સાયનના ગાર્ડનમાં સવારે ક્રિકેટ અને રાતે નશો

સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ્ : સુધરાઈ કોઈ પગલાં લેતી નથી


સાયન-વેસ્ટના અનંત નારાયણ દળવી ગાર્ડનનો કબજો સવારે ક્રિકેટ જેવી રમતો રમવા માટે અને રાતે નશાખોરો દ્વારા થતો હોવાથી સ્થાનિક રહેવાસીઓ ત્રાસી ગયા છે. એની સામે સુધરાઈમાં છેલ્લાં ૧૨ વર્ષથી ફરિયાદ થતી હોવા છતાં સુધરાઈના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. આ બાબતે વૉર્ડ-નંબર ૧૬૭નાં નગરસેવિકા રાજેશ્રી શિરવડકરે કેટલીક ફરિયાદ કર્યા છતાં ગાર્ડન ડિપાર્ટમેન્ટે પગલાં લીધાં નથી.

રોડ-નંબર ૨૫ના બેસ્ટના બસ-ડેપો પાસે આવેલા આ ગાર્ડનની હાલત છેલ્લાં ૧૨ વર્ષથી કથળી ગઈ છે. ત્યાં બાળકો માટેની રાઇડ્સ તૂટી ગઈ છે. સુધરાઈના અધિકારીઓની બેજવાબદારીને લીધે આ ગાર્ડનની પાણીની પરબની રૂમને ફેરિયાઓએ સ્ટોરેજ-રૂમ બનાવી દીધી હતી. વર્ષોથી ફરિયાદ કર્યા બાદ સુધરાઈએ એના પર કાર્યવાહી કરી પરબની રૂમમાં પડેલો સામાન જપ્ત કયોર્ હતો.

આ માહિતી આપતાં સ્થાનિક રહેવાસી મનીષ શેઠે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૨ વર્ષથી આ ગાર્ડનમાં અનેક સમસ્યાઓ હોવા છતાં સુધરાઈ આ બાબતે કોઈ જ નક્કર પગલાં લેતી નથી, એને લીધે અમે સ્થાનિક રહેવાસીઓ હેરાન થઈ ગયા છીએ.’

આ બાબતે વધુ માહિતી આપતાં વૉર્ડ નંબર ૧૬૭નાં નગરસેવિકા રાજેશ્રી શિરવડકરે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘હું છેલ્લાં બે વર્ષથી ગાર્ડન ડિપાર્ટમેન્ટને આની અનેક ફરિયાદ કરું છું. આ પાણીની પરબની રૂમને ડિમોલિશ કરી ત્યાં સિનિયર સિટિઝનો માટે વિશાળ હૉલ બનાવવો છે, પણ સુધરાઈ તરફથી કોઈ પરર્વિતન જોવા મળતું નથી. આ ગાર્ડન વધુમાં વધુ લોકોને માટે ઉપયોગી થાય એવો મારો પ્રયાસ છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK