સાયનના હેરિટેજ ગ્રેડના પંડિત જવાહરલાલ નેહરુ ઉદ્યાનની બિસમાર હાલત

સાયન કિલ્લા તરીકે ઓળખાતા આ ઉદ્યાનનો મેઇન ગેટ છ મહિનાથી તૂટી ગયો હોવા છતાં સુધરાઈ તરફથી કોઈ જ કાર્યવાહી થતી નથીરોહિત પરીખ

સાયન-ઈસ્ટમાં આવેલા પંડિત જવાહરલાલ નેહરુ (સાયન કિલ્લા) ઉદ્યાનનો મેઇન ગેટ છ મહિનાથી તૂટી ગયો હોવા છતાં સુધરાઈ તરફથી નવો ગેટ બેસાડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે આ ગાર્ડનમાં જવા માટે બીજા ગેટ હોવાથી લોકો ગાર્ડનમાં સરળતાથી અવરજવર કરી શકે છે, પણ બીજા ગેટથી ઉપર જવાના રસ્તા પરના દાદરાની હાલત પણ બિસમાર છે. જાળવણીના અભાવે અહીં અનેક સમસ્યાઓ છે, પરંતુ સુધરાઈ એના તરફ સહેજ પણ ધ્યાન આપતી નથી એવું આ ગાર્ડનમાં રોજ ફરવા આવતા લોકો કહી રહ્યા છે.

આ ગાર્ડનને પુરાતત્વ વિભાગે હેરિટેજ ગ્રેડમાં મૂક્યું છે. સુધરાઈ ૨૦૧૧માં આ ગાર્ડનને થીમ પાર્ક બનાવવાનો પ્લાનિંગ બનાવતી હતી. એના માટે તેમને ગાર્ડનની આસપાસના વિભાગમાં અમુક બાંધકામ કરવું જરૂરી હતી, પરંતુ પુરાતત્વ વિભાગે આનો વિરોધ કરતાં સુધરાઈએ આ ગાર્ડનને જાળવણી કરીને સંતોષ માનવો પડ્યો હતો.

આ ગાર્ડનમાં જવા માટેના દાદરા ઠેર-ઠેર તૂટી ગયા છે. મેઇન ગેટ તૂટી ગયો છે, પણ એ ગેટ પછી દાદરા ચડીએ એટલે બીજો ગેટ આવે છે એનો પિલર તૂટી ગયો છે, જેને કારણે આ ગેટ પણ ગમે ત્યારે તૂટી જવાની તૈયારીમાં છે. બેસવાની સીટો તૂટી ગઈ છે. બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે એવી સરસ આ ગાર્ડનમાં સ્ટુન્ડટોને વાંચવાની વ્યવસ્થા છે. અભ્યાસિકા નામની આ જગ્યાનું સમયે-સમયે રિનોવેશન થતું ન હોવાથી ઘણા સમયથી એની છતમાંથી પાણી લીકેજ થાય છે એટલે એ જગ્યાને પ્લાસ્ટિકથી ઢાંકીને રાખી છે. અહીં રાખવામાં આવેલો પૃથ્વીનો ગોળો ગમે ત્યારે જમીનદોસ્ત થવાની પરિસ્થિતિમાં છે. અહીં બાળકોને આકર્ષી શકે એવા ફુવારા ઘણા લાંબા સમયથી લોકોને જોવા મળ્યાં નથી. આ ફુવારાની પાઇપલાઇનો તૂટેલી પડી છે. આવી તો અનેક સમસ્યાઓ આ ગાર્ડનમાં રહેલી છે.

આ ગાર્ડનની સામે રહેતા કાર્તિક ભટ્ટે આ માહિતી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘જે સુધરાઈ આ ગાર્ડનને થીમ પાર્ક બનાવવા માગતી હતી એ સુધરાઈ અત્યારે એની સમય-સમયે જાળવણી પર કરતી નથી. એક જમાનામાં આ જગ્યા પર ફોર્ટ હતો એને ગાર્ડનમાં પરિવર્તિત કરીને એને ઐતિહાસિક ગાર્ડનની બનાવવામાં આવ્યું, પણ એની જાળવણી પ્રત્યે સુધરાઈ ઉદાસીન છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK