ત્રણ મહિનાથી સાયનમાં લોકોને રોડ ક્રૉસ કરવામાં થાય છે હાલાકી

રોડ ક્રૉસ કરવા બનાવેલા ઝીબ્રા ક્રૉસિંગના પટ્ટા ગાયબ : સુધરાઈ હવે તો જાગે


સાયનમાં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર ટ્રાફિક હંમેશાં ધમધમતો હોય છે. મેઇન રોડ પર લોકોને રોડ ક્રૉસ કરવા માટે બનાવેલા ઝીબ્રા ક્રૉસિંગના પટ્ટા સાવ દેખાતા નથી. વાહનચાલકો પોતાની ગાડી ઝીબ્રા ક્રૉસિંગના પટ્ટા પર ઊભી રાખતા હોવાથી રાહદારીઓને રોડ ક્રૉસ કરવામાં હાલાકી વેઠવી પડે છે. કોઈ વાહન ટ્રાફિક-સિગ્નલનું પાલન ન કરે તો રોડ ક્રૉસ કરતી વખતે રાહદારીઓ સાથે અથડાતાં વાર ન લાગે. ત્રણ મહિના પહેલાં મિડ-ડે LOCALમાં આ સમસ્યા પ્રાસિદ્ધ થઈ હતી.

હજી સુધી ત્યાં ઝીબ્રા ક્રૉસિંગના પટ્ટા નથી કરવામાં આવ્યા.આ બાબત માહિતી આપતાં એક રાહદારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર ટ્રાફિક હંમેશાં ધમધમતો હોય છે. રોડ ક્રૉસ કરો તો અત્યંત સાવધાની રાખવી પડે છે. ત્રણ મહિનાથી રોડ પરના ઝીબ્રા ક્રૉસિંગના પટ્ટા ગાયબ છે. અલર્ટ થઈ રોડ ક્રૉસ કરવો જરૂરી છે. સુધરાઈની નીંદર કોઈ અકસ્માત પછી ખૂલશે એવું લાગે છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK