શિવસેના ભવન સામેના રોડનો કેટલોક ભાગ ધસી પડતાં સુધરાઈ દ્વારા સાવચેતીનાં પગલાં

શિવસેના ભવન સામેના ગોખલે રોડ જંક્શન પર વચ્ચે જ મંગળવારે સાંજે પાંચ વાગ્યે રોડનો અમુક ભાગ ધસી પડ્યો હતો. જોકે આ બાબતે તરત જ જાણ થતાં સુધરાઈના કર્મચારીઓ ત્યાં ધસી આવ્યા હતા અને સાવચેતીનાં પગલાં લઈને એના પરથી કોઈ વાહન તાત્પૂરતું પસાર ન થાય એ માટે બામ્બુ લગાડીને એની આજુબાજુ સાવચેતી માટે રિબન લગાડી હતી.

બકુલેશ ત્રિવેદી


બરાબર શિવસેના ભવનના જંક્શન પર એ રોડનો ભાગ ધસી પડ્યો ત્યારે એ વખતે ત્યાં ફરજ પર તહેનાત ય્વ્બ્ની માહિમ ચોકીના ટ્રાફિક-કૉન્સ્ટેબલને આ બાબતની જાણ થઈ હતી એથી તરત જ તેણે તેના એક સહયોગીને બોલાવ્યો હતો અને એ બાબતે સુધરાઈના ઞ્ નૉર્થ વૉર્ડમાં પણ જાણ કરી હતી.

રોડનો જે ભાગ ધસી પડ્યો હતો એ બહુ નાનો હતો, પણ એની આજુબાજુમાં પોકળ ભાગ દેખાઈ રહ્યો હતો. એ વખતે ત્યાં ફરજ પર હાજર સુધરાઈના અધિકારીએ કહ્યું હતું કે એ જે પોકળ ભાગ છે એ પણ ધસી પડી શકે એમ છે એથી એના પરથી વાહનો ન જાય એ જરૂરી છે નહીંતર અકસ્માત થઈ શકે એથી એનું સમારકામ ચાલુ થાય. એ માટેની સામગ્રી આવે, કર્મચારીઓ-મજૂરો આવે એ પહેલાં સાવચેતીના પગલારૂપે એ ધસી પડેલા ભાગમાં બામ્બુ નાખીને એની આજુબાજુ વાહનચાલકોને એ ખાડો છે એવું દર્શાવવા માટે બામ્બુની આસપાસ સાવચેતી માટેની રિબન પણ લગાવી દીધી હતી.  

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK