માટુંગાના ટ્રાફિક-વૉલન્ટિયરની વિદાય

માટુંગામાં હંમેશાં ટ્રાફિકથી ધમધમતો રોડ એટલે ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ.

subramanayam

થોડા દિવસ પહેલાં સુબ્રમણ્યમ અંકલ ટ્રાફિક મૅનેજ કરી રહ્યા હતા ત્યારે મિડ-ડે LOCALએ લીધેલી તેમની તસવીર

મયૂર સચદે

આ રોડ પર આવેલા મહેશ્વરી ઉદ્યાનના બ્રિજ નીચે છેલ્લાં અનેક વર્ષોથી સાંજના ભાગમાં ટ્રાફિક મૅનેજ કરતા ને વાહનચાલકોને સિગ્નલપાલન તેમ જ ઝીબ્રા ક્રૉસિંગ પર ગાડી ન ઊભી રાખવા અને બીજા અનેક ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતા માટુંગા સેન્ટ્રલમાં તામ્બે બિલ્ડિંગમાં રહેતા સુબ્રમણ્યમ અંકલનું ગયા અઠવાડિયે હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું.

એ પહેલાં તેમણે ૧૧ ઑક્ટોબરે મિડ-ડે LOCAL સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘લોકોની સેવા કરવી મને બહુ જ ગમે છે. વાહનચાલકો અને રાહદારીઓએ પોતપોતાની જવાબદારી સમજીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. વાહનચાલકો ટ્રાફિક-સિગ્નલ જમ્પ ન કરે અને ઝીબ્રા ક્રૉસિંગ પર ગાડી ઊભી ન રાખે એવી મારી અપીલ છે. રાહદારીઓએ ઝીબ્રા ક્રૉસિંગનો ઉપયોગ કરવો જરૂરી છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK