સાયનના હાઇવે પર ફૂટપાથની હાલત ભયંકર રાહદારીઓ સાવધાન

સાયનના અતિ મહત્વના રોડમાંથી એક રોડ છે ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ. આ રોડ પરની ફૂટપાથની હાલત અત્યંત કથળી ગઈ છે.

રાહદારીઓને આ ફૂટપાથ વાપરવામાં ભયંકર હાલાકી વેઠવી પડે છે. ફૂટપાથ પર પેવર બ્લોક્સ જગ્યા પરથી હલી ગયા છે. ફૂટપાથ પર વાયરો પણ ખુલ્લા પડેલા છે. ઓછામાં વધારે ફૂટપાથ પર ઘાસ ઊગી ગયું છે, જેમાં ખાડા પણ છે. ફૂટપાથ નીચેની પાઇપો પણ ઉપર આવી ગઈ છે. રાતના સમયમાં આ ફૂટપાથ રાહદારીઓ માટે ઘાતક નીવડી શકે છે.

આ બાબત માહિતી આપતાં એક રાહદારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ચોવીસ કલાક આ રોડ પરથી અનેક ગાડીઓ પસાર થતી હોય છે. આવી હાલતમાં ફૂટપાથ છોડી રોડ પર ચાલવું એટલે દુર્ઘટનાને નિમંત્રણ આપવા જેવું છે. સુધરાઈ લોકોના જાનની પરવા કેમ નથી કરતી એ સમજાતું નથી. ફૂટપાથ પર પેવર બ્લોક્સ જગ્યા પરથી હલી ગયા છે. કોઈ રાહદારી ઝડપમાં કે પછી બેધ્યાન થઈને ચાલે તો તેને ઠેસ લાગી શકે છે. રાતના અંધારામાં જો સ્ટ્રીટલાઇટ બંધ હોય તો પેવર બ્લોક્સ કે અહીંના ખાડા ન દેખાતાં કોઈને ઈજા થઈ શકે છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK