેલાં કૌસ્તુભ રાણેનાં પત્ïનીના નામે ખોટી ઑડિયો-ક્લિપ વાઇરલ કરીને પરિવારને દુખ પહોંચાડવામાં આવ્યું અને હવે અક્ષયકુમારે રાત્રે ત્રણ વાગ્યે પરિવારની મુલાકાત લઈને ૯ લાખ રૂપિયા તથા મેજરના દીકરાની શિક્ષણની જવાબદારી લીધી હોવાનો મેસેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, પરંતુ આ એક અફવા હોવાથી પરિવારે આવા બનાવો વિશે મનદુખ વ્યક્ત કર્યું છે. જોકે આવા બધા મેસેજિસ કેમ અને કોણ વાઇરલ કરે છે એ પણ રહસ્ય છે. બીજી બાજુ પરિવારને રાજ્ય સરકાર દ્વારા ૨૫ લાખ રૂપિયાની સહાય કરવામાં આïવશે એવી જાહેરાત કરીને વિવિધ માધ્યમ દ્વારા પબ્લિસિટી કરવામાં આવી રહી છે એ વિશે પણ પરિવારે નારાજગી વ્યક્ત કરી છે.  

ભાઇંદરની સોસાયટીએ ભેગા કર્યા પાંચ લાખ રૂપિયા


ભાઈંદર (ઈસ્ટ)માં ન્યુ ગોલ્ડન નેસ્ટ વિસ્તારમાં આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટી દ્વારા ગઈ કાલે પંદરમી ઑગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. એ વખતે મીરા રોડના શહીદ જવાનના બલિદાનને યાદ કરીને તેમને સલામી પણ આપવામાં આવી હતી. આ વિશે માહિતી આપતાં સોસાયટીના સભ્ય પરેશ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં ત્રણ વિન્ગ છે અને ૪૫૦ ફ્લૅટ છે. ત્રણ વિન્ગમાંથી બે વિન્ગમાં લોકો રહે છે અને એક વિન્ગમાં પઝેશન અપાયું નથી એમ છતાં સોસાયટીના બધા સભ્યોએ ભેગા થઈને ગઈ કાલે સોસાયટીમાં ધ્વજવંદન કર્યું હતું. એ વખતે સોસાયટીમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. આ કાર્યક્રમ વખતે સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવી અને શહીદ મીરા રોડના સુપુત્ર છે એટલે આપણે કંઈ કરવું જોઈઅ એવું નક્કી થયું. એથી સોસાયટીના સભ્યો દ્વારા સ્વૈચ્છિક રીતે પાંચ લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. આ પાંચ લાખ રૂપિયા અમે પરિવારને અમારી સોસાયટી તરફથી આપીશું. દેશ માટે બલિદાન આપનારા વીરના પરિવાર સાથે અડીખમ ઊભા રહેવું એ આપણી ફરજ છે એથી અમે સ્વેચ્છાએ આ કરી રહ્યા છીએ.’

ઑલ ઇન્ડિયા ઍન્ટિ-ટેરરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ એમ. એસ. બિટ્ટા ગઈ કાલે શહીદ મેજરને વીરતા પુરસ્કારથી સન્માનિત કરવા તેમના નિવાસસ્થાને ગયા હતા. જ્યારે તેમને જાણ થઈ કે શહીદના પરિવારજનોને આપવામાં આવી રહેલી ધનરાશિનો બૅનરબાજી કરીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે તેમણે એને શહાદતનું અપમાન ગણાવ્યું હતું.

akshay1

બર્થ-ડે પાર્ટીની ઉજવણીના વિવાદ બાદ મલમ લગાડવામાં આવી રહ્યો છે?

કૌસ્તુભ રાણેના બલિદાન વિશે જાણ થવા છતાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના એક નગરસેવકે પોતાના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરીને ખૂબ ધામધૂમથી ઉજવણી કરી હતી. શહીદના નિવાસસ્થાનથી થોડા અંતર પર જ આ ઉજવણી કરાઈ હોવાથી અને એમાં પક્ષના પદાધિકારીઓ, વિધાનસભ્ય, મેયર વગેરે જોડાયા હોવાથી એ વિશે ખૂબ જ ટીકા કરવામાં આïવી હતી અને લોકોએ પણ નારાજગી દાખવી હતી. પક્ષ પણ આ વિશે વધુ સ્પષ્ટતા નહોતો કરી શક્યો અને દિલગીરી વ્યક્ત કરી હતી. જોકે ત્યાર બાદ આ વિવાદને શાંત પાડવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા હોય એવું ચર્ચાઈ રહ્યું છે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા શહીદ મેજરના બલિદાનને યાદ કરવા મીરા રોડ સ્ટેશનની બહાર મેમોરિયલ બાંધવામાં આવશે. એ સિવાય પરિવારના સભ્યને નોકરી ઑફર કરવાની સાથે શહીદના દીકરાનો શિક્ષણનો ખર્ચ ઉપાડવાની પણ જાહેરાત કરી હતી. મેયર ડિમ્પલ મહેતાએ મહાનગરપાલિકા તરફથી શહીદના પરિવારને ૧૧ લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. આ બધી જાહેરાતો બાદ એવું ચર્ચાઈ રહ્યું છે કે બર્થ-ડેના સેલિબ્રેશનના વિવાદ બાદ પક્ષની ઇમેજને થયેલી અસરને કારણે આ રીતે મલમ લગાડવામાં આવી રહ્યો છે.

આમાંથી પણ પબ્લિસિટી મેળવવાની? : રાજ્ય સરકાર અને મીરા-ભાઇંદર મહાનગરપાલિકા દ્વારા શહીદ મેજરના પરિવારને અપાનારી મદદનો બૅનરો દ્વારા પ્રચાર.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK