માળી ને સિક્યૉરિટી વગરનાં માટુંગાનાં ફાઇવ ગાર્ડન્સ

કરોડો રૂપિયાના ખર્ચા પછી ગાર્ડનના ‘ડી’ ભાગની બદતર હાલત: જોવા અને સાંભળવાવાળું કોઈ જ નથી : પાણીનું સતત લીકેજ


રોહિત પરીખ

માટુંગાના હેરિટેજ ગ્રેડના ફાઇવ ગાર્ડનનું અનેક વિવાદો પછી રિનોવેશન થયું. એની પાછળ સુધરાઈએ કરોડો રૂપિયાનો ખર્ચ કયોર્, પરંતુ છેલ્લા એક મહિનાથી આ ગાર્ડનના ‘ડી’ ભાગમાં પાણીનું સતત લીકેજ થવાથી ગાર્ડન ગંદકીથી ભરાઈ ગયું છે. ગાર્ડનના આ ‘ડી’ ભાગની હાલત બદતર થઈ ગઈ છે. આ બાબતની અનેક ફરિયાદો પછી પણ સુધરાઈનો ગાર્ડન ડિપાર્ટમેન્ટ આ લીકેજ બંધ કરવા માટે કોઈ જ પગલાં લેતો નથી. આ માહિતી આપતાં આ ગાર્ડનમાં રોજ યોગ માટે આવતા સામાજિક કાર્યકર રમેશ સોનીએ મિડ-ડે LOCALને

કહ્યું હતું કે ‘ગાર્ડનનું રિનોવેશન થયાને હજુ છ મહિના જ થયા છે. એક મહિનાથી કોઈ પણ કારણસર પાણીનું સતત લીકેજ થઈ રહ્યું છે, પણ એના તરફ દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. એને કારણે ટૂંક સમયમાં ગાર્ડનનો ‘ડી’ ભાગ ગંદકીથી ખદબદી રહ્યો છે.’ગાર્ડન ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું હતું કે ‘એમાં શંકા નથી કે અમારી પાસે આ બાબતની સેંકડો ફરિયાદો આવી છે, પણ ગાર્ડન ડિપાર્ટમેન્ટના જ આંતરિક વિખવાદ અને એકબીજા પર આક્ષેપબાજીને કારણે આ ફરિયાદનું નિરાકરણ થતું નથી. ગાર્ડનમાં જોઈતા માળી અને સિક્યૉરિટી આ ગાર્ડનમાં છાશવારે બદલાતા રહે છે. સપ્ટેમ્બર મહિના સુધી કૉન્ટ્રૅક્ટરના માણસો પાસે ગાર્ડન હતું ત્યાં સુધી આવી કોઈ જ ફરિયાદ નહોતી. ત્યાર પછી જે માણસો ગાર્ડનના કૅર-ટેકર છે તેઓને પાણીનો પમ્પ કેમ ચલાવવો એ જ આવડત નથી, જેને કારણે આ સમસ્યા ઊભી થઈ છે. ગાર્ડનની ગ્રીનરી યલો થઈ ગઈ છે તો પણ એના પર દુર્લક્ષ સેવાય છે. એના માટે ડિપાર્ટમેન્ટ આવડતવાળો માણસ ગોઠવે તો જ આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે એમ છે. આની સામે ગાર્ડનનો ‘ઈ’ ભાગ ફુલ ઑફ ગ્રીનરી છે. ગાર્ડનમાં અત્યારથી તોડફોડ અને ચોરી પણ શરૂ થઈ છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK