ફેરિયાઓને લઈને સુધરાઈના તખલખી નિર્ણય સામે સાયનના રહેવાસીઓ છેડશે આંદોલન

જ્યાં એક પણ ફેરિયો નહોતો એ જૈન સોસાયટીની આસપાસ છ હજાર ફેરિયાઓને સુધરાઈ લાઇસન્સ આપશેરોહિત પરીખ

સાયનની જૈન સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં વષોર્થી એક પણ ફેરિયો બેઠો નથી એ વિસ્તારોમાં સુધરાઈએ ૬૦૦૦ ફેરિયાઓને લાઇસન્સ આપવાનો તખલખી નિર્ણય લઈ લીધો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક નગરસેવિકાએ જ આ માહિતી સ્થાનિક રહેવાસીઓને આપી હતી, જેને પગલે ૧૧ માર્ચના દિવસથી જ રહેવાસીઓએ ફેરિયાઓની બાબતમાં સુધરાઈએ લીધેલા નિર્ણય સામે સખત વિરોધ નોંધાવ્યો છે. એટલું જ નહીં, સ્થાનિક રહેવાસીઓના બનેલા સાયન વેલ્ફેર ફોરમે આ બાબતે જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. સૌથી નવાઈની વાત તો એ છે કે સુધરાઈનો લાઇસન્સ ડિપાર્ટમેન્ટ રહેવાસીઓને કહે છે કે ‘ચલો, તમારા વિસ્તારમાં ફેરિયાઓ નહીં બેસવા દઈએ, પણ તમે જ કહો કે અમે ફેરિયાઓને ક્યાં બેસવાની પરવાનગી આપીએ.’

સાયનની ગુજરાત સોસાયટી, જૈન સોસાયટી, જૈન દેરાસરની આસપાસના વિસ્તારોમાં દાયકાઓથી એક પણ ફેરિયો ફુટપાથ પર બેસતો નથી. થોડા સમયથી સાયન હૉસ્પિટલની આસપાસ ફેરિયાઓ જમા થવા લાગ્યા છે. એની સામે પણ સાયનના અનેક જાગરૂક નાગરિકો વિરોધ કરી રહ્યા છે. સુધરાઈ એ બાબતમાં તો કોઈ પગલાં લેતી જ નથી, પરંતુ કૉર્ટના આદેશનું મનઘડંત અર્થઘટન કરીને સુધરાઈએ એક-બે નહીં સીધા છ હજાર ફેરિયાઓને લાઇસન્સ આપવાનો નિર્ણય લઈ લીધો છે. આ વાતની સ્થાનિક રહેવાસીઓને તેમના જ વિસ્તારની નગરસેવિકા રાજશ્રી શિરવડકરે મંગળવાર ૧૦ માર્ચના માહિતી આપી હતી. રાજશ્રીએ રહેવાસીઓને આ ફેરિયાઓ

ક્યા-ક્યા વિસ્તારોમાં બેસશે એની પણ માહિતી આપી હતી, જે સાંભળીને રહેવાસીઓ અને ફોરમના કાર્યકરો ચોંકી ઊઠયા હતા. જે વિસ્તારમાં ક્યારેય એક પણ ફેરિયો બેસતો નથી એ વિસ્તારોની ફુટપાથ સુધરાઈના લાઇસન્સ ડિપાર્ટમેન્ટની મહેરબાનીથી ભરાઈ જશે. જે સાયનવાસીઓ દાયકાઓથી શાંતિનું જીવન જીવી રહ્યા છે તેમના જીવનને અશાંત કરવાનો સુધરાઈએ પ્લાન બનાવી લીધો હતો, જેને કારણે સ્થાનિક રહેવાસીઓએ તરત જ ઇમર્જન્સી મીટિંગ બોલાવીને સુધરાઈના પ્લાન સામે પહેલાં વિરોધ કરવું અને એનાથી અધિકારીઓને અક્કલ ન આવે તો ઉગ્ર આંદોલન કરવો એવો નિર્ણય લઈ લીધો હતો. આના માટે તેઓએ નગરસેવિકાની સાથે જૈન સોસાયટીની આસપાસના વિસ્તારોમાં મુલાકાત પણ કરી હતી. ક્યાં ફેરિયા અત્યારે છે અને ક્યાં નથી એની નોંધણી કરી હતી.સાયન વેલ્ફેર ફોરમના અજ્ય પંડ્યા અને મનીષ શેઠે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે કોઈ પણ સંજોગોમાં સુધરાઈ સામે ઝુકવાના નથી.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK