વિરારથી કિડનૅપ થયેલી બે સ્કૂલગર્લને પોલીસે ઉત્તર પ્રદેશમાંથી શોધી કાઢી

૧૦ દિવસની રઝળપાટ બાદ આરોપીઓ સાથે છોકરીઓનો પત્તો લાગ્યો

kidnap

વિરારમાં રહેતી અને સ્કૂલ જતી બે માઇનર છોકરીઓને લગ્નની વાતોમાં ફસાવીને બે છોકરાઓ તેને ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં લઈ ગયા હતા, પરંતુ ૧૦ દિવસ બાદ બન્ને માઇનરને ફિલ્મી સ્ટાઇલમાં રેસ્ક્યુ કરવામાં આવી છે. બન્ને છોકરીઓએ તેમની સ્કૂલ-બૅગમાં નાનકડી નોટ મૂકી હતી જેમાં તેમણે લગ્નના પ્લાન વિશે જણાવ્યું હતું અને એ નોટ પેરન્ટ્સને મળતાં તેમણે વિરાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વિરાર (ઈસ્ટ)ના ગડંગપાડામાં ૨૦ વર્ષનો બાબુ પ્રતાપ વાઘેલા અને ૨૦ વર્ષનો રવિ વાસુદેવ કુમાર રહે છે એ બન્નેને વિરાર પોલીસે પકડી પાડ્યા છે. આ બન્ને છોકરાઓ છોકરીઓને લગ્નનું પ્રૉમિસ કરીને તેમના ગામ ઉત્તર પ્રદેશ લઈ ગયા હતા. છોકરાઓએ તેમની પાસે ખૂબ પ્રૉપર્ટી છે એવું કહીને છોકરીઓ સાથે છેતરપિંડી કરી હતી.

આ ઘટના વિશે માહિતી આપતાં વિરારના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ઉત્તમ તોતરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસને ઉકેલવા અમારી પાસે કોઈ કડી નહોતી, પરંતુ અમે રવિ વાસુદેવના અમુક સગાંઓ સુધી પહોંચી શક્યા હતા અને ત્યાં તેમના ગામ વિશે અમને જાણવા મYયું હતું એટલે તેના સગા અને છોકરીઓના પેરન્ટ્સને લઈને અમે તેમના ગામ ગયા હતા. ત્યાં અમે ૩ જિલ્લા અને ૬ તાલુકાઓમાં ફર્યા હતા. જોકે એમાંથી રવિ વાસુદેવની મમ્મી તેને પોલીસ આવી રહી હોવાનું કહીને અલર્ટ કરતી રહેતી હોવાથી તે લોકેશન બદલી નાખતો હતો. આવું ૧૦ દિવસ સુધી ચાલ્યું, પણ અમને કોઈ કડી મળતી નહોતી. બુધવારે અચાનક અમે એક ગામમાં રસ્તા પર ચાલતા ચાર જણને જોયા. તેઓ લોકેશન બદલવા માટે વાહન શોધી રહ્યા હતા ત્યારે અમે તેમને જોઈ લીધા. અમે તેમને ઝડપી લેવાનો પ્લાન બનાવીને થોડા અંતરે ઊભા રહી ગયા હતા. જોકે રવિના ગામના એક સગાને અમે સાથે રાખ્યો હતો એટલે રવિનો તેના મોબાઇલ પર ફોન આવતાં અમે એ ફોન રિસીવ કર્યો અને રવિને સરેન્ડર કરવાનું કહ્યું. જો તેઓ ન આવે તો તેના સગાની ધરપકડ કરવામાં આવશે એવું કહેતાં ચારેચાર જણ અમે જ્યાં હતા ત્યાં આવી પહોંચ્યા. ઉત્તર પ્રદેશની કોર્ટમાંથી અમે બન્ને આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ લીધા છે. બન્ને છોકરીઓ વહેલી તકે વિરાર આવી જશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK