સાયનમાં બરાબર ચોમાસું બેસવાના ટાણે જ રોડ ખોદી કાઢવામાં આવ્યો

ચોમાસું નજીક આવવા છતાં સુધરાઈએ હજુ શહેરના ૪૦૦ રસ્તાઓનું કામ પૂરું કરવાનું બાકી છે. ખાસ કરીને સાયનમાં મોટે પાયે રસ્તાઓ ખોદી કાઢવામાં આવ્યા છે.

sion


શુક્રવારે સુધરાઈએ ફ્લાયઓવર પર દાદર તરફ જતો રસ્તો ખોદી કાઢ્યો હતો. રસ્તાનો આ ભાગ લગભગ ૩૦૦ ફુટ લાંબો છે અને એનું કામ માત્ર બે દિવસ પહેલાં જ શરૂ થયું હતું. જોકે કામ નાનું છે છતાં સાયન સ્ટેશનથી દાદર અને દક્ષિણ મુંબઈ જતા વાહનચાલકોને એથી મુશ્કેલી નડે છે. આ રસ્તાના કામથી  ચાલનારાઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે તેઓ ફુટપાથ અથવા રસ્તા પર ચાલી શકે એમ નથી. રસ્તા પર ચાલતાં વાહનોનો ભય રહે છે, કારણ કે ખાસ કરીને આ જગ્યાએ ફ્લાયઓવર નીચે ઊતરે છે. સુધરાઈના અધિકારીએ આ રસ્તાનું કામ ૩૦ મે સુધી પૂરું થઈ જવાની બાંયધરી આપી છે. 

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK