સાયનમાં હાઇવે પછી મેઇન રોડ પર પણ ટૂરિસ્ટ બસોનો નવો અડ્ડો

છેલ્લાં થોડાં વષોર્થી સાયનમાં પ્રાઇવેટ બસો સામેની સ્થાનિક લોકોની લડત ચાલુ છે. સાયનમાં આવેલી ગુરુકૃપા હોટેલ પાસે ટૂરિસ્ટ બસોના માલસામાનનું લોડિંગ-અનલોડિંગ થતું હોવાથી સ્થાનિક રહેવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે.

travel

છેલ્લા એક-બે મહિનાથી અહીં ગુરુકૃપા હોટેલ પાસે ટૂરિસ્ટ બસોની સંખ્યા ઓછી થઈ ગઈ છે. આ બસોની સંખ્યા ઓછી થવાનું કારણ અહીં રોડની એન્ટ્રી પર લગાવેલું હેવી વેહિકલ માટે નો એન્ટ્રીનું બોર્ડ છે એવું સ્થાનિક લોકોનું માનવું છે. છેલ્લા એક મહિનાથી બસો સાયન હાઇવે પાસે માલસામાનનું લોડિંગ-અનફ્લોડિંગ કરતી જોવા મળે છે અને ગયા અઠવાડિયે આ બસો સાયનમાં મેઇન રોડ પર સાયન સર્કલ પાસે આવેલા પેટ્રોલ પમ્પ પાસે ઊભેલી જોવા મળી હતી. સાયન હાઇવે પર આ સમસ્યા ઊભી થાય એ પહેલાં જો પ્રશાસન દ્વારા નક્કર પગલાં નહીં લેવાય તો લોકો માટે નવી સમસ્યા ઊભી ને ઊભી રહે છે.


આ વિશે માહિતી આપતાં એક રાહદારીએ મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘હાઇવે તો આ બસો માટે માલસામાનનું લોડિંગ-અનલોડિંગ કરવા માટે નવો અડ્ડો છે, પણ હવે સાયન મેઇન રોડ પર પણ આ બસોમાંથી લોકોે ચડતા-ઊતરતા જોવા મળે છે. અહીં મેઇન રોડ પર પહેલાં આવું નહોતું થતું. ક્યારેક તો આ બસો અહીં ઊભી હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ સરજાય છે. આ બસો માટે નવું જંક્શન બની ચૂક્યું છે, પણ બસો તો અહીં ગેરકાયદે ઊભી હોય છે. ટ્રાફિક-પોલીસે આની સામે સખત કાર્યવાહી કરવી જરૂરી છે નહીં તો બસોનો આ નવો પર્મનન્ટ અડ્ડો બની જશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK