હવે ગાર્ડન બની જશે મોબાઇલ ટાવર લગાડવા માટેના સ્પૉટ

ફાઇવ ગાર્ડન્સમાં પણ મોબાઇલ ટાવર્સ લગાડવામાં આવશે : સાયન-માટુંગાનાં ૩૧ જેટલાં ગાર્ડનોમાં વીસ રૂપિયા પ્રતિવર્ષના હિસાબે મોબાઇલ ટાવર લગાડવામાં આવવાના છે : સ્થાનિક રહેવાસીઓમાં ભયંકર આક્રોશ

garden


લોકો, બાળકો અને સિનિયર સિટિઝનો માટે હરવાફરવા ને રિલૅક્સ થવા માટે બનેલાં ગાર્ડનોમાં હવે મોબાઇલ ટાવર લગાડેલા જોવા મળે તો આશ્ચર્યચકિત નહીં થતા. સાયન-માટુંગાનાં ૩૧ ગાર્ડનમાં સુધરાઈએ રિલાયન્સના મોબાઇલ ટાવર લગાડવા માટે પરવાનગી આપી હોવાથી અહીં રહેતા લોકોના મનમાં રોષ જાગ્યો છે. F-નૉર્થ વૉર્ડ સિટિઝન ફેડરેશન દ્વારા આ પ્રપોઝલનો વિરોધ કરવામાં આવ્યો હતો.ગાર્ડનમાં બાળકોને રમવા માટે અને લોકોને ચાલવા માટે માંડ-માંડ જગ્યા મળતી હોય છે ત્યારે ત્યાં સુધરાઈ મોબાઇલ ટાવર્સ લગાડવા માટે પરવાનગી કેવી રીતે આપી શકે એવો લોકોના મનમાં સવાલ છે.

આ બાબત માહિતી આપતાં F-નૉથ વૉર્ડ સિટિઝન ફેડરેશનના સભ્ય નિખિલ દેસાઈએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે સુધરાઈના કમિશનરને પત્ર લખીશું એટલું જ નહીં, જરૂર પડે તો આનો વિરોધ પણ કરીશું. આ પબ્લિકની જગ્યા છે, લોકો માટે બનાવેલાં ગાર્ડનોમાં સુધરાઈ વીસ રૂપિયા પ્રતિવર્ષના હિસાબે મોબાઇલ ટાવર લગાડવાના સોદા કેવી રીતે કરી શકે? લોકો અને બાળકો માટે રિલૅક્સ કરવા ને આનંદ માણવા માટેની જગ્યાને રિલાયન્સના મોબાઇલ ટાવર લગાડી પચાવી પાડવા નહીં દઈએ.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK