સુધરાઈએ ફેરિયાઓ પર કચરાના મુદ્દે કડક વલણ અપનાવવું જોઈએ

દાદર સ્ટેશન પરથી અવરજવર કરતા મુસાફરોની માગણી


dadarદાદર-વેસ્ટમાં રેલવેની ટિકિટબારીની બાજુમાં બેસતા ફેરિયાઓ ટિકિટબારી પાસે કચરો નાખી-નાખીને એ જગ્યાને કચરાપેટી બનાવી દીધી છે. કચરો એવી રીતે નાખવામાં આવે છે કે રાહદારીઓ અને પ્રવાસીઓએ મજબૂરીથી ગંદકીમાં જ ચાલવું પડે છે. સુધરાઈએ આ વિસ્તારને હૉકર્સ ઝોન બનાવી દીધો હોવાથી લોકો પણ આ ફેરિયાઓ સામે ફરિયાદ કરી શકતા નથી. લોકોની માગણી છે કે ઓછામાં ઓછું સુધરાઈએ ફેરિયાઓ આ વિસ્તારને ગંદો ન કરે એટલું તો એમના પર નિયંત્રણ રાખવું જ જોઈએ, જેમાં સુધરાઈ નિષ્ફળ ગઈ છે.

મુંબઈનાં ઉપનગરોમાં સૌથી મહત્વનું દાદર ઉપનગર છે. અહીંથી સૌથી વધુ લોકો પૂર્વ અને પિમનાં ઉપનગરોમાં અવરજવર કરે છે. આખા દિવસમાં ફેરિયાઓ એટલી બધી ગંદકી કરીને મૂકે છે કે જેમ-જેમ સૂરજ ઢળતો જાય એમ-એમ આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી જાય છે. એના સિવાય આ ગંદકીમાંથી જ સાંજના લોકોએ પોતપોતાના ઘરે જવું પડે છે. આ વિશે બોલતાં એક સદગૃહસ્થે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ભલે સુધરાઈએ આ વિસ્તારને હૉકર્સ ઝોન બનાવ્યો હોય. અમને કોઈની રોજીરોટી છીનવવામાં રસ નથી, પણ સુધરાઈએ આ વિસ્તારમાંથી દિવસમાં બે વાર કચરો ઉપાડવાની શરૂઆત કરવી જોઈએ. ફેરિયાઓ ઉપર કચરાની બાબતમાં કડક નિયમો બનાવી ગંદકી ઓછામાં ઓછી થાય એવા પ્રયાસ કરવા જોઈએ, જેથી લોકોને ગંદકીમાંથી પસાર થવામાં રાહત મળે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK