સાયનના સબવેમાં ડિમ લાઇટ મહિલાઓ અસુરક્ષિત

સાયન સ્ટેશનની બહાર આવેલા સબવેમાં ડિમ લાઇટ હોવાથી આ વિસ્તારમાંથી પસાર થતી મહિલાઓ અને સિનિયર સિટિઝનોને ઘણો ત્રાસ વેઠવો પડી રહ્યો છે.

આ ડિમ લાઇટને કારણે આ સબવેમાંથી કોઈ પણ મહિલા રાત્રે પસાર થઈ શકતી નથી. આ સબવેમાં રાત્રે ચરસીઓ પણ જોવા મળે છે અને એના કારણે મહિલાઓની સુરક્ષા હાલમાં મુસીબતમાં મુકાઈ ગઈ છે. આ સબવેમાં પબ્લિકની સુવિધા માટે લાઇટના વૉલ્ટેજ વધારવામાં આવવા જોઈએ, જેથી લોકો સહેલાઈથી અવરજવર કરી શકે. આ બાબતે અહીંથી પસાર થતા અમુક સિનિયર સિટિઝનોએ કહ્યું હતું કે ‘ડિમ લાઇટને કારણે અંધારામાં અમને કંઈ પણ દેખાતું નથી અને એના કારણે અમને આ સબવેમાં પડી જવાની બીક લાગે છે એટલે અમે આ સબવેને બદલે દાદરો ચડીને બીજી તરફ જવું પસંદ કરીએ છીએ.’

આ વિસ્તારમાંથી પસાર થતી અમુક મહિલાઓએ કહ્યું હતું કે ‘આ સબવે પાસે કોઈ ઘ્ઘ્વ્સ્  કૅમેરા લગાવવામાં આવ્યા નથી તથા આ સબવે પાસે કોઈ પણ પ્રકારનો પોલીસ-બંદોબસ્ત રહેતો નથી એટલે અમને આ સબવેથી પસાર થતાં ઘણો ડર લાગે છે. ખાસ કરીને રાત્રે અમે આ સબવેથી પસાર થવાનું ટાળીને બ્રિજથી દાદરો ચડીને પસાર થઈએ છીએ. અમારી સમસ્યા પણ પોલીસે ધ્યાનમાં લેવી જોઈએ અને આ સબવેમાં લાઇટોનું વૉલ્ટેજ વધારવું જોઈએ. આ સમસ્યા બાબત અહીંના નગરસેવકે પણ ધ્યાન આપવું જોઈએ.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK