સાયનમાં ફેરિયાઓ અને સુધરાઈ વચ્ચે પકડાપકડી

સાયનમાં મેઇન રોડ પર ઠેકઠેકાણે ફેરિયાઓ ફૂટપાથ પર કબજો કરી બેસેલા જોવા મળે છે.

મિડ-ડે LOCALમાં ફેરિયાઓની સમસ્યા પ્રસિદ્ધ થયા બાદ સુધરાઈ ઍક્શનમાં આવી હતી. સુધરાઈએ આ ફેરિયાઓને હટાવ્યા હતા. ફૂટપાથ પરથી હટાવવામાં આવેલા ફેરિયાઓ ફરી ગયા અઠવાડિયે ફૂટપાથ પર પોતાનો માલસામાન લઈ બેસેલા જોવા મળેલા. આ રોડ હંમેશાં ટ્રાફિકથી ધમધમતો રહે છે. ભયંકર ટ્રાફિકમાં રાહદારીઓને ફૂટપાથ પર ચાલવાની જગ્યા નથી મળતી અને તેમણે ટ્રાફિકવાળા રોડ પર ચાલવું પડે છે. ટ્રાફિકમાં ચાલવું ક્યારેક ઘાતક પણ નીવડી શકે છે. આ ફેરિયાઓ ફૂટપાથ પર કબજો જમાવી દેતા હોવાથી રાહદારીઓએ જીવ જોખમમાં નાખીને ટ્રાફિકવાળા રોડ પરથી ચાલવું પડે છે.


આ બાબતે માહિતી આપતાં એક રાહદારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ફૂટપાથ પર કબજો કરી બેસેલા ફેરિયાઓને હટાવવા અનિવાર્ય છે. રાહદારીઓ માટે નડતરરૂપ બનીને બેઠેલા ફેરિયાઓને હટાવવામાં આવે છે, પણ તેઓ ચાર દિવસમાં પાછા આવી જાય છે. સુધરાઈ તેમને હટાવવા આવે છે એની તેમને જાણ થતાં આ ફેરિયાઓ પોતાનો સામાન બાંધીને છુપાઈ જતા હોય છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK