દાદરમાં સ્વાતત્રવીર સાવરકર માકેર્ટ સામેનાં મોબાઇલ ટૉઇલેટ સગવડ કે પછી અગવડ?

જે પાંચ ટૉઇલેટ છે એમાંથી ચારનો ઉપયોગ માત્ર ચાર વેપારીઓ અને તેમનો સ્ટાફ કરે છે, જ્યારે કૉમન પબ્લિક અને માર્કેટના અન્ય દુકાનદારો માટે ફક્ત એક જ ટૉઇલેટ ખુલ્લું છેબકુલેશ ત્રિવેદી

દાદર-વેસ્ટના રાનડે રોડ પર આવેલા સુધરાઈના સ્વાતંત્ર્યવીર સાવરકર માર્કે‍ટનાં ટૉઇલેટ છેલ્લા છ મહિનાથી તોડી નાખવામાં આવ્યાં છે. એ ટૉઇલેટની છત અને અંદરની સગવડો તોડી પડાઈ છે, જ્યારે એનું બાકીનું સ્ટ્રક્ચર એમનું એમ છે.

જોકે આ સામે સુધરાઈએ બરાબર માર્કે‍ટના ગેટની સામે જ મોબાઇલ ટૉઇલેટની વ્યવસ્થા કરી છે, પણ એ મોબાઇલ ટૉઇલેટ સગવડ નહીં પણ અગવડરૂપ બની રહ્યાં છે અને એને માટે દિવસના ૭ હજાર રૂપિયા સુધરાઈ ચૂકવતી હોવાનું કેટલાક વેપારીઓનું કહેવું છે.

આ મોબાઇલ ટૉઇલેટની અત્યારે પરિસ્થિતિ એવી છે કે એમાં પાંચ ટૉઇલેટ છે, જેમાંથી ચાર પર લૉક લગાવી દેવામાં આવ્યાં છે. એ ચાર લૉકની ચાવી માત્ર ચાર વેપારીઓને આપવામાં આવી છે જેનો ઉપયોગ તેઓ અને તેમનો સ્ટાફ કરે છે. કૉમન પબ્લિક અને માર્કે‍ટના અન્ય દુકાનદારો માટે માત્ર એક જ ટૉઇલેટ ખુલ્લું રાખવામાં આવ્યું છે. એ ટૉઇલેટ પણ દિવસભર વપરાશમાં લઈ શકાતું નથી, કારણ કે વહેલી સવારે હોલસેલમાં આવતા શાકભાજીના વિક્રેતાઓ એ વાપરે છે અને એક જ ટૉઇલેટનો વધુ પડતો વપરાશ થવાને કારણે એ ચૉક-અપ થઈ જાય છે એટલે માર્કે‍ટના દુકાનદારો માટે એનો વપરાશ કરવાનો સમય આવે ત્યારે એ વાપરવા લાયક રહેતું નથી. તેમણે નાછૂટકે ડૉ. ડિસિલ્વા રોડ પર આવેલા કીર્તિકર માર્કે‍ટના ટૉઇલેટનો ઉપયોગ કરવો પડે છે.

ટૉઇલેટનું હાલ જે તૂટેલું સ્ટ્રક્ચર ઊભું છે એનો હજી પુરુષો યુરિનલ માટે ઉપયોગ કરે છે, જેને કારણે મુસીબતમાં વધારો થાય છે. હવે એ તૂટેલા સ્ટ્રક્ચરને કોઈ સાફ કરવાનું નથી એટલે એમાં યુરિન પાસ કરવાથી દિવસ દરમ્યાન એમાંથી માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવતી હોય છે. યુરિનલની આજુબાજુના વેપારીઓ આ ત્રાસથી કંટાળી ગયા છે. તેમનું કહેવું છે કે અમે ફરિયાદ તો કરીએ છીએ કે જલદી આ ટૉઇલેટ પાછાં બનાવો, પણ કોઈ ધ્યાન આપતું નથી. એક વેપારીએ કહ્યું હતું કે ટૉઇલેટ બનાવવા માટેનો કૉન્ટ્રૅક્ટ લેવા માટે સુધરાઈના કૉન્ટ્રૅક્ટરોમાં ઝઘડા ચાલી રહ્યા છે જેને કારણે આ કામ ડીલે થઈ રહ્યું છે. 

સુધરાઈના સાહેબ પાસે સમય નથી


ટૉઇલેટની પરિસ્થિતિ વિશે વધુ જાણવા માર્કે‍ટની અંદર જ આવેલી સુધરાઈની ચોકીમાં તપાસ કરી ત્યારે કહેવામાં આવ્યું કે આ માર્કે‍ટ સુધરાઈના માટલસાહેબની નિગેહબાની હેઠળ આવે છે અને તેઓ આ માર્કે‍ટ સાથે બીજી ત્રણથી ચાર માર્કે‍ટનો હવાલો સંભાળે છે એટલે કામ થઈ શક્યું નથી. આમ એક કે બીજાં કારણોસર ટૉઇલેટનું કામ રખડી પડતાં હાલ એને કારણે વેપારીઓ અને પબ્લિકને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK