ટ્રાવેલિંગ એજન્ટોને કારણે સર્જાતી ટ્રાફિક-સમસ્યા સામે લડવા સાયન સર્કલ પાસેના રહેવાસીઓ રોડ પર ઊતર્યા

સાયન સર્કલ પાસે આવેલા વલ્લભ વિદ્યાલય માર્ગ પર ટ્રાવેલિંગ એજન્ટોની દાદાગીરીથી ત્રાસેલા રહેવાસીઓ ટ્રાફિકની સમસ્યા સામે છ મહિનાથી લડી રહ્યા છે.



મયૂર સચદે

આના માટે તેમણે ટ્રાફિક-પોલીસ સાથે મીટિંગ પણ કરી હતી. સાથોસાથ સાયન ટ્રાફિક-પોલીસે કમિટી પણ બનાવી છે. આમ છતાં આ સમસ્યાનું નિરાકરણ ન આવતાં સ્થાનિક રહેવાસીઓ આ સમસ્યાના નિરાકરણ માટે પોતે જ રસ્તા પર ઊતરી આવ્યા હતા. આના માટે તેમણે સ્કૂલના વિદ્યાર્થીઓને પણ તેમની સાથે લીધા હતા, જેને પરિણામે ત્રણ જ દિવસમાં ટ્રાફિક-પોલીસે રસ્તા પર ગેરકાયદે પાર્ક કરાયેલાં વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. 

આ માહિતી આપતાં સાયન વેલ્ફેર ફોરમના અધ્યક્ષ અજય પંડ્યાએ મિડ-ડે LOCALને  કહ્યું હતું કે ‘અમારા વિસ્તારની ટ્રાફિક-સમસ્યાના ઉકેલ માટે અમે મે ૨૦૧૦ના ટ્રાફિક નિયમો સંબંધી પ્લૅ-કાર્ડ્સ સાથે ૪૦૦ વિદ્યાર્થીઓ સાથે રસ્તા પર ઊભા રહી ગયા હતા. આનું રિઝલ્ટ અમને ત્રણ જ દિવસમાં મળ્યું હતું.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK