ઝૂંપડાંઓ તોડવાના સુધરાઈના પ્લાન પર MNSના કાઉન્સિલરે પાણી ફેરવી નાખ્યું

સુધરાઈ શુક્રવારે દાદર-વેસ્ટની દરેક ફૂટપાથનાં ઝૂંપડાંઓ ડિમૉલિશ કરવાની હતી,


પણ રાજ ઠાકરેની પાર્ટી દ્વારા નૉમિનેટ થયેલા ગિરીશ ધાનુરકર ઉપરાંત પાર્ટીના કાર્યકર્તાઓએ ગ્પ્ઘ્ના સુધરાઈના અધિકારી પર હુમલો કર્યા એટલે તેના સાથીઓ હડતાળ પર ઊતરી ગયા ને કાર્યવાહી પોસ્ટપોન કરી દીધી દાદર-વેસ્ટ સ્ટેશન પાસેના લગભગ દરેક રસ્તાની ફૂટપાથ પરનાં ઝૂંપડાંઓ સુધરાઈ ગયા શુક્રવારે ડિમૉલિશ કરવાની હતી, પણ શુક્રવારે સવારે MNS દ્વારા નૉમિનેટ થયેલા કાઉન્સિલર ગિરીશ ધાનુરકર સહિત તેમની પાર્ટીના અન્ય ત્રણ કાર્યકર્તાઓએ સુધરાઈના ૨૭ વર્ષના જુનિયર એન્જિનિયર રાજેશ રાઠોડની મારપીટ કરી હતી. આ કારણોસર સુધરાઈએ ડિમૉલિશનનું કામ પોસ્ટપોન કરી દીધું હતું અને તેઓ સ્ટ્રાઇક પર ઊતરી ગયા હતા. 

દાદર-વેસ્ટના સ્ટેશન પાસેના સેનાપતિ બાપટ માર્ગની ફૂટપાથો પબ્લિક માટે ચાલવા માટે સુધરાઈએ બનાવી હતી, પણ આ ફૂટપાથનો ઉપયોગ હાલમાં સ્લમના લોકો ઝૂંપડાંઓ બાંધીને વાપરી રહ્યા છે. આ ફૂટપાથ પર લગભગ કમ સે કમ ૫૦થી વધુ ઝૂંપડાંઓ છે. આ ઝૂંપડાંઓની ફરિયાદ દાદર-વેસ્ટના વેપારીઓ અને અહીંના રહેવાસીઓએ મિડ-ડે LOCALને કરી હતી. આ ફરિયાદના આધારે મિડ-ડે LOCALએ સુધરાઈના અધિકારીઓ સાથે મીટિંગ લઈને આ તમામ ઝૂંપડાંઓ ડિમૉલિશ કરવાનો પ્રયાસ કર્યા હતો અને સુધરાઈએ મિડ-ડે LOCALને વચન પણ આપ્યું હતું કે તેઓ શુક્રવારે આ ઝૂંપડાંઓ ડિમૉલિશ કરશે.

સુધરાઈના મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના ઑફિસર અમોલ ચવાણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે મિડ-ડે LOCALને વચન આપ્યું હતું કે અમે આ ઝૂંપડાંઓ શુક્રવારે ડિમૉલિશ કરીશું અને એ માટે અમે પોલીસ-પ્રોટેક્શન પણ લીધું હતું તથા પૂરી તૈયારી પણ કરી રાખી હતી, પણ શુક્રવારે સવારે કાઉન્સિલર ગિરીશ ધાનુરકરે તેમની દુકાનની બહાર ટેમ્પરરી બાંધવામાં આવેલા શેડને તોડવા માટે અમારા જુનિયર એન્જિનયિર રાજેશ રાઠોડને બોલાવ્યા હતા. આ શેડ તેમની દુકાનને બ્લૉક કરી રહ્યો હતો એવું તેમણે કહ્યું હતું, પણ તેઓ ત્યાં ગયા ન હોવાથી તેમણે રાજેશની મારપીટ કરી હતી. આ કારણોસર અમે ડિમૉલિશનનો પ્લાન હાલમાં પોસ્ટપોન કરી દીધો છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK