ટીચરે જોરથી લાફો માર્યો કે સ્ટુડન્ટના કાનના પડદાને થયું નુકસાન

સ્કૂલમાં હિસ્ટરીની બુક લઈ જવાનું ભૂલી જવા માટે થઈ સજા: એક અઠવાડિયા બાદ કાનનું ઑપરેશન કરવામાં આવશે

student

પ્રીતિ ખુમાણ ઠાકુર

નાલાસોપારામાં ૧૪ વર્ષનો એક સ્ટુડન્ટ સ્કૂલમાં હિસ્ટરીની બુક લાવવાનું ભૂલી જતાં તેનું આવી બન્યું હતું. બુક ભૂલી જવાને કારણે હિસ્ટરીની ટીચરે તેને એવો જોરદાર તમાચો માર્યો હતો કે તેના કાનના પડદાને નુકસાન થયું છે. ઘટના બાદ સ્ટુડન્ટના પેરન્ટ્સે નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ટીચરની ધરપકડ કરી હતી અને વસઈ કોર્ટમાં હાજર કરતાં ટીચરને જામીન પર છોડવામાં આવ્યા હતા. બીજી તરફ સ્ટુડન્ટના કાનનું અઠવાડિયા બાદ ઑપરેશન કરવામાં આવશે.

નાલાસોપારા (વેસ્ટ)માં આવેલી મધર મૅરી ઇંગ્લિશ સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતો ૧૪ વર્ષનો રોહિત કોટા સ્કૂલમાં ગયો ત્યારે હિસ્ટરીની બુક લઈ જવાનું ભૂલી ગયો હતો. રોહિતના ટીચર વિજલ મુછાળાએ રોહિતને બુક વિશે પૂછ્યું ત્યારે તેણે બુક લાવવાનું ભૂલી ગયો હોવાનું જણાવ્યું હતું.

રોહિતની મમ્મીએ જણાવ્યું હતું કે ‘રોહિતની જેમ ક્લાસના બીજા ચાર સ્ટુડન્ટ્સ પણ આ બુક લાવવાનું ભૂલી ગયા હતા. એથી ગુસ્સે ભરાઈને ટીચરે રોહિતને જોરદાર તમાચો માર્યો હતો. ટીચરે એટલા જોરથી તમાચો માર્યો હતો કે રોહિતને કાનનો દુખાવો ઊપડ્યો હતો. રોહિત ઘરે આવ્યો ત્યારે તેણે ડાબા કાનના દુખાવા વિશે કહ્યું હતું. એમ જોયું તો એમાંથી થોડું લોહી પણ બહાર આવેલું દેખાયું હતું. એથી અમે ફૅમિલી ડૉક્ટર પાસે તેને લઈ ગયા હતા. ડૉક્ટરે સ્પેશ્યલિસ્ટને દેખાડવાની સલાહ આપી હતી. એથી અમે તાત્કાલિક ભાઈંદરના ENT સ્પેશ્યલિસ્ટ પાસે ગયા હતા. ડૉક્ટરે તપાસ કરીને અમને કહ્યું કે રોહિતના કાનના પડદામાં થોડું નુકસાન થયું છે એટલે એની સર્જરી કરવી પડશે. આ સાંભળીને અમે ચિંતામાં મુકાઈ ગયા હતા. અમે સ્કૂલના મૅનેજમેન્ટ સામે આખી વાત મૂકી હતી, પરંતુ તેમણે આ વિશે કોઈ દિલગીરી વ્યક્ત કરવાની દરકાર લીધી ન હોવાથી અમે નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના બાદ રોહિત સ્કૂલમાં પણ જતો નથી, કારણ કે તે ખૂબ ડરી ગયો છે. માર્ચ મહિનાના પહેલા અઠિવાડિયામાં તેની ફાઇનલ એક્ઝામ પણ છે એટલે અમે શું કરીએ એ કંઈ સમજાતું નથી.’

નાલાસોપારા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર ભરત જાધવે જણાવ્યું હતું કે ‘ફરિયાદના આધારે અમે કેસ નોંધીને ટીચરની ધરપકડ કરી હતી તેમ જ કોર્ટમાં હાજર કરતાં તેને જામીન મળ્યા છે. આગળની તપાસ ચાલી રહી છે.’

સ્કૂલના પ્રિન્સિપાલ મહાદેવ કોકાટેને સતત ફોન અને મેસેજ કર્યા છતાં તેમની બાજુથી કોઈ રિસ્પૉન્સ મYયો નહોતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy