માટુંગા સ્ટેશનને લિમકા બુકમાં સ્થાન મળ્યું

સેન્ટ્રલ રેલવેનું ઑલ વિમેન સ્ટેશન ૩૪ મહિલાઓ ચલાવે છે

matunga

અંદાજે ૬ મહિના બાદ દેશના પહેલા ઑલ વિમેન ઑપરેટેડ એટલે કે બધી જ મહિલા સ્ટાફ દ્વારા સંચાલિત સેન્ટ્રલ રેલવેના માટુંગા રેલવે-સ્ટેશનનું નામ લિમકા બુક ઑફ રેકૉર્ડ્સ - ૨૦૧૮માં આવ્યું છે.

સેન્ટ્રલ રેલવેએ જુલાઈ ૨૦૧૭માં સ્ટેશન પર ૩૪ મહિલાઓની નિમણૂક કરી હતી. આ ટીમમાં સ્ટેશન-મૅનેજર, પૉઇન્ટ્સ પર્સન, બુકિંગ-સ્ટાફ, ટિકિટચેકર, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સ્વીપર સહિત બધી જ મહિલાઓ છે.

ટીમ-લીડર અને માટુંગાનાં સ્ટેશન-મૅનેજર મમતા કુલકર્ણી મુંબઈ ડિવિઝનના સેન્ટ્રલ રેલવેનાં પહેલાં મહિલા સ્ટેશન-માસ્ટર છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે અલગ જ કમ્ફર્ટ ઝોન છે. હું રેલવેમાં અંદાજે ૩૦ વર્ષથી કામ કરું છું. આ અગાઉ મારું પોસ્ટિંગ CSMT અને કુર્લામાં હતું. પૂરો સ્ટાફ મહિલાઓનો હોય એ આઇડિયા યુનિક અને મનોરંજક છે. અમારી પાસે મહિલાઓનો RPF સ્ટાફ પણ છે જે દરેક કલાકે સ્ટેશન પર પૅટ્રોલિંગ કરે છે. મહિલાઓ સાથે કામ કરવાનું એક અલગ જ કમ્ફર્ટ લેવલ છે. અમે એકમેકની સમસ્યા સમજવા તેમ જ સ્ટેશનનું ફંક્શનિંગ કરવામાં મદદરૂપ થવા વધુ સારી પોઝિશન પર છીએ.’

એક સ્ટાફ-મેમ્બરે કહ્યું હતું કે ‘નાઇટ શિફ્ટ દરમ્યાન ટીમે અમુક ચૅલેન્જનો સામનો પણ કરવો પડ્યો હતો. એમાંય ખાસ કરીને સ્ટેશનવિસ્તારમાં ચરસીઓનો વિસ્તાર ચૅલેન્જિંગ રહ્યો છે. જોકે આ મુદ્દામાં મદદ કરવા માટે સેન્ટ્રલ રેલવેના ઍડ્મિનિસ્ટ્રેશનનો મજબૂત સપોર્ટ રહ્યો હતો.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK