બેશરમીની ચરમસીમા

માટુંગાની વચ્છરાજ લેનમાં વર્ષે જૂની પાણી ભરાવાની સમસ્યા તરફ સુધરાઈનું દુર્લક્ષ : સ્થાનિક રહેવાસીઓની પોલીસમાં ફરિયાદ: DCPની મુલાકાત છતાં સુધરાઈ શાંત : સમસ્યા ઍઝ ઇટ ઇઝરોહિત પરીખ

માટુંગા-ઈસ્ટના રેલવે-સ્ટેશનની નજદીક આવેલી વચ્છરાજ લેનની વર્ષે જૂની રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા તરફ સુધરાઈ દુર્લક્ષ સેવતી હોવાથી સ્થાનિક રહેવાસીઓએ આ ચોમાસામાં સાયન-માટુંગાના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) અશોક દૂધે સુધી ફરિયાદ કરી હતી. પરિણામે શનિવારે DCPએ આ વિસ્તારની મુલાકાત લઈને સુધરાઈ સમક્ષ લોકોની ફરિયાદ રજૂ કરીને એના પર તાત્કાલિક પગલાં લેવાનો અનુરોધ કયોર્ હતો. આમ છતાં સુધરાઈના નિંભર અધિકારીઓએ અહીંની ગટરો સાફ કરવા માટે કોઈ જ કાર્યવાહી કરી નહોતી. પરિણામે સોમવારે રાતથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે આ લેન ગંદા પાણીથી ભરાઈ ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે અમારે દિવસોના દિવસો સુધી ગંદા પાણીમાં ચાલવું પડે છે, જેને કારણે અમારાં બાળકો બીમારીના ભોગ બને છે. વચ્છરાજ લેન રેલવે-ટ્રૅકની સમાંતરમાં આવેલી છે. આ લેનની કોસ્મોપૉલિટન વસ્તી છે. વષોર્થી આ લેનમાં થોડા વરસાદમાં પણ રસ્તો પાણીથી ભરાઈ જાય છે. ક્યારેક ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસ સુધી પાણી ઊતરતું નથી. થોડા સમય પહેલાં આ રસ્તાનું રિનોવેશન કરીને એને ડામરનો બનાવવામાં આવ્યો હતો.

આ બાબતની માહિતી આપતાં સ્થાનિક ગુજરાતી યુવતી કૃતિકા કરનગુટકરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ડામરનો રોડ બન્યો ત્યારે અમને એક આશા બંધાઈ હતી કે આ ચોમાસામાં અમારા વિસ્તારમાં પાણી નહીં ભરાય, અમને રાહત મળશે; પણ અમારી આશા ઠગારી નીવડી હતી. રસ્તા સાથે ગટરોની સાફસફાઈ અને રિનોવેશન નહીં થવાથી પહેલા જ વરસાદમાં આ વિસ્તારમાં કમર સમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ પાણી બે-ત્રણ દિવસ સુધી ઊતરતાં નહોતાં. આ બાબતમાં અમે સુધરાઈમાં અનેક વાર ફરિયાદ કરવા છતાં તેઓ આંખ આડા કાન કરીને બેઠા હતા.’અમારી સહનશક્તિનો અંત આવ્યો હતો એમ જણાવતાં કૃતિકાએ કહ્યું હતું કે ‘સુધરાઈ તરફથી પાણી કાઢવા માટે કોઈ જ પગલાં ન લેવાતાં સ્થાનિક રહેવાસીઓ રોષે ભરાયા હતા. આથી અમે પોલીસમાં ફરિયાદ કરી હતી. અમારી ફરિયાદની ગંભીરતા સમજીને DCP શનિવારે અમારા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે સાયન વેલ્ફેર ફોરમના કાર્યકરો પણ આવ્યા હતા.

ત્યાર બાદ અમારા વિસ્તારમાં પાણીનો પમ્પ મૂકીને ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો, પરંતુ ગટરમાં રહેલી ક્ષતિઓને ગઈ કાલ સુધી સુધરાઈએ શોધીને એનું નિરાકરણ કરવા માટે કોઈ જ કાર્યવાહી કરી નહોતી જેને લીધે હજી પણ આ વિસ્તારમાં પાણી ભરાય છે. અમારા સારા દિવસો ક્યારે આવશે એ જ સમજાતું નથી.’ કૃતિકાએ કહ્યું હતું કે ‘હું ‘મિડ-ડે’ની રેગ્યુલર વાચક છું જેમાં મિડ-ડે LOCALમાં તમે લોકોની સમસ્યાઓ સામે અવાજ ઉઠાવો છો. મેં અનેક વાર માર્ક કયુર્ર઼્ છે કે તમારા અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થયા પછી લોકોની અને અનેક વિસ્તારોની સમસ્યાનાં નિરાકરણ થયાં છે. આનાથી પ્રેરિત થઈને જ હું તમારા માધ્યમથી અમારા વિસ્તારની સમસ્યા સૌની સમક્ષ મૂકી રહી છું. મને પૂરેપૂરી આશા છે કે આ અહેવાલની પ્રસિદ્ધિ પછી અમને ચોક્કસ રાહત મળશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK