સિદ્વિવિનાયક મંદિરની સુરક્ષામાં કચાશ

VIP ભક્તોની કારને ગેટ સુધી પાર્ક કરવા માટેની પરવાનગી તેમ જ મંદિર પાસેની ગલીઓમાં પાર્ક થતાં વાહનોને કારણે એને સુરક્ષા-વ્યવસ્થા ખોરવાઈ જવાનો ડર


પ્રભાદેવીમાં આવેલા સિદ્વિવિનાયક મંદિરમાં સુરક્ષા-વ્યવસ્થા તો છે, પરંતુ સુરક્ષામાં ઢીલ થઈ રહી હોવાનું જોવા મળ્યું છે. મંદિરની આસપાસ સઘન અને તોતિંગ સુરક્ષા-વ્યવસ્થા છે. એ સામે મંદિરમાં સ્ત્ભ્ ભક્તોની કારને ગેટ સુધી પાર્ક કરવા માટેની પરવાનગી તેમ જ મંદિર પાસેની ગલીઓમાં પાર્ક થતાં વાહનોને કારણે સુરક્ષા-વ્યવસ્થા ખોરવાતી નજરે પડે છે.

આ વિશે મિડ-ડેના એક વાચકે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હાલમાં આતંકવાદ વધી રહ્યો છે એવામાં આવાં ખ્યાતનામ મંદિરો જેવાં સ્થળોને પહેલાં ટાર્ગેટ કરવામાં આવે છે. એ સમયે લાખો લોકોના જીવ જોખમમાં મુકાય છે. આવી ઘટનાઓને ટાળવા માટે મંદિર ફરતે જડબેસલાક સુરક્ષા-વ્યવસ્થા ગોઠવાયેલી છે તેમ જ મંદિરના રક્ષણ માટે મોટી વૉલ પણ ચણવામાં આવી છે. તેમ છતાં મંદિરની આજુબાજુની ગલીઓમાં આડેધડ ટૂ-વ્હીલરો પાર્ક થતાં હોવાને કારણે સુરક્ષા ખોરવાઈ રહેલી જણાય છે. આ બાબતે અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ, જેથી કોઈ નાની અથવા મોટી ઘટના ઘટતી અટકાવી શકાય. સુરક્ષા-કર્મચારીઓની પરવાનગીથી અમુક વાહનોને મંદિરની પાસે ઊભાં રાખવામાં આવે છે. એ સમયે આ વિસ્તારમાં લોકોના જીવ પર જોખમ તોળાતું હોય એવું લાગે છે. ભક્તોની ભારે ભીડને કારણે ગલીઓમાં પાર્ક થતાં ટૂ-વ્હીલરોને કારણે સાંકડી ગલીમાં ભીડ થાય છે અને અગવડ પડે છે. આવા વિસ્તારોમાં ઍમ્બ્યુલન્સ જઈ શકતી નથી એવી હાલત હોય છે.’

આ વિશે અધિકારીઓને સવાલ કરતાં તેમણે કહ્યું હતું કે સત્તા આ વિશે કેટલી ગંભીર છે અને આ મુદ્દા વિશે જાણ હોવા છતાં પણ તેઓ શું પગલાં લઈ રહ્યા છે?

આ વિશે મંદિરના અધિકારી સાથે વાત કરતાં તેમણે સુરક્ષા-વ્યવસ્થામાં સારી રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે એમ જણાવ્યું હતું.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK