દાદર રેલવે-સ્ટેશન પર છાપરાં જ નથી

સ્ટેશન-માસ્ટર પૅસેન્જરોને કહે છે, ‘છાપરાં કેમ નથી એ પૂછવાનો અધિકાર તમને નથી’

dadar


સેન્ટ્રલ રેલવે દાદરના પ્લૅટફોર્મ-નંબર ૪ અને અન્ય ભાગોમાં પ્લૅટફૉર્મ પર પૅસેન્જરો તડકો કે વરસાદથી બચી શકે એ માટે બેસાડવામાં આવતાં છાપરાં જ નથી. સૌથી નવાઈની વાત તો એ છે કે આ બાબતની ફરિયાદ લઈને સ્ટેશન-માસ્ટર પાસે જનારા પૅસેન્જરોને સ્ટેશન-માસ્ટર તરફથી ઉડાઉ જવાબ જ મળે છે અને એનાથી પૅસેન્જરોમાં રોષ પ્રગટ્યો છે.

એ વિશે માહિતી આપતાં ડોમ્બિવલીથી દાદર સ્ટેશન ઊતરીને નોકરીએ જઈ રહેલા એક યુવાને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પ્લૅટફૉર્મ પર કશેક એકાદ વર્ષથી તો કશેક બે-ત્રણ મહિનાથી છાપરાં જ નથી. આથી હું સ્ટેશન-માસ્ટરને ફરિયાદ કરવા ગયો હતો. પહેલાં તો તેમણે કહ્યું કે સાંજે આવો, હું તપાસ કરીને જવાબ આપીશ. સાંજે ચાર વાગ્યે હું પાછો મળવા ગયો તો તેમણે મને કહ્યું કે તમને આ બાબતમાં પૂછવાનો કોઈ અધિકાર નથી. રેલવે પ્રશાસન એનું કામ કરે છે અને એની રીતે કરતું રહેશે એમ કહીને તેઓ ત્યાંથી ગુમ થઈ ગયા હતા. આવું તો અનેક પૅસેન્જરો સાથે બન્યું છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK