સાયન સર્કલ પછી માટુંગા સર્કલનો વારો

માટુંગા સર્કલ પર સુધરાઈ દ્વારા નૂતનીકરણનું કામ ચાલુ છે : ફૂટપાથ અને રોડની હાલત કથળી : રાહદારીઓને હાલાકી

Matunga


મયૂર સચદે

સાયન અને માટુંગા સર્કલના ફૂટપાથ અને રોડના નૂતનીકરણનું કામ સુધરાઈએ હાથ ધર્યું છે. સાયનના ફૂટપાથ પરથી જૂના પેવર બ્લૉક્સ ઉખાડી નાખવામાં આવ્યા હતા. ફૂટપાથ પરના પેવર બ્લૉક્સ ઉખાડતાં ત્યાંના ફૂટપાથ પર બાઇક ન આવે એ માટે ઊભી કરેલી પાઇપો પણ ઉખાડીને ફૂટપાથ પર જેમ-તેમ રાખેલી હતી. આ સમસ્યા મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્માં પ્રસિદ્ધ થઈ હતી. ત્યાર બાદ સુધરાઈએ સર્કલની ફૂટપાથને સમતલ બનાવી હતી. હવે સર્કલના ફૂટપાથ જેવી હાલત માટુંગા સર્કલના ફૂટપાથની છે.

માટુંગા સર્કલના ફૂટપાથ પર પેવર બ્લૉક્સ જેમ-તેમ પડેલા છે. એમાં પગ ફસાતાં કોઈ વ્યક્તિ કે બાળકને ઈજા થઈ શકે છે. અહીં સિમેન્ટના મોટા બ્લૉક્સ પણ જોવા મળે છે અને મોટો ખાડો છે જેની આજુબાજુ સાવધાન રહેવા માટે કોઈ બોર્ડ પણ સુધરાઈએ નથી લગાવ્યું.

આ બાબતે માહિતી આપતાં એક રાહદારીએ મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘સુધરાઈને જાણે લોકોના જીવની પરવા નથી. પહેલાં તો સર્કલનો ફૂટપાથ અસમતલ હતો. હવે માટુંગા સર્કલનો ફૂટપાથ પણ અસમતલ છે. અહીં ફૂટપાથ પર પડેલો ખાડો તો સૌથી વધુ ઘાતક બની શકે છે. પ્રેગ્નન્ટ લેડીઝ, બાળકો અને સિનિયર સિટિઝનોને સૌથી વધારે કૅરફુલ રહેવું પડે છે. ખાડાની આજુબાજુ કોઈ ડેન્જરનું બોર્ડ પણ સુધરાઈએ નથી લગાવ્યું.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK