સાયન : પાર્કિંગ મામલે બોલાચાલી થતા ૫૦ વર્ષની વ્યક્તિનું અપહરણ

આરોપી અને તેના મિત્રે તેને કારમાં લઈ જઈને મારઝૂડ કરી અને પછી એક કલાક બાદ કલાનગર જંક્શન પર છોડીને નાસી ગયાસાયનના જોગવેકરનગરમાં રહેતા ૫૦ વર્ષના સુબ્રમણ્યમ ઉર્ફે જુન્ની મિરાલાએ શુક્રવારે પાર્કિંગની બાબતે બોલાચાલી કરતાં કિડનૅપિંગ અને  મારઝૂડનો ભોગ બનવું પડ્યું હતું.

કિડનૅપિંગ બાદ મારઝૂડ કરી કલાનગર જંકશન પર છોડી દેવાયેલા સુબ્રમણ્યમ ત્યાર બાદ સ્થાનિક લોકોની મદદથી બાંદરાની ભાભા હૉસ્પિટલમાં દાખલ થયા હતા. સાયન પોલીસે ત્યાર બાદ તપાસ ચલાવી તેમનું અપહરણ કરી મારઝૂડ કરનાર નવી મુંબઈના ડૉક્ટરની કારના ૩૨ વર્ષના ડ્રાઇવર રાજેન્દ્ર ઠાકુરની ધરપકડ કરી હતી.

શુક્રવારે બપોરે રાજન્દ્ર ઠાકુર તેની કાર પાર્ક કરી રહ્યો હતો ત્યારે એ રાહદારીઓને ચાલવામાં અગવડ પડી શકે છે એમ જોઈ એ વિસ્તારમાં રહેતા એક ફ્રેન્ડને મળવા આવેલા સુબ્રમણ્યમે તેને કાર આગળ પાર્ક કરવા કહ્યું હતું. આ બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ રાજેન્દ્ર અને તેના મિત્રે મળીને સુબ્રમણ્યમને મારવાનું શરૂ કર્યું હતું. એટલાથી સંતોષ ન થતાં તેમણે તેમને કારમાં નાખીને એક કલાક સુધી ફેરવ્યા હતા. ત્યાર બાદ તેમને કલાનગર જંક્શન પર છોડીને નાસી ગયા હતા. સુબ્રમણ્યમનો કૉન્ટૅક્ટ ન થતાં તેમના પરિવારને ભારે ચિંતા થઈ રહી હતી, કારણ કે તેઓ તેમને શોધી રહ્યા હતા. આખરે સાંજે પોલીસે જ્યારે ભાભા હૉસ્પિટલમાં આ બાબતે પૂછપરછ કરી હતી અને ફૅમિલીને જાણ કરી હતી. 

સાયન પોલીસે આ બાબતે તપાસ કરી રાજેન્દ્ર ઠાકુરને પકડી લીધો હતો અને તેની વિરુદ્ધ અપહરણ અને મારઝૂડનો કેસ નોંધ્યો હતો. રાજેન્દ્રે કબૂલ કર્યું હતું કે તેણે સુબ્રમણ્યમનું અપહરણ કર્યું હતું અને મારઝૂડ પણ કરી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK