સાસુની હત્યા કર્યા બાદ વહુએ ઉંદર મારવાની દવા ખાઈ લીધી

વષોર્થી ચાલતી તૂતૂ-મૈંમૈં જીવલેણ પુરવાર થઈ


DEMO PICઆસિફ રિઝવી

દાદર (વેસ્ટ)ની જય હનુમાન સોસાયટીમાં સાસુ-વહુના નાના ઝઘડાએ ગુરુવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં વહુએ પ્રથમ સાસુની હત્યા કરી અને ત્યાર બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.  ટીવી જોતી વખતે એકબીજાની આડે આવવું અને કિચનમાં કંકાસ થવા જેવા નાના ઝઘડા બન્ને વચ્ચે ૨૦૦૧થી ચાલતા હતા.

પોલીસે ઘટનાના એક દિવસ બાદ અક્ષતાના પતિ લક્ષ્મીકાંતનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કર્યું હતું. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે લક્ષ્મીકાંતે અનેક વખત તેની પત્ની અક્ષતાને સમજાવી હતી. સાસુ ઉષાબહેન જયારે કિચનમાં કામ માટે આવતાં ત્યારે અક્ષતા તેમને રોકતી હતી. એના જવાબમાં ઉષાબહેન કહેતાં હતાં કે આ મારા દીકરાનું ઘર છે. ઉષાબહેન જ્યારે ટીવી જોતાં ત્યારે અક્ષતા કબાટના મિરર પાસે તૈયાર થવા ઊભી રહી જતી અને એ રીતે સાસુને ટીવી જોવામાં બાધારૂપ બનતી અને એ મુદ્દે પણ બન્ને વચ્ચે ઉગ્ર દલીલબાજી થતી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ‘હત્યા અને આત્મહત્યાની ઘટના બની એ દિવસે સવારે લક્ષ્મીકાંત તેના કામસર બહાર ગયો હતો અને ૧૪ વર્ષનો દીકરો નીરજ બેડરૂમમાં સૂતો હતો ત્યારે સાસુ-વહુ વચ્ચે ફરી એક વખત ઝઘડો થયો હતો. ૪૩ વર્ષની અક્ષતા કાંગુતકરે ૭૦ વર્ષનાં સાસુ ઉષાબહેનનું ગળું દબાવીને હત્યા કરી નાખ્યા બાદ પોતે પણ ઉંદર મારવાની ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ ૧૧ વાગ્યે દીકરો જાગ્યો અને તેણે ઘરમાં દાદી અને મમ્મીને બેભાન હાલતમાં જોયાં હતાં. દીકરાએ બન્નેને જગાડવાનો પ્રયત્ન કયોર્ હતો, પરંતુ તેઓ ન જાગતાં તેણે પપ્પાને ફોન કયોર્ હતો. લક્ષ્મીકાંતે દીકરાની વાત સાંભળીને તેના બિલ્ડિંગના ત્રીજા માળે રહેતા એક સંબંધીને ફોન કરીને ઘરે જવાનું કહ્યું હતું. જોકે એ વખતે તેણે જોયું ત્યારે સાસુ-વહુ મૃત્યુ પામેલી હાલતમાં હતાં. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK