તોફાની વરસાદના કારણે વૃક્ષ પડ્યું સુધરાઈની બેદરકારીથી પડે છે બાળકો

દાદરના હનુમાન મંદિર પાસે એક મહિનાથી તૂટેલા વૃક્ષનું થડ અને ડાળખાં હટાવાયાં નથી



એક મહિના પહેલાં પડેલા ભારે વરસાદના કારણે દાદર-વેસ્ટના SK બોલે રોડ પરના હનુમાન મંદિરની નજીક એક મોટું વૃક્ષ પડી ગયું હતુ, જેના પડવાથી સ્કૂલની દીવાલને પણ નુકસાન પહોંચ્યું હતું. એ વખતે સુધરાઈએ વૃક્ષના થડ અને ડાળી-ડાળખાંને કાપીને ત્યાં જ મૂકી દીધાં હતાં. જોકે એક મહિના પછી પણ સુધરાઈ તરફથી આ ભાગોને ઉપાડી જવા માટેની કાર્યવાહી કરવામાં આવી નથી. ફુટપાથ પર પડેલા આ વૃક્ષના ભાગોને લીધે બાળકો પડી જવાના બનાવ પણ બન્યા છે. આ બાબતમાં સ્થાનિક રહેવાસીઓ અને સ્કૂલ

તરફથી સુધરાઈને અનેક વાર ફરિયાદ કરવામાં આવી છે, પણ સુધરાઈના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. આ સંદર્ભમાં સ્થાનિક રહેવાસી જગદીશ પાટીલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હનુમાનના મંદિર પાસે ઑલરેડી ટ્રાફિક જૅમ રહે છે એટલે ફુટપાથનો ઉપયોગ અનિવાર્ય છે. ખાસ કરીને ફુટપાથ બાળકોને ચાલવા માટે સુરક્ષિત છે. એ ફુટપાથ જ વૃક્ષના ભાગોથી ભરાઈ જતાં બાળકોને હવે મજબૂરીથી રોડ પર ચાલવું પડે છે. સુધરાઈએ કોઈ અણબનાવ બને એ પહેલાં જ આ ભાગોને હટાવવા માટે ત્વરિત પગલાં લેવાં જરૂરી છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK