વૃક્ષો વાવોની મસમોટી જાહેરાતો, પણ સુધરાઈ બચાવકાર્યમાં નીરસ

સાયન-ઈસ્ટમાં વૃક્ષો અચાનક સુકાઈને નાશ પામી રહ્યાં છે : એ વિશેની ફરિયાદોને ઊધઈ ખાઈ રહી હોવાનો સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ


રોહિત પરીખ

સાયન (ઈસ્ટ)માં આવેલા જવાહર નહેરુ ઉદ્યાનની બહારના રોડ પરનાં અનેક વૃક્ષો છેલ્લાં ઘણાં વર્ષથી અચાનક સુકાઈને નાશ પામી રહ્યાં છે. આનાથી સ્થાનિક રહેવાસીઓ ચિંતિત થઈ ગયા છે. જોકે ‘જ્-નૉર્થ વૉર્ડના ગાર્ડન ડિપાર્ટમેન્ટે આ બાબતમાં પગલાં લેવાનાં શરૂ કર્યા હોવા છતાં સ્થાનિક રહેવાસીઓ સુધરાઈ વૃક્ષો બચાવવા માટે સક્રિય બની કાર્યવાહી કરશે કે નહીં અને કરશે તો એમાં એને કેટલી સફળ થશે એ બાબત પર શંકા કરી રહ્યા છે. વૃક્ષો વાવવાની મોટી જાહેરાત કરતી સુધરાઈ કે સરકાર વૃક્ષો કસમયે બીમાર પડી નાશ પામી રહ્યાં છે એ બાબતમાં સહેજ પણ ગંભીર નથી.

સાયનની એક જાગરૂક મહિલાએ એક દિવસ જોયું કે તેના વિસ્તારનાં જે વૃક્ષોને ઊગતાં વષોર્ લાગ્યાં હતાં એ અચાનક સુકાઈને મરવા પડ્યાં છે. આથી ૨૦૧૪ના સપ્ટેમ્બરમાં જ્-નૉર્થ વૉર્ડ સિટિઝન્સ ફેડરેશને આ બાબતમાં જ્-નૉર્થ વૉર્ડના ગાર્ડન વિભાગના અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું હતું. વૃક્ષ ગણતરી વિભાગે ૨૦૦૮ની સાલમાં કરેલા સર્વેક્ષણ પ્રમાણે મુંબઈભરમાં ૩૨,૨૦૯થી વધુ વૃક્ષો આવેલાં છે, જેમાંથી મોટા ભાગનાં ૩૦થી ૪૦ વર્ષ જૂનાં છે. સુધરાઈના કહેવા પ્રમાણે આ વૃક્ષો પર જીવજંતુઓ સરળતાથી હુમલો કરી શકે છે. ગયા વર્ષે અનેક વૃક્ષો પર અતિ સૂક્ષ્મ એવા જીવજંતુઓએ હુમલો કરીને વૃક્ષોને નુકસાન પહોંચાડ્યું હતું.

સુધરાઈના ગાર્ડન વિભાગના એક અધિકારીએ આ સંદર્ભમાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે રહેવાસીઓની ફરિયાદો મળ્યા પછી અનેક વૃક્ષોને બચાવવા દવાનાં ઇન્જેક્શન આપ્યાં હતાં. અમે આ મુદ્દે ગંભીરતાપૂર્વક કાર્ય કરી રહ્યા છીએ.’

આ વિસ્તારમાં રહેલા એક સ્ટૉલવાળાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સુધરાઈએ આ બાબતમાં ઍક્શન લેવાની શરૂ કરી છે, જેને લીધે એક-બે વૃક્ષ પર તો ફરીથી ગ્રીનરી દેખાવવા લાગી છે.’

જ્-નૉર્થ વૉર્ડ સિટિઝન્સ ફેડરેશનના સક્રિય કાર્યકર જી. આર. વોરા સુધરાઈ બીમાર પડેલાં વૃક્ષોને બચાવવા સુધરાઈ કોઈ ઍક્શન લઈ રહી છે એ વાત સાથે સહમત નથી. તેમણે મિડ-ડે  LOCALને કહ્યું હતું કે ‘અત્યારે જે બીમાર વૃક્ષો છે એને પેસ્ટ-કન્ટ્રોલ કરવાની જરૂર છે, પણ સુધરાઈ આ મુદ્દે લોકોને લિટરલી મૂર્ખ બનાવી રહી છે. અમે જ્યારે આ બાબતમાં સતત ફરિયાદ કરી રહ્યા છીએ એ સમયે સુધરાઈએ અમને સમયે-સમયે જે વિસ્તારમાં એ પેસ્ટ-કન્ટ્રોલ કરે એની અમને જાણકારી આપવી જોઈએ. પણ એ એમ કરતી નથી એનું શું કારણ એ સુધરાઈના અધિકારીઓને જ ખબર. અમારી ફરિયાદોને પણ સુધરાઈની ઑફિસમાં ઊધઈ ખાઈ રહી હોય એવું લાગી રહ્યું છે.’

મશીન અને દવાના ડોનર તૈયાર છે


આ માહિતી આપતાં જી. આર. વોરાએ કહ્યું હતું કે ‘સાયન-ઈસ્ટમાં રહેતી એક વૃક્ષપ્રેમી મહિલાને જ્યારે વૃક્ષો બીમાર થઈને મરી રહ્યાં છે એ વાતની ખબર પડી ત્યારે તેણે અમારી સંસ્થાનો સંપર્ક કયોર્ હતો. તેણે અમને કહ્યું છે કે વૃક્ષોને બચાવવા માટે જે કોઈ ઇક્વિપમેન્ટ અને દવાઓની જરૂર હોય એ હું મારા તરફથી ડોનેટ કરીશ. ખર્ચની ચિંતા કરશો નહીં; પણ મારા બાળક, મારા વડીલો જેવાં આ વૃક્ષોને બચાવો. આ વાતની જાણ કરતો એક પત્ર અમે તરત જ સુધરાઈમાં આપી દીધો છે; પરંતુ હજી સુધી સુધરાઈ આ બાબતમાં જાગીને વૃક્ષોને બચાવવા આગળ આવી નથી, જેની અમને નવાઈ લાગે છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK