ફુટપાથ ચાલવા માટે છે કે વાહનો પાર્ક કરવા?

સાયન, માટુંગા અને દાદરમાં વાહનોના પાર્કિંગ માટે ફુટપાથનો બહોળો ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં ટ્રાફિક-વિભાગ હાથ જોડીને બેઠો છે : રાહદારીઓ માટે ત્રાસરૂપ


foot pathફુટપાથનો ઉપયોગ રાહદારીઓ કરતાં વધારે ફેરિયાઓ બેસવા માટે કરે છે. એ ઓછું હોય એમ એનો ઉપયોગ હવે વાહનો પાર્કિંગ માટે દિન-પ્રતિદિન વધી રહ્યો છે. અમુક વિસ્તારોમાં ટ્રાફિક-વિભાગ ફુટપાથ પરના પાર્કિંગ સામે કાર્યવાહી કરે છે; જ્યારે સાયન, માટુંગા અને દાદરમાં ફુટપાથ પરના પાર્કિંગ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આના માટે રાહદારીઓ ટ્રાફિક-વિભાગ અને સ્થાનિક રહેવાસીઓને સરખા જવાબદાર ગણી રહ્યા છે. આવી જ ફરિયાદ દાદરના સેનાપતિ બાપટ માર્ગ પરથી અવરજવર કરતા રાહદારીઓ કરી રહ્યા છે.


આ સંદર્ભમાં બોલતાં વિરલ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પહેલાં ફુટપાથ પર ટૂ-વ્હીલરો જ પાર્ક થતાં હતાં. આનું મુખ્ય કારણ એ છે કે મોટા ભાગની માર્કેટોમાં પાર્કિંગની વ્યવસ્થા નથી. એની સામે વાહનોમાં જબરો વધારો થઈ ગયો છે. આજના વખતમાં મોટા ભાગના વેપારીઓ અને દુકાનદારો વેહિકલમાં જ અવરજવર કરે છે, જેને પરિણામે હવે ફુટપાથ પર ફોર-વ્હીલરો પણ પાર્ક થવાં લાગ્યાં છે. વાહનોના પાર્કિંગને લીધે રાહદારીઓ ફુટપાથનો ઉપયોગ કરી જ શકતા નથી. આ બાબતમાં ટ્રાફિક-વિભાગમાં ફરિયાદ કરવા છતાં તેઓ એ ફરિયાદને કાને જ ધરતા નથી.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK