સાયનમાં કારમાંથી મ્યુઝિક-સિસ્ટમ ચોરાઈ ગઈ

સાયનમાં બની ઘટના : વિન્ડોના કાચ કાપીને લૂંટારાઓએ કરી ચોરી

system

સાયનની જૂની SIES કૉલેજ પાસે આવેલી લક્ષ્મી ભુવન સોસાયટીમાં પાર્ક કરેલી બે કારમાંથી ગઈ કાલે વહેલી સવારે પાંચ વાગ્યે કારનો કાચ કાપીને મ્યુઝિક-સિસ્ટમની ચોરી થઈ હતી. આ બન્ને કારમાં ઑટો લૉક સિસ્ટમ હોવા છતાં કારના માલિકોને આ બાબતે સહેજેય ગંધ નહોતી આવી.

આ બાબતે માહિતી આપતાં સોસાયટીમાં રહેતાં નિશા દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પતિ મુંબઈની બહાર છે એથી ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે જ્યારે હું કાર પાસેથી પસાર થઈ ત્યારે મેં જોયું કે કારના કાચને કોઈકે તોડી નાખ્યો છે. વધુ તપાસ કરતાં ખબર પડી કે મારી કારમાંથી મ્યુઝિક-સિસ્ટમ ચોરાઈ ગઈ છે. અચરજની વાત એ હતી કે મારી કારમાં ઑટો લૉક સિસ્ટમ હોવા છતાં ચોરી કરનારાઓએ કાચને નુકસાન કર્યા છતાં અમને એની ખબર નહોતી પડી.’

system1

મારી કારમાં થયેલી ચોરીની હોહા થતાં અમને ખબર પડી કે બાજુમાં આવેલી સિંધી કૉલોનીમાં રહેતા વિનય મુખીની કારમાંથી પણ મ્યુઝિક-સિસ્ટમ ચોરાઈ ગઈ છે એમ જણાવતાં નિશા દેઢિયાએ કહ્યું હતું કે અમે તરત આ બાબતે સાયન પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK