સાયન-પનવેલ હાઇવે ટોલનાકું આજથી બંધ

સાયન-પનવેલ હાઇવે પર ટોલ કલેક્શન વ્યવસ્થાપન માટે એસ્સેલ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ દ્વારા ઊભા કરવામાં આવેલા સાયન-પનવેલ ટોલવેઝને આજથી રાજ્ય સરકાર હસ્તક આપી દેવામાં આવશે.

toll

૬૮૯ કરોડ રૂપિયાની ચુકવણી ન થઈ હોવાનું કારણ આપીને એસ્સેલ ગ્રુપે આ ટોલ-પ્લાઝા જાહેર બાંધકામ ખાતાને સોંપી દેવાનો નિર્ણય લીધો છે. આ સાથે એસ્સેલ ગ્રુપ કંપની ટોલ વસૂલવાનું બંધ કરીને કન્સેશન ઍગ્રીમેન્ટ પર આવનારી રાજ્યની પહેલી કંપની બનશે. એસ્સેલ કંપનીના એક અધિકારીએ જણાવ્યા અનુસાર જાહેર બાંધકામ ખાતાએ ૩૯૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ સહિત ૬૮૯ કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. જૂન ૨૦૧૫માં રાજ્ય સરકારે રાજ્યમાં ટોલ-વસૂલી નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે ૩૯૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાનો વાયદો તેમણે કર્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીથી જાહેર બાંધકામ ખાતાએ ૪.૭ કરોડ રૂપિયાનું મન્થ્લી રીઇમ્બર્સમેન્ટ આપવાનું પણ બંધ કરી દીધું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ટોલ રાજ્ય સરકારને સોંપવાનો નિર્ણય લેવામાં આવતાં ૧૨ ટોલ-પ્લાઝા બંધ થઈ ગયા હતા. રાજ્યમાં હજી પણ ઔરંગાબાદ, કોલ્હાપુર, નાશિક, નાગપુર, પુણે સહિતનાં શહેરોમાં ટોલ-પ્લાઝા છે. સાયન-પનવેલ ટોલવેઝ પ્રાઇવેટ લિમિટેડે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ૨૯ ડિસેમ્બરથી બધાં બૅરિયર હટાવી દઈશું અને ત્યારથી મેઇન્ટેનન્સ અને અન્ય ઑપરેશન પણ બંધ કરી દઈશું.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK