પ્રિય સુધરાઈ, લોકોના નહીં તો કમસે કમ બાળકોના જીવની તો પરવા કરો

સાયન સર્કલ પર ફૂટપાથ અને રોડના નૂતનીકરણનું કામ સુધરાઈએ હાથ ધર્યું છે. અહીં ફૂટપાથ પર જૂના પેવર બ્લૉક્સ ઉખાડી દેવામાં આવ્યા છે.


મયૂર સચદે

ફૂટપાથ પરના પેવર બ્લૉક્સ ઉખાડતાં ત્યાંની ફૂટપાથ પર બાઇક ન આવે એ માટે ઊભી કરેલી પાઇપો પણ ઉખાડી ફૂટપાથ પર જેમ-તેમ રાખેલી છે. આ પાઇપ દિવસના ભાગમાં તો દેખાતી હોય છે, પણ રાત થતાં એ સાવ નહીં જેવી દેખાતી હોય છે.

પાઇપોમાં પગ ફસાતાં કોઈ વ્યક્તિ કે બાળકને ઈજા થઈ શકે છે. અહીં ગટરનાં ઢાંકણાં પણ જગ્યા પરથી ખસી ગયા છે. ફૂટપાથ પર પાણીની ટાંકી પણ પડેલી છે અને મોટા સિમેન્ટના બ્લૉક્સ તેમ જ ઈંટો પણ જોવા મળે છે.આ બાબતે માહિતી આપતાં એક રાહદારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સુધરાઈને જાણે લોકોના જીવની પરવા નથી. અહીં ફૂટપાથ પર પડેલી પાઇપો તો સૌથી વધુ ઘાતક બની શકે છે. પ્રેગ્નન્ટ લેડીઝ, બાળકો અને સિનિયર સિટિઝનોને સૌથી વધારે કૅરફુલ રહેવું પડે છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK