માટુંગામાં ત્રણ વૃક્ષોની હત્યા ડિસેમ્બરમાં કરવામાં આવેલી

પણ આ વિસ્તારમાં કોઈ પણ CCTV કૅમેરા ન હોવાથી પોલીસ આરોપીને શોધી કાઢવામાં નિષ્ફળ  આ વૃક્ષો ફંગસ અટૅકને કારણે મર્યા નથી, રાતોરાત આ ઝાડોમાં ડ્રિલિંગ કરી હૉલ પાડીને ઝેરી દવા રેડી મારી નાખવામાં આવ્યાં છે


માટુંગા સેન્ટ્રલના ભંડારકર રોડ પર આવેલાં ત્રણ વિશાળ વૃક્ષોની હત્યા ડિસેમ્બર, ૨૦૧૨માં કરવામાં આવી હોવાનું સુધરાઈને તપાસમાં જાણવા મળ્યું છે તથા આ વિસ્તારમાં કોઈ પણ CCTV કૅમેરા ન લગાવવામાં આવ્યા હોવાથી માટુંગા પોલીસને પણ આરોપીને શોધી કાઢવામાં નિષ્ફળતા મળી રહી છે. આ વૃક્ષોની હત્યા કરવા પાછળ કોઈ મોટી હસ્તીઓનો હાથ હોવાની શંકા અહીંના રહેવાસીઓએ દર્શાવી હતી.

આ બાબત માટુંગા પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અડુરકરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ વૃક્ષોની હત્યા થઈ એ જગ્યાએ એક પણ CCTV કૅમેરા લગાવવામાં આવ્યા નથી. આરોપીએ આ વૃક્ષોની હત્યા ઘણી ચાલાકી કરીને કોઈ સબૂત પણ છોડ્યા નથી. અમે શંકાને આધારે આ કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડરની પણ ઘણી પૂછપરછ કરી હતી, પણ અમને કોઈ પુરાવા મળ્યાં નહોતા. હાલમાં અમે આ કેસમાં ઇન્વેસ્ટિગેશન કરી આરોપીને શોધી રહ્યા છીએ તથા સુધરાઈ પણ અમને ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરી રહી છે.’

કેવી રીતે થઈ આ વૃક્ષોની હત્યા?

માટુંગા વિસ્તારમાં ઘણાં વૃક્ષો મૉન્સૂન પહેલાં સુકાઈ ગયાં હતાં. એટલે એમની જાળવણી કરવા અને એનું નિકંદન થતું અટકાવાના હેતુથી આ વિસ્તારમાં રહેતા એન્વાયર્નમેન્ટ ઍક્ટિવિસ્ટ નિખિલ દેસાઈએ માટુંગા-સાયન વિસ્તારનાં દરેક વૃક્ષના ફોટોગ્રાફ પાડ્યા હતા અને સુધરાઈની ઑફિસમાં મોકલી દીધા હતા. આ તસવીરોને આધારે ભંડારકર રોડ પર આવેલી આ કન્સ્ટ્રક્શન સાઇટ પાસેનાં આ ત્રણે વૃક્ષોનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે સુધરાઈને આ વૃક્ષોના થડમાં ૩૦-૪૦ જેટલા હોલ પાડેલા જોવા મળ્યાં હતા અને એની અંદર કેમિકલ પડેલું મળ્યું આવ્યું હતું. એટલે સુધરાઈના અધિકારીઓએ તરત માટુંગા પોલીસ-સ્ટેશનમાં વૃક્ષોની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK