નાલાસોપારાના ફ્લાયઓવર નીચે ફેરિયાઓએ જમાવ્યો અડ્ડો

લોકોને ચાલવામાં ને વાહનોની અવરજવર પર અસર થવાને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો


નાલાસોપારામાં દિવસે-દિવસે ફેરિયાઓનું રાજ વધવા લાગ્યું છે. રસ્તો રોકીને મનફાવે ત્યાં આ ફેરિયાઓ પોતાનો અડ્ડો જમાવીને બેસી ગયા છે. રેલવે-સ્ટેનશથી લઈને જ્યાં-ત્યાં અડ્ડો જમાવ્યા બાદ ફેરિયાઓનું અતિક્રમણ હવે નાલાસોપારાના ફ્લાયઓવર બ્રિજ નીચે વધવા લાગ્યું છે. આ બ્રિજ પરથી નાલાસોપારાના ઈસ્ટ-વેસ્ટના વિસ્તારોમાં જઈ શકાય છે. એ ઉપરાંત જૈનોના પ્રખ્યાત આગાસીના દેરાસરમાં પણ અહીંથી જઈ શકાય છે એટલે આ ફ્લાયઓવરની આસપાસના રસ્તાનો અને ફ્લાયઓવરનો ઉપયોગ ઘણો થતો હોય છે, પરંતુ ફેરિયાઓએ બ્રિજ નીચે મનફાવે એમ પોતાનો ધંધા નાખ્યો હોવાથી ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો થયો છે.

આ વિશે વધુ માહિતી આપતાં પાસે જ કરિયાણાની દુકાન ધરાવતા તુષાર હરિયાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘નાલાસોપારા સ્ટેશનથી જોશો તો આખા નાલાસોપારામાં ફેરિયાઓનું અતિક્રમણ વધવા લાગ્યું છે, જેને કારણે સામાન્ય જનતાને ચાલવામાં અને વાહનોની અવરજવર પર અસર થાય છે. પ્રશાસન યોગ્ય ધ્યાન આપતું ન હોવાથી આ અતિક્રમણનું પ્રમાણ વધવા લાગ્યું છે. ફ્લાયઓવર બ્રિજ નીચે ચંપલથી માંડીને જે-તે વસ્તુઓ વેચતા ફેરિયાઓ બેઠા છે જેને કારણે સામાન્ય જનતાને ખૂબ તકલીફ થાય છે. કોઈ ઇમર્જન્સી હોય તો વાહનને અહીં લાવવું પણ ભારે પડી જાય છે. પ્રશાસન આ ફેરિયાઓ સામે ખાસ ધ્યાન આપે અને ફેરિયાઓને એવી કોઈ જગ્યા આપે જેથી તેઓ બીજા લોકોની હેરાનગતિનું કારણ ન બને તેમ જ ટ્રાફિકનું નિયંત્રણ પણ રહે તો ટ્રાફિક-વ્યવસ્થા પણ સચાય રહે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK